Input Content

વિશ્વના તમામ ધર્મોમાં આપણે સ્વામિનારાયણ ધર્મ એક અનોખો અને આવકારદાયક હિન્દુધર્મ તરીકે આગવી ક્ષેણીમાં પંકાયેલો છે. તમામ હિન્દુ દેવોને માન્યતા આપતો, કોઈ પણ અન્ય ધર્મની ટીકાથી દુર રહેનાર, તમામ જીવપ્રાણી પ્રત્યે પ્રેમભાવ દાખવનાર અહિંસાને પ્રાથમીકતા આપનાર અને તમામ માનનિય હિન્દુ શાસ્ત્રોની મર્યાદામાં રહેનાર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયક કોઈનો હરીક નથી અને કોઈ પણ અન્ય ધર્મની ઝેરોક્ષ કોપી પણ નથી.

એ હિન્દુ સનતાન ધર્મનો એક હિસ્સો હોવા છતાંય શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો એક આગવો પાયો, ક્ષેત્ર, પ્લેટ્ફોર્મ અને વટચશ્ર્વ છે. એ કોઈ પણ અન્ય ધર્મને લગીરે પણ હાની પહોચાડયા સિવાય પોતાના આગવા સિધ્ધાંત અને આગળ પાટા પર પુરપાટે આગળ વધી રહયો છે. વિશ્ર્વમાં કદી કોઈએ ન નિહાળ્યો હોય, આટલા ટુંક સમયમાં આટલી જબરજ્સ્ત સીધ્ધી પ્રાપ્ત કરીને સ્વામિનારાયણ ધર્મ આજે વિશ્ર્વની ટોંચે એક સારી નામના કાઢીને સર્વમાન્ય બન્યો છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાનના સમયમાં એના જ માર્ગદર્શન હેઠળ બંધાયેલ ભવ્ય શિખરબંધ મંદિરોમાં પ્રવેશદ્રારમાં શ્રી ગણેશ અને રામભકત હનુમાનજીની મૂતીઓની પધરામણ એજ આ ધર્મની વિશેષતા બતાવે છે. મુખ્ય દેવોમાં શ્રી રાધાકૃષ્ણ, નરનારાયદેવ અથવા શ્રી લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના એ ધર્મની વિષેશ ખાસિયત જણાઈ છે. અમુક મંદિરોમાં શિવ- પાર્વતી અને બલદેવ-રેવંતી જેવા દેવોની પ્રતિષ્ઠા કરીને શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાની આગવી સૂઝની ઝાંખી કરાવીને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયને સર્વમાન્ય અને આગવી શ્રેણીનો બનાવ્યો છે. પોતાની મૂર્તીને પોતાનાં માતા- પિતા-ધર્મદેવ – ભકિતમાતા ની સાથે પધરાવનાર ભગવાનોમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનો કોઈ જોટો નથી.

કહેવાય સ્વામિનારાયણ મંદિર – પણ મુખ્ય દેવ તરીકે શ્રી રાધાકૃષ્ણ, શ્રી નરનારયણ દેવ અને શ્રી સ્વામિનારાયણની મૂર્તિ પ્રતિષ્ટા જોઈને પળભર માટે આજનો શિક્ષીત વર્ગ વિચાર કરતો થઈ જાય એમાં કોઈ જ સંસય નથી. કહેવાય સ્વામિનારાયણ સત્સંગ –પણ એમાં શ્રી કૃષ્ણ ભગવાન અને  શ્રીરામજીના ગુણગાન ગાતાં કીર્તનોની રમઝાટ સંભળાય. કહેવાય સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ- સંતો-પણ એમના શ્રીમદૂભાગવત, રામાયણ, મહાભારત જેવન ગ્રંથોનું સાચું જ્ઞાન આપવામાં આવતું હોય. આતો ફકત સ્વામિનારાયણના સામ્રાજયમાં જ હોઈ શકે. આવું વાતાવરણ વિશ્ર્વના કોઈપણ અન્ય ધર્મના મંદિરોમાં જોવા ન મળે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને શ્રી શંકર ભગવાનને એકાંતપણુ આપીને સંપ્રદાયને ટોંચની શિખરે મુકી દીધો છે. એમની અદૂભુત શિક્ષાપત્રીમાં એમના પોતાના સ્વહસ્તે શ્રીજી મહારાજે લખ્યું છે કે

