મારી તાજેતરની ઇંગ્લેન્ડની અભ્યાસ યાત્રામાં મારે ભાગે અહિંની પ્રાઇમરી અને ગ્રામર શાળાઓમાં બાળકોને ‘શિષ્ત ઘરમાં અને શાળામાં’ વિષય પર બોધ આપવાની યુવા-પેઢી સાથેની ચર્ચા-વિચારણા દાદ માગી લે એવી ગઇ.
ભારતીય શાળામાં બાળકોની ગણતરીમાં અહિંનાં ગોરાં શાળાનાં બાળકોમાં ‘સભ્યતાં’ નો જરા વધારે અભાવ જણાયો. પોતાની જાતને ‘શિષ્ત’ક્ષેત્રે આગળ ગણાવતી બ્રીટીશ પ્રજાનાં સંતાનો ઘરમાં ભલે થોડી ઘણી સભ્યતા જાળવતાં હોય પણ શાળામાં જતાં એમનામાં રહેલી શિષ્ત-ભાવના કદાચ સ્કુલ સંપાઉન્ડની બહાર જ રહી જતી હશે.
મોટાભાગનાં ગોરાં બાળકો વહેલી સવારની શાળામાં નાહયા-ધોયા વગર જાય. ચાલો એતો સમજી શકાય. અહિંનું વાતાવરણ ઠંડુ એટલે નાવામાં રૂચિ ન થાય. શાળાએથી પરત આવ્યા બાદ નાહી લે.
શાળાએ જતાં બાળકોમાં ઘણાં પોતાનાં બીસ્તરમાં રમત કરવાનાં સાધનો નાખે. એ પણ ઠીક. પણ ધારદાર ચપ્પુ, બ્લેડ કે ફોર્ક પણ નાખવાનું ભુલે નહિ. કદાચ જગડો કરતી વખતે સાધન કાઢવાની જરૂર આવી પડે તો એ સમયે શોધવા ક્યાં જવું?
સાથે મોબાઇલ ફોન તો ખરો જ… ચાલુ વર્ગે તરેહ તરેહના ટેક્ષ કરવા માટે.. ટીચર જ્યારે બોર્ડ પર અમુક ડાયેગ્રામ દોરીને લેશન કરાવતા હોય ત્યારે અડધા વિધાર્થીઓનાં હાથ મોબાઇલ ફોન પર હોય. શિક્ષકોની અનેક ભરામણો કે ફરિયાદો કર્યા છતાંય છોકરાંઓ ‘મોબાઇ’ વગર વર્ગ પ્રવેશ ન કરે. વાલીઓની સભામાં એની ચર્ચા થાય પણ એમાંથી મોટાભાગનાં માબાપો એ વાતને ધ્યાનમાં ન લે. અને લંડનમાં શાળાઓમાં અભ્યાસ કરતાં છોકરાં સાથે શિક્ષકો બળજબરી કરવાનું નામ લે.
દફતર બહાર ચોકીદાર પાસે ચેક કરાવીને શાળામાં અંદર જવાનો રિવાજ ભલે કર્યો પણ ચાલે નહિ. શિક્ષક જો દફતર તપાસે તો શિક્ષકના બાર વાગી જાય.
અમુક છોકરાંઓ ચાલુ વર્ગે મોબાઇલમાં ગીતો વગાડે. શિક્ષક બેત્રણ વખત કહે ત્યારે બંધ થાય. મોબાઇલ બંધ કરીને વર્ગમાં જવાની સૂચના કોણ માને?
એના માટે અત્યારના બ્રીટીશ વડાપ્રધાન જોર્જ બ્રાઉનને પાર્લામેન્ટમાં ચર્ચા કરવી પડે. શાળામાં મોબાઇલ ફોન ન લઇ જવો એ વાલીઓ અને શિક્ષકો વચ્ચેની વાતચીતથી નક્કી થઇ શકે. આવી વાતોમાં જો વડાપ્રધાન જેવા દેશનાં પ્રથમ નાગરિકને ધ્યાન આપવું પડે તો પછી એના ભાગે આવેલાં દેશનાં અન્ય મોટાં કાર્યોમાં કેટલો સમય આપી શકે?
શાળામાં છોકરાંઓ વચ્ચે વાત વાતમાં મતભેદ થાય. જગડા થાય અને મારામારી પણ થાય. શિક્ષક વચ્ચે પડીને છોડાવે અને જો અજાણતામાં કોઇક છોકરાને શિક્ષકની જરા ધક લાગી કે હડફેટ લાગી તો મામલો સીધો કોર્ટમાં જાય. શાળાના શિક્ષકો વિધાર્થી પર હાથ ઊપાડ્યો અને ઘણી વખત ઊડાં ઊતર્યા વગર કોર્ટમાં ન્યાયાધીશ છોકરા તરફી ચુકાદો આપી દે. નજીવી બાબતમાં વચ્ચે પડવા જતા શિક્ષકને દંડ ભરવો પડે અને ઘણી વખત શાળામાંથી થોડા સમય માટે સસ્પેન્ડ પણ થવું પડે.
બ્રીટેનમાં શાળાનાં છોકરાંઓને એના માસ્તર વઢી પણ ન શકે. પછી શિક્ષા આપવાની કે કાન પકડવાની વાત ક્યાં આવે?
બ્રીટેનમાં શિક્ષકો વિધાર્થીઓથી ગભરાય. વિધાર્થીઓ શિક્ષકથી ભાગ્યે જ ગભરાય.
અમુક બળુકા છોકરાઓ અન્ય ઢીલાપોચા વિધાર્થીઓ પર દાદાગીરી પણ કરે. નબળાં છોકરાંઓ એવા દાદા-છોકરાથી બીએ અને ભૂલેચૂકે પણ એને છંછેડવાની હિંમત ન કરે. ઘણી વખત કલાસમાં ચાર પાંચ છોકરાં હિંમત કરીને ભેગાં થઇને દાદાગીરી કરતા છોકરાને જરૂરી પાઠ પણ ભણાવે.. ઘણાં છોકરાં ઘરે જઇને પોતાનાં માબાપ આગળ ફરિયાદ કરે. રોજ ફરિયાદ કરે ત્યારે માંડ એકાદવાર માબાપ એની ઘાં સાંભળે અને શાળામાં ફરિયાદ નોંધાવવા જાય કે વાલી સભામાં એની ચર્ચા કરે.
શાળાના પ્રીન્સીપાલ એવા ‘બુલી’કરતા છોકરાઓ સાથે બહુ સમજી વિચારીને પગલાં ભરે.
અમુક શાળામાં તો શિક્ષકોની કિંમત કારકુન જેટલી… કોઇ જ સન્માન નહિં. શિક્ષકને ગુરૂ માનવાવારા વિધાર્થીઓ ગોત્યા મલે. શિક્ષક કલાસ-રૂમમાં આવે ત્યારે ઊભા થવાનું તો નામ નહિ.
બ્રીટેનમાં ભારતીય મૂળના વિધાર્થીઓનો એકંદરે રીપોર્ટ સારો. સભ્યતામાં ગોરા વિધાર્થીઓ કરતાં ભારતીય વિધાર્થીઓની ગણના થાય. તમામ વિદેશીઓમાં આજના ક્