ગયા વર્ષની દિવાળીના દિવસોમાં ચોબારી વિસ્તારના એક આધેડ વયનાં બહેન એમના આખા શરીરે સોજાના ત્રાસનો ઉપચાર માટે મારી કલીનીકમાં એમના કોઈ ગાંધીધામના ઓળખીતાને લઈને આવેલા.
બેલેબોરેટરીના રીપોર્ટસ અને ત્રણ દાકતરોની સારવારનાં કાગળીયાં પણ સાથે લેતાં આવેલાં. પેશાબ છુટ કરવાની તમામ મૂત્રલ ઔષધીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.નેપટાલ ઈજેકશન અને ગોળીઓનો કરવામાં આવ્યો હતો. ગોખરૂમાંથી તૈયાર થયેલી આયુવેદની દવાઓ, અશ્મરીકંડન રસ અને કાઢા, પુનર્નવાદી મંડુર, બંગેશ્વર રસનો કોર્સ પણ નાકામયાબ નીવડયો હતો.
પેશાબ છુટ આવવામાં તકલીફ પડતી હતી. પેઢુમાં દુ:ખાવાની પણ ફરિયાત હતી.
અંજારની લેબોરેટરીમાં નવા રીપોર્ટસ કઢાવ્યા. પેશાબમાં આલબુમીન, ઝીણી ઝીણી કાંકરીઓ, પસ અને રકતકણોનું પ્રમાણ જોવામાં આવ્યું.
આયુવેદમાં બીજી કોઈ અકસીર દવા આપ્યાના ખ્યાલે યાદગીરીમાં એક વાંચેલો પ્રયોગ યાદ આવ્યો. સુપસીદ્ર અને અનુભવી વૈધ નવીનભાઈ ઓઝાનો એ પ્રયોગ.
“ પીલુડીનો એ પ્રયોગ” ચોબારી વિસ્તારમાં પીલુડી આશાનીથી પ્રાપ્ત થઈ શકે. આખા શરીરે સોજા ઉતારવામાં પીલુડીને વાટીને એનો રસ આખા શરીરે ચોપડવાનું સુચન કયું અને સવાર- સાંજ પીલુડીનો તાજો રસ એક એક ચમચી પીવાનો પણ ખરો. ખાવા- પીવામાં ફકત સાદાં પ્રવાહી, નાળીયેલ નું પાણી, દુધ અને સોડા, દશ દિવસ પછી બહેન જયારે મારાં દવાખાને આવ્યાં ત્યારે સોજા નહિવત અને પેશાબ છુટથી આવતો હતો, કોથ પરનો દુ:ખાવો પણ નહિવત હતો. સારો ખોરાક લેવાની છુટ આપી, ખટાશ, તીખું, તરેલું અને નીમકની પરેજી આપી.
પીલુડી જેનું બીજુ નામ કીડામારી અને કાકમાચી પણ છે એ શોથહર અને મૂત્રલ હોવાથી આવા કેશોમાં વાપરવી આર્શીવાદ સમાન છે.
એક એવા જ બીજા કેશમાં એ દર્દીના અગાઉના ઉપચાર સાથે કેસુડાનાં ફુલનો લેપ બનાવીને પેઢુ પર લગાડવાની જરૂર પણ પડી હતી. એ કેશમાં પેશાબ છુટ બીજે જ દિવસે થઈ હતી પણ સંપૂર્ણ સોજા ઉતારતાં પુરા અઠાવીસ દિવસ લાગ્યા હતા.
આર્યુવેદમાં ઉપચાર સાથે સાથે યથા- યોગ્ય પરેજની આવશ્યકતા રહેલી છે. પરેજી પાડવાથી ધાર્યું પરિણામ ઘણી વખત સમય પહેલાં પણ મળી શકે છે.
સોજામાં ગૌમૂત્રનુ સેવન પણ આર્શીવાદરૂપ નીવડે. રોજ નરણા પેટે અડધો ગ્લાસ ગૌમૂત્ર પીવું. પાણી ઓછું પીવાનું અને નીમકની જગાએ સીંધાલુણ વાપરવું.
No Comment