Input Content

આયુર્વેદમાં મધને કફનાશક તરીકે ઉત્તમ ઔષધની ગણના કરી છે. આયુર્વેદ ક્ષેત્રમાં શુધ્ધ મધની ખુબ ચર્ચા કરવામાં આવી છે…

મધ તાસીરે ગરમ, સ્વાદે મધુર ઉપરાંત થોડું તુરૂ અને લુખું છે. મધ જયારે પાચનક્રિયામાં ઉતરે છે ત્યારે તીખો ગુણ પેદાશ કરે છે. જેથી એ અકસીર કફનાશક પુરવાર થયું છે.

મધ સ્વાદે મીઠું હોવા છતાંય એની મધુરાઇમાં અપવાદ છે. ખાંડની મધુરતા અને મધની મધુરતામાં જમીન આસમાનનો તફાવત છે. મધની મધુરતા તરેહ તરેહનાં ફળો અને પુષ્પોની બનેલી છે. મધમાખીઓ મારફત બુંદ બુંદ એંકઠાં કરીને મધપૂડામાં તૈયાર થતું મધ શરીરમાં ડાયાબીટીશને નડતી શર્કરા પેદા કરતું નથી… ઇન્સુલીન પેદા કરતા પેન્કીયાઝ પર એની લગીરે અસર નથી. મધ ચીકણું નથી. જેથી મોંઢામાં મધ નાખવાથી મોંઢું સાફ રાખે છે. મધ એક અદભૂત ટોનીક છે અને કોઇ પણ અન્ય દ્રવ્યની સાથે ભળીને એને વધારે તાકાતવાન બનાવે છે.

મધ એક શ્રેષ્ઠ કફનાશક ઔષધ હોવાથી શરદી, કફ, ઉધરસ, શ્વાસ, હેડકી, ઉલટી, સાદ બેસી જવો, મોઢું પાકવું, પેઢામાં ચાંદા થવાં, કાકડા, ધા-વ્રણ, આંખના રોગો,ટી.બી.અને અમુક અંશે પ્રમેહ રોગમાં પણ એકલું મધ કે એને મળતા અન્ય દ્રવ્યો સાથે ભેળવીને ઔષધરૂપે છુટથી વપરાય છે. અને એટલું જ અસરકારક પુરવાર થયું છે…

ડાયાબીટીશવારા દર્દીઓને જ્યારે ખાંડના પદાર્થો કે અન્ય સાકર પેદા કરતા દ્રવ્યો ખાવાનો નિષેધ છે ત્યારે સેકરીનની વધારે માત્રા લાંબે ગાળે શરીરમાં નુકશાનકારક હોઇ શકે પણ શુધ્ધ મધની વપરાશ લગીરે પણ નુકશાનકારક નથી. ઉલટાની શરીરમાં આરોગ્યના સમતુલન માટે હીતકારક છે.

નેત્ર માટે મધ એ અનમોલ ઔષધ છે આંખોમાં શુધ્ધ મધ આંજવાથી આંખની ઝાંખપ દુર થાય છે. અને તેજ વધે છે. આંખમાં લાલાશ, બળતરા કે ખંજવાળ માટે શુધ્ધ મધ વાપરો. બજારમાં શુધ્ધ મધમાંથી બનાવેલા આંખના ટીપાં ‘નેત્ર પ્રભા’ આંખના મોટા ભાગના રોગો માટે હિતદાયક છે.

મોટાપો ઘટાડવા માટે મધ અતિ ઉત્તમ છે. રાત્રે પાણીમાં પલાળેલ મધને વહેલી સવારે અડધા લીંબુના રસમાં ભેળવી ને લેવાથી અને સવારે પલાળેલા મધમાં બાકીનું અડધું લીબું નાખીને ભેળવેલા મધને સાંજે લેવાથી વજન ઘટાડી શકાય છે. જેમને લીંબુની ખટાશ માફક ન આવતી હોય તેઓ ફકત ‘મધુજળ’પણ વાપરી શકે છે. વજન ઊતારવા માટેનો આ નિર્દોષ અને અકસીર ઉપચાર છે.

મધની ખરીદી કરવા નીકળીએ ત્યારે સૌ પ્રથમ શુધ્ધ મધનો આગ્રહ રાખવો અને ઓછામાં ઓછા એક વરસ જુનું મધ લેવું. તાજું મધ ઔષધ તરીકે એટલું હિતદાયક નથી. મધ જેટલું જુનું એટલું વધારે ફાયદાકારક…

શુધ્ધ મધ કદી બગડે નહિ. બનાવટી મધ કે ભેળસેળવારૂં મધ જુનું થાય એટલે બગડે અને વાસ પણ મારે. શુધ્ધ મધની વાટ દીપ જ્યોત પ્રગટાવે… શુધ્ધ મધ મોંઢામાં ચીકાસ ન રાખે. અને શુધ્ધ મધ રોટલી પર ચોપડીને કૂતરાંને ખવડાવીને તો ભૂખ્યું કૂતરૂં પણ ન ખાય. સૂંઘીને ચાલ્યું જાય….

શરીર પાતળું હોય કે વજન ઓછું હોય એમણે મધનો ખૂબજ મર્યાદામાં ઊપયોગ કરવો. મધ તાસીરે ગરમ હોવાથી શિયાળમાં એનો ઉપયોગ હીતકારક છે. બધા આહારમાં જ્યાં વિરુધ્ધ આહારનો પ્રશ્વન ન નડે ત્યાં મધ છુટથી વાપરી શકાય.

મધમાખીઓ મારફત કુદરતી રીતે તૈયાર થતું મધ અત્યારે અનેક સ્વાદમાં મળે છે. પાળેલા મધમાંખી મારફત જેવું મધ તૈયાર કરવું હોય એવા બગીચા બનાવીને મધમખીઓને એ બગીચામાં સ્થાન આપવામાં આવે છે. આજે અમુક દેશી ફાર્મસીઓ એવાં લસણ, તુલસી અને આદુનાં શુધ્ધ મધ બજારમાં મૂકીને સારી નામના મેળવે છે. ભાવમાં મોંઘા હોવા છતાંય ઔષધરૂપે વાપરવામાં જરાય મોંઘા નથી…. મધને ફ્રીઝમાં કદાપી ન રાખવું અને ગરમ જગાએ પણ ન રાખવું. બગડવાની શકયતા છે. મધને કદાપી ગરમ કરીને ન વાપરવું કે ગરમ દુધ કે અન્ય ગરમ પદાર્થમાં નખીને પણ ન વાપરવું. ઘણી વખત એમાં આરોગ્યને હાની થવાનો પ્રસંગ ઉભો થાય છે… નવશેકા પદાર્થમાં વાપરી શકાય…

મધ એક સંપૂર્ણ આહાર છે. કેન્યામાં અને અન્ય આફ્રિકી દેશોમાં અમુક આદીવાસી પ્રજા જે કદીય ઉગાડેલો ખોરાક ખાતી નથી એ ફકત દુધ, પશુ-રક્ત અને મધ પર રહીને ગુજરાન ચલાવે છે. મધ એ એમનો મુખ્ય ખોરાક હોય છે. અને એમનાં શરીર ખુબ ખડતલ દેખાય છે.

No Comment

Comments are closed.