“ અમે અને શિવજી એક જ છીએ જેથી કરીને અમારું એકાત્મકપણું માનવું. જે કંઈ અમને અર્પણ કરશો એ શંકર ભગવાનને મળી રહેશે અને જે કંઈ મહાદેવને અર્પણ કરશો એ અમોને મળી રહેશે. “

“શ્રી સ્વામિનારાયણ ભગવાને ઘણી જગ્યાએ શંકર ભગવાનની જાતે સેવા અને પૂજા કરી છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય હેઠળ આજે પણ અંજારમાં શ્રી પીપલેશ્ર્વર મહાદેવ, રામપર શ્રી ગંગેશ્ર્વર મહાદેવ, અને બલદેશ્ર્વર મહાદેવ ગામ બળદીયામાં મંદિરો શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય જ સંચાલન કરે છે. બીલેશ્ર્વર મહાદેવમાં પણ સ્વામિનારાયણ સત્સંગીઓનો જ પ્રભાવ રહેલો છે.

“શ્રી સ્વામિનારાયણ ભગવાને વિષ્ણુ, શંકર – મહાદેવ, પાર્વતીજી, ગણપતિ અને સૂર્યદેવતા જેવા પંચદેવને આગવી માન્યતા આપીને દરેક ધાર્મીક પ્રસંગોએ એમની પ્રથમ પૂજા કરીને સત્સંગને ખૂબ જ લાડ્લો બનાવ્યો છે. અને સર્વમાન્ય બનાવ્યો છે.

વિષ્ણુ ભગવાનને નારાયણની ઉપમા આપીને એમના નામમાં પણ એમનો સમાવેશ કર્યો છે. લક્ષ્મીનારાયણનો સંપ્રદાયમાં આગવો વટચ્વશ્ર્વ છે. વિષ્ણુ –યાગ ….આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આગવું સ્થાન છે.

શ્રી કૃષ્ણ ભગવાનને, સ્વહસ્તે લખાયેલી પુનિત શિક્ષાપત્રીલાં શ્રીજી મહારાજે પોતાના ઈષદેવની ઊપમા આપીને પોતાની અદૂભુત ખેલદીધી દાખવી છે. સંપ્રદાયમાં શ્રી કૃષ્ણ ભગવાનનો આજે પણ એટલો જ મહિમા અને વટચ્વશ્ર્વ છે. એમના કીર્તનોના સંપ્રદાયમાં સારો પ્રભાવ છે. જન્માષ્ટમી ઉત્સવ ધામધુમથી સ્વામિનારાયણ મંદિરમાં ઊજવાય છે. આજે સત્સંગઓ સ્વામિનારાયણ ભગવાને કૃષ્ણ ભગવાનના અવતાર તરીકે જ માને છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાની હાજરીમાં બંધાયેલા શિખરબંધ મંદિરમાં શ્રી કૃષ્ણ ભગવાનના અસ્તિત્વને અગત્યત્યનું મહત્વ આપ્યું છે. દરેક મંદિરમાં શ્રી કૃષ્ણ ભગવાનના અલગ અલગ સ્વરૂપોને નામ આપીને એમણે શ્રી કૃષ્ણને પધરાવ્યા છે. રાધાકૃષ્ણદેવ ઉપરાંત ગોપીનાથજી મહારાજ, રાધારમણદેવ, મુરલી મનોહર જેવાં વિવિધ નામો આપીને શ્રી કૃષ્ણ ભગવાનના વટચ્વશ્ર્વને અનેરો રાખ્યો છે.

