Input Content

આતો આપણી રોજીંદી ટેવો છે. એક ગ્લાસ પાણી પીને ભોજન કરનાઓની આજે કમી નથી.. ઘણીવખત છોકરાંઓ નિશાળેથી આવે એટલે પહેલું પાણી ગટગટાવે. પછી ડાઇઅનીંગ ટેબલ પર જઇને જમવા બેસે. ધણી કામેથી થાક્યા પાક્યા આવે. છેક વહેલી સવારે જમીને ગયા હોય… ઘરે આવે એટલે પ્રેમાળ પત્ની પાણીનો ગ્લાસ ધરે અને પતિદેવ થોડા તરસ્યા હોય તો પણ આખો ગ્લાસ પી જાય… હોટલમાં જઇએ ત્યારે સૌ પ્રથમ પાણીનો ગ્લાસ આવે અને પછી જમવાનું આવે…

સઘળી ટેવો આરોગ્ય માટે સારી નથી. પાણી પીને ભોજન લેવાથી ખાનારની અડધી ભૂખ મરી જાય છે. જઠરાગ્નિ મંદ થઇ જવાથી ખોરાક ઓછો લેવાય છે અને પાચન સારૂં થતું નથી જેથી માણસનું શરીર વધતું નથી… પાચનતંત્રમાં વિધ્ન પડવાથી વાયુ, કફ અને પિત જેવા ત્રિદોષો ત્રણેય અથવા એમાંનો એક તો જરૂર રૂઠે છે.

આપણે રેસ્ટોરેન્ટમાં જઇને બેઠા કે પાણી આવ્યું. તરસ ન હોય છ્તાંય આપણે હોંશે હોંશે પાણી પી નાખીએ… પછી મસાલેદાર વાનગી પીરસાય જેમાં તીખો રસ વધારે હોવાથી અધવચ્ચે પણ પાણી પિએ ખરા.. અને મોંમાં તીખાશ ઓછી કરવા જમ્યા ઊપર પણ પાણી પી નાખીએ.

આમાં હોટલવારાને જરૂર ફાયદો થાય. તમારી સાચી ભૂખ કરતાં પોણા ભાગનું  ભોજન તમે માંડ લઇ શકો. શરૂઆતનો પાણીનો ગ્લાસ અને અધવચ્ચનું પાણી.. તમારી ભૂખ ઘણી ઓછી કરી નાખે છે… શરીરમાં નુકશાન થાય એ વધારામાં. ભોજન કર્યા બાદ મોટા ભાગના લોકો એકથી બે ગ્લાસ પાણી તો પી જતા હોય છે… જે આપણાં માટે લગીરે પણ હીતકારક નથી.

જમ્યા પર તરત જ પાણી પીવાથી શરીરમાં ચરબી વધે છે એટલું જ નહિ આળસ, વધારે પડતી ઊંધ અને જમ્યા પછી સૂવાની આદત પડી જાય છે. જેથી કરીને શરદી-કફનારોગો અને ગળાંના રોગો ઘર કરી જાય છે. પાચનતંત્ર બગાડે એ વધારામાં –વધારે ચરબીવાળા અને શ્વાસ-કફના દર્દીઓ જમ્યા પછી પાણી ના પીએ અને દિવસની નિદ્રાંનો ત્યાગ કરે તો પણ એમને ઘણો ફાયદો થાય… ભોજનની વચ્ચે કે અંતમાં છાશ જરૂર પી શકાય કારણ કે છાશ એક સપૂર્ણ ખોરાક  છે….

જમતાં જમતાં પાણી પિવાથી લાભ પણ થાય છે. વચ્ચે પાણી પીવાથી તંદુરસ્ત માણસની ભૂખ ઊઘડે છે..ખોરાક ખાવામાં વધારે રૂચિ થાય છે. બાકી તો ઋતુ, પ્રકૃતિ,અને વાતાવરણને આધીન અધવચ્ચે પાણી પીવાય. તેમાંય શરદીના રોગો, કફ-શ્વાસના રોગો, પેશાબનો રોગ, બહુ મુત્રતા, ઝાડા, હરસ, આમવતા કે જેને સોજા હોય એવા માણસોએ જરૂર પડ્યે પણ મર્યાદામાં અધવચ્ચે પાણી પીવું.

અધવચ્ચે પાણી પીવું એ ખોરાક નિયંત્રણ માટે ઊપયોગી છે. જેમને મોટાપો હોય એવા મેદસ્વી માણસો માટે પણ લાભદાયક ગણાય. જેમનો સહેજે આહાર ઘણો હોય, અને ખાવાની મર્યાદા ન રાખી શકતા હોય, એમના માટે અધવચ્ચે પાણી પીવું હિતકારક ગણાય…..

બાકી તો જમ્યા પહેલાં તુરત કે જમ્યા પછી તુરત પાણી દરેકને માટે નુકશાન છે. જમ્યા પહેંલા ઓછામાં ઓછો અડધો કલાક અને જમ્યા પછી ઓછામાં ઓછા દોઢ કલાક પછી પાણી પીવું હીતદાયક છે.

બહુ ચાલીને તાત્કાલીક પાણી પીવું હીતદાયક નથી. પાણી ધીરે ગતીથી શરીરની જરૂરત પ્રમાણે પાણી પીવું જરૂરી છે. બહુ પસીનો વળે, વધારે પડતો તાપ હોય ત્યારે વધારે પ્રમાણામાં પાણી પીવું. નહિતર શરીરમાં પાણી ઘટી જવાથી અન્ય ઊપાધી ઊભી થાય છે.

No Comment

Comments are closed.