Input Content

કચ્છ નીલકંઠ વર્ણી અને રામપુરના કણબી પટેલ લક્ષ્મણભાઈ

(પ્રભુ લક્ષ્મણભાઈના હાથનો રોટલો જમે છે.)

વર્ણી જયારે વન વિચરણની યાત્રા મુલતવી રાખીને કચ્છના બિલેશ્ર્વર મુકામે મહાદેવજીને મળવા માટે કચ્છની યાત્રા કરી ત્યારે રામપર ગંગાજી પર હતા રસ્તામાં ભૂખ- તરસ લાગતાં મેરાઈ વાડીએ પધાર્યા. જ્યાં ત્રણ કણબી પટેલો કોશ હાકંતા હતા.ગામની એક માત્ર સધ્ધર ગણાતી વાડીમાં ત્રણ કેરાઈ બંધુઓ-ભીમજી, ખીમજી અને લક્ષ્મણ આશરે ત્રીસેક વીધી જેવી જમીન ને પાણી પાતા હતા. પ્રભુએ વાડીએ જઈને કૂંડી પર આસન જમાવ્યું અને પોતે ભૂખ્યા હોવાથી કંઈક ખાવાનું હોય તો આપવાનું ત્રણે ભાઈઓને કહયું. ભીમજી અને ખીમજીએ તો તાત્કાળીક ઝીંકામાંથી પોતાના કોષ બંધ રાખ્યો અને ઝાડમાં ટીંગાતા ઝીંકમાંથી પોતાના ભાગનો ડબરો ખોલીને વર્ણીને રોટલો, અથાણું, ગોળ અને કુયડામાંથી છાશ પીરસી. વાડીમાંથી થોડાં લીલાં મરચા અને એક કુમળો લાવીને ધોઈને પ્રભુને ધર્યા.

પ્રભુ રોટલો જમી રહયા એટલે લક્ષ્મણ પાસે પાણી માંગ્યું ત્યારે કૂંડીમાંથી તાંસળી ભરીને પ્રભુને પાણી આગળ ધયું ત્યારે નીલકંઠવર્ણીએ ચામડાના કોષનું પાણી પોતે પીતા ન હોવાની વાત કરી. દોરી – લોટો હોય તો પોતે કૂવામાંથી સીંચી લેશે એવું પૂછતાં લક્ષ્મણે એ ન હોવાની વાત કરી ત્યારે લક્ષ્મણ અને વર્ણીની વાતો સાંભળતા બન્ને ભાઈઓ કે જેમને કોઈ પણ બાવાને રોટલો આપવાની ઈચ્છા નહોતી. થતી. એ ત્રણેય જણાની નવાઈ વચ્ચે વર્ણીએ પોતાનું કમંડળ હાથમાં લીધું અને ત્યાંથી કૂવા સુધી આશરે વીસ ફુટના અંતરે પોતાનો હાથ લાંબો કર્યો અને ત્રીસ ફુટ ઊડા કુવામાંથી પાણી ભરીને સાથે રાખેલા વસ્ત્રના ટુકડાથી ગાળીને પીધું. બાવાનું આવું કૂતુહલ જોઈને કોશ બંધ કરીને લક્ષ્મણની બાજુમાં બે ભાઈ આવે એ પહેલાં વર્ણીએ પોતાનું વિરાટ સ્વારૂપ ધાર સ્વરૂધા ધારધારણ કર્યું . વાડીમાં પ્રકાશ પ્રકાશ થઈ રહયો જેથી અંજાઈને વાડીમાં કામ કરતા ખેત- મજુરો અને બાજુની વાડીના ધારણ કર્યું. વાડીમાં પ્રકાશ થઈ રહયો જેથી અંજાઈને વાડીમાં કામ કરતા ખેત- મજુરો અને બાજુની વાડીના કણબી પટેલો આ પ્રકશની હકીકત જોવા મેરાઈ વાડીએ દોડયા. ત્યાં વર્ણીએ પોતાનું સ્વરૂપ અદ્રશ્ય કર્યું. અને આંખના પલકારામાં પલકારામાં પશ્ર્ચિમે દિશાએ ગંગાજી પ્રતિ ચમકારો મારી ગયા.

લક્ષ્મણભાઈ બીલેશ્ર્વર મહાદેવના પરમ ભકત હતા. એમની વાડીથી ચાર કિલો મીટર દુર આવેલા બિલેશ્ર્વર શંકરમંદિર માં તેઓ દર સોમવારે દર્શને જતા. એક દિવસ શંકર ભગવાને એમને સ્વપ્નમાં દર્શન આપીને એમને ટૂંક સમયમાં કૃષ્ણ ભગવાને દર્શન થશે એવા આર્શીવાદ આપ્યા.અને કૃષ્ણ ભગવાન બાવા સ્વરૂપે એને ત્યાં આવીને રોટલા પણ જમશે. ત્યારબાદ લક્ષ્મણભાઈ વાડીએ આવતા તમામ વૈરાગી બાવાઓને પોતાના ભાગનો રોટલો જમાડતા. કોણ જાણે કયા સમયે એનો વાલીડો એને ત્યાં બાવા રૂપે આવે ? એના બન્ને ભાઈઓ એની મશ્કરી કરતા અને બાવાઓનો બહુ ભરોષો ન કરવાની ભરામણ કરતા.