આચાર્યશ્રી જયારે સત્સંગીને દીક્ષા મંત્ર આપે છે. ત્યારે કાનમાં પણ શ્રી કૃષ્ણ ભગવાનનો મંત્રઆજે પણ આપવાનો ચાલુ છે. ગાદીવાળા પણ એવી જ રીતે બહેનોના કાનમાં પણ શ્રી કૃષ્ણનો જ મંત્ર આપતાં હોય છે. સ્વામિનારાયણ મંદિરમાં શ્રી સ્વામિનારાયણના ઉત્સવો અને પ્રસંગો સિવાય જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રી, ગણેશ ચતુર્થી, હનુમાન જયંતી, વામન જયંતી, વિજયા દશમીઅને નરસિંહ જયંતી પણ ધામધુમથી ઊજવાય છે. રામનવમીના શુભ દિવસે વિશ્ર્વ-હિન્દુ પરિષદ અને સ્વામિનારાયણ સત્સંગના યુવા સત્સંગીઓ સાથે મળીને ધામધુમથી રામ – ધનશ્યામ જયંતી ઊજવે છે. એ આપણા સંપ્રદાયની વિશિષ્ટતા છે.

આપણા સંપ્રદાયમાં જગન્નાથપુરીની યાત્રા, જગન્નાથ ભગવાનના દર્શન અને એમનો પ્રસાદ લેવાની આજ્ઞા શ્રીજી મહારાજે કરી છે. પોતાની વનવિચરણ કાર્યવાહી દરમિયાન જગન્નાથપુરીમાં ઘણા દિવસ રહીને ત્યાં ગેરરીતીઓ, ભ્રષ્ટાચાર અને દુષણો સફાઈ કરીને શુધ્ધ વાતાવરણ રચીને પ્રભુએ પોતાની જગન્નાથજી પ્રત્યેની ભાવના જગત સમક્ષ મુકી છે. સત્સંગીઓ યાત્રાએ જાય છે ત્યારે જગન્નાથપુરીમાં ભગવાનના દર્શન અને પ્રસાદનો લ્હાવો લેવાનું ચૂકતા નથી.

આપણાં જન્મ- મરણનાં સૂતકો, ચંદ્ર- સૂર્યનાં ગ્રહણો અને અન્ય વ્રતોની વીગતો રામાનુજાચાર્ય પંથના વલ્લભાચાર્ય અને વીઠુલદાસનાં શાસ્ત્રોમાંથી લેવામાં આવ્યાં છે અને પ્રમાણે વર્તવાની શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે. અન્યઆ સંપ્રદાયના સારા ઊપદેશો ગ્રહણ કરવાની શ્રીજીની આ પ્રણાલીકા પ્રશંસનીય છે. ભલે આજના વૈષ્ણવો આપણાથી દુરી રાખતા હોય પણ સ્વામિનારાયણ ભગવાને તો વૈષ્ણવ ધર્મને તમામ ક્ષેત્રે આગળ ધર્યો છે.

શ્રીમૂદ ભાગવત એ સ્વામિનારાયણ સંપ્રદાયનો આગવો લોકપ્રિય ગ્રથં છે. મૃત પામેલા સત્સંગીની પાછળ શ્રીમૂદ ભાગવતનું પારાયણ રાખવામાં આવે છે. જેનાથી ભુલચુક પણ અધોગતિને માર્ગે ગયેલ જીવાત્મા અક્ષરધામાની પ્રાપ્તી કરે છે, એવી ધાર્મીક માન્યતા છે. આ સિવાય વિદુરનીતી, વાસુદેવ મહાત્મ્ય, વાલ્કય મુનિ ગ્રંથ જેવા શાસ્ત્રો વાંચવાની પણ શ્રીજી મહારાજે શિક્ષપત્રીમાં સ્વહસ્તે ભરામણ કરેલી છે.

