Input Content

દિવસની પ્રવ્રૃતિ અને રાત્રે ઉંધ. દિવસે કામકાજ અને રાત્રે આરામ. એ જિંદગીનો સાચો રાહ. દિવસે સૂવું અને રાત્રે જાગવું એ કુદરતના નિયમ વિરૂધ્ધની પ્રણાલીકા હોવાથી આયુવેદમાં સામાન્ય રીતે દિવસની ઉંધનો નિષેધ છે. રાત્રીના ઊજાગરા જેટલા આરોગ્ય માટે નુકશાનકારક છે એટલી જ દિવસની ઊંઘ પણ તંદુરસ્તી માટે હાનીકારક છે.

દિવસે નિંદ્રા કરવાથી શરીરમાં તમોગુણ તત્વ વધતાં આળસ, તંદ્રા, થાક, કંટાળો, ચિડીયો સ્વભાવ, ઉશ્કેરાટ કે મંદબુદ્રિ જેવા તત્વો જોર કરે છે.. ક્ફનો ઉમેરો થતાં ચામડીના રોગો, સોજા, પ્રમેહ, શરદી, શીળસ, ચરબીનો વધારો જેવો રોગો થાય છે. ગેસ- કબજિયાતના દદીએ પણ દિવસની નિંદ્રાનો ત્યાગ કરવાની ભરામણ કરવામાં આવે છે. કફ પ્રવૃતિવાળી વ્યકિતએ તો કોઈપણ ઋતુમાં દિવસ નિંદ્રાનો ત્યાગ કરવો હીતદાયક છે.

અપવાદરૂપે દિવસની નિદ્રાની છુટ આપવામાં આવી છે. બહુ થાક લાગ્યો હોય, શોક, દુ:ખ, આધાત જેવી પરિસ્થિતીમાં પીડાથી પીડાતી વ્યકિત,તાવ, લકવો જેથી પરિસ્યિતીમાં પીડાથી પીડાતી વ્યકિત માટે આવા સંજોગોમાં દિવસે સુંવું હિતદાયક ગણાયું છે..બાળકને પણ સારા બંધારણ માટે દિવસે સુવાની છુટ આપવામાં આવી છે. ઘરડા લોકોને પણ દિવસની ઉંઘ જરૂરી ગણાઈ છે. ઉલ્ટી, ઝાડા, અશકિત, ઓછુ વજન જેથી પરિસ્થિમાં દિવસે ઉંઘવાની ભલામણ કરવામાં આવે છે. રાતપાલી કરતા શખ્શો, પરીક્ષાનો ઊજાગરો વેઠતા વિધાથીઓ, રાત્રે મુસાફરી કરતી વ્યકિતઓ પણ દિવસની ઉંધ લઈ શકે છે.ઉનાળાનો દિવસ લાંબો અને રાત્રી ટૂંકી હોવાથી સખ્ત ગરમીમાં ઓછો ખોરાક લેવાતો હોવાથી, રાત્રે ટૂંકી હોવાથી, ઊંઘનો સમય પુરતો નથી હોતો. જેથી ઉનાળાની ઋતુમાં ધોમખતા બપોરે સૂવાથી નુકશાન કરતાં વધારે ફાયદો જણાય છે.

બાકી કફ- પ્રકૃતવાળા અને વધારે ચરબી ધરાવતા શખ્શોએ તો ઉનાળામાં પણ બપોરની ઉઘ લેવી હીતદાયક નથી. જાગરણ કરીને દિવસે નિંદ્રા કરતા શોખીનોને માથાનો દુ:ખાવો, અપચો,કમરનો દુ:ખાવો, મરડો, હરસ- મસા, સ્વપ્નદોષ, નજરની નબળાઈ જેવા રોગોના ભોગ બનવું પડે છે…

ઉનાળામાં નવરાત્રી મહોત્સવ, શરદપૂણીમા અને અન્ય વ્રત પવનાં જાગરણો પિત શમન કરતાં હોવાથી એવી બહેનોને દિવસની નિંદ્રાનો નિષેધ નથી. બાકી બપોરે જમ્યા બાદ સૂઈ જવું અને નસકોરાં બોલાવવા એ આરોગ્ય માટે તો નુકશાનકારક છે.. બપોરે જમ્યા પછી ડાબે પડખે પડીને થોડો આરામ કરવાની આયુવેદ ભલામણ કરે છે પણ દિવસની ઉંઘ જણાવેલા કારણો સિવાય લગીરે પણ ફાયદાકારક નથી.જરૂરિયાત પ્રમાણે અને ફરજિયાત લેવી પડતી દિવસની ઉંઘ પર ચચા કરવી નકામી છે. કારણ કે બન્ને કારણો સમજી શકાય તેવાં છે.

રાત પાલી કરતા માણસો માટે દિવસની ઊંઘ ફરજિયાત છે. મોડી રાત સુધી હોટલ કે રેસ્ટોરેન્ટમાં કામ કરતા શખ્શોને પણ દિવસની ઊંઘ લેવી પડે પડે છે. મોડી રાત સુધી લેશન કરતા કે પરીક્ષાની તૈયારી કરતા વિધાથીઓએ પણ દિવસનાં સજાગ રહેવા માટે જરૂરી ઊંધ કરવી જરૂરી છે.

No Comment

Comments are closed.