બીજા દિવસે જયારે નિત્ય નિયમ મુજબ બીલેશ્ર્વર મહાદેવના દર્શને ગયા ત્યારે શંકર ભગવાને એમને પ્રત્યક્ષ દર્શન આપીને  વર્ણી રૂપે ભગવાન ગઈ કાલે એને ત્યાં રોટલો જમીન પોતાને ત્યાં પધાર્યા હતા, એવા શુભ સમાચાર આપ્યા. આ સમાચાર લક્ષ્મણભાઈએ પોતાના ભાઈઓને અને ઘરે જઈને વાત કરી. થોડીવારમાં વાત આખા ગામમાં પ્રસરી ગઈ અને ગામલોકો પ્રભુને પ્રત્યક્ષ રોટલો ખવડાવ્યા બદલ લક્ષ્મણભાઈને અભિનંદન આપ્યા. ઘણાય ગ્રામજનો વાડીએ જઈને જે સ્થળે બેસીને ભગવાન રોટલો જમ્યા હતા.એ જગાને પગે પડીને પોતાની જાતના ધન્યવાદ માનવા લાગ્યા.

આગળ જતાં, એ પુનિત જગા પર નાની છતેડી ઊભી કરીને પ્રબુના પ્રભાવીત પગલાં પધરાવ્યાં, ભુજ મંદિરના સંતો પાસે એની વીધી કરાવી. ત્યારે ગામ અને આજુ- બાજુના વિસ્તારના  સેંકડો કણબી પટેલ ભેગા થયા હતા. ધીરે ધીરે મેરાઈ વાડીમાં પ્રભેના પગલાની છતેડી નો એટલો મહિમા વધી ગયો કે કણબી પટેલના ચોવીસ તમામ પરદેશથી આવતા સત્સંગીઓ ગંગાજી સ્નાન કરવા જાય ત્યારે અહિં મેસાઈ વાડીમાં પ્રભુની પગલાં ધરાવતી છતેડીના દર્શને અચુક આવતા.

મેરાઈ વાડીથી નજીકમાં જ સ્વામિનારાયણ ભગવાને પાવન કરેલું પવિત્ર ગંગાધામ પર ગંગેશ્ર્વર મહાદેવનાં મંદિરની સ્થાપના કરવામાં આવી અને હજારો શ્રધ્ધાળુઓ માટેનું એ વિશેષ તીર્થધામ બની ગયું.

આગળ જતાં શ્રી સ્વામિનારાયણ ભગવાન તરીકે શ્રીહરિ જયારે ક્ચ્છની ધરતીને પાવન કરવા પધારેલા ત્યારે ગંગાજી પર જતાં પહેલા મેરાઈ વાડીમાં લક્ષ્મણભાઈને ખાસ દર્શન આપવા ગયેલા અને પોતાની વર્ણી તરીકેની અગાઉની મુલાકાતની વાત કરેલી. ગદગરીત થયેલા લક્ષ્મણભાઈને મહારાજને દંડવત કર્યા અને એ સમયે પ્રભુને રોટલો આપવાની ના પાડનાર ભીમજી અને ખીમજી ભોઠા હદયે મહારાજને દંડવત કર્યા અને માફી માગી.

લક્ષ્મણભાઈનેને શ્રીજી મહારાજે જયારે વરદાન માગવાની વાત કરી ત્યારે છેલ્લા છ વરસથી સંતાન નિહોંણા રહેલા એના દિકરા હીરજી માટે સંતાનનું વરદાન માગ્યું. ત્યારે પ્રભુએ એમને એક નહિ પણ ચાર દિકરા અને એક દિકરીનું વરદાન આપ્યું. તેમાંય દીકરી તો પોતાની સાત પેઢીને તારે એવી પ્રભાવશાળી સત્સંગી થશે અને કચ્છમાં અનેરો સત્સંગ કરાવશે.ધન એમના ચરણોમાં લેટશે. એટલે એમનું નામ ‘ ધનબાઈ’  રાખવાની ભરામણ કરી. અને આગળ જતાં હીરજીભાઈની દિકરી ‘ધનબાઈફઈ’ તરીકે પ્રખ્યાત થઈને સ્વામિનારાયણ સત્સગમાં ચાર ચાંદ લગાડી દીધા. કહેવાય છે કે ધનબાઈ ફઈનો થાળ પ્રભુ પ્રત્યક્ષ સ્વીકારતા અને જરૂર પડ્યે એમને દર્શન પણ આપતા…

No Comment

Comments are closed.