પંચદેવોની પૂજા  યજ્ઞ- પ્રસંગમાં જરૂરી છે. દરેક કાર્યની શુભશરૂઆત માટે પાર્વતીપુત્ર ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. સત્સંગીઓના લગ્ન- પ્રસંગોમાં પણ ગણેશ – પૂજાનો  આગવો મહિમા છે. નર અને નારાયણ ભગવાન બદ્રિકાશ્રમમાં રહીને ભરતખંડ માટે અખંડ તપશ્ર્ચર્યા કરે છે અને શ્રી સ્વામિનારાયણ ભગવાનએ શ્રી નારાયણનો અવતાર ગણાય છે. નરનારાયણ દેવની સ્થાપના શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે કરેલી. અમદાવાદ અને ભુજમાં  પધરાવેલા શ્રી નરનારાયણ દેવનો આજે સંપ્રદાય સિવાયના અન્ય સત્સંગીઓ પર પણ એટલો જ પ્રભાવ છે. અમદાવાદમાં અને ક્ચ્છ – ભુજના મંદિરોમાં નિત્ય નરનારાયણ દેવના દર્શન કરીને કામ – ધંધે જતા બીન સત્સંગીઓનો સંખ્યા ઓછી નથી. સંકટ સમયે નર નારાયણ દેવની માન્યતા પણ રાખવામાં બીન – સત્સંગીઓની સંખ્યા સારી છે.

શાસ્ત્રો અનુસાર નર એટલે અર્જુન અને નારાયણ એટલે શ્રી કૃષ્ણ, મહાભારતના યુધ્ધ પછી પશ્ર્યાતાપ રૂપે બદ્રિકાશ્રમમાં આકરી તપશ્ર્ચર્યા કરીને ભરતખંડનું અખંડ ધ્યાન રાખતા શ્રી નરનારાયણદેવનો પ્રભાવ આજે સત્સંગમાં અનેરો છે.

શ્રીજી મહારાજે સંપ્રદાયની બે ગાદીની સ્થાપના કરીને ધર્મની મહાનતાનો આભાશ કર્યો છે. પોતાના બન્ને ભાઈ રામપ્રતાપજી અને ઈચ્છારામજીના આજ્ઞાંકિત સુપુત્ર અનુકમે અયોધ્યાપ્રસાદજી નરનારાયદેવની ગાદી અને શ્રી રધુવીરજીને લક્ષ્મીનારાયણ દેવની ગાદી સુપ્રત કરીને પોતાની વારસદાર બનાવીને શ્રીજી મહારાજે સંપ્રદાયક સંચાલનની એક અદૂભુત પ્રણાલી આપી છે. દેશ- વિભાગ લેખનો આલેખન કરાવીને શ્રીજી મહારાજે આચાર્ય પરંપરાને શુદ્ર અને કાયમી બનાવવાની કોશીષ કરી છે.

વિષ્ણુ ભગવાનના તમામ અવતારોમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અવતાર સર્વોપરી અને શ્રેષ્ટ ગણાયેલો છે. એ શ્રી સ્વામિનારાયણ ભગવાનના અંદૂભુત જીન-ઝરમરની ઝાંખી થયા બાદ આપો આપ સમજાઈ જશે. સત્સંગ  પ્રચારમાં ભલે આજે સત્સંગીઓ વચ્ચે ભગવાન શ્રી વિષ્ણુનો એટલો વટચશ્ર્વ નથી પણ શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના નામની પાછળ, વડતાલની લક્ષ્મીનારાયણની ગાદી સ્થાપીને, વિષ્ણુ- યાગ જેવા પવિત્ર અને પ્રભાવીત અહિંસામય યજ્ઞો આદરીને શ્રી વિષ્ણુ ભગવાનના નામને મોખરે રાખ્યું છે. અને જયાં જયાં નારાયણ શબ્દનો ઊપયોગ કરાયો છે એજ વિષ્ણુ નામનું રૂપાંતર થયેલ છે. અમુક વર્ગના સત્સંગીઓની ધ્યાન બહારની એ હકીકત છે.

No Comment

You can post first response comment.

Leave A Comment

Please enter your name. Please enter an valid email address. Please enter a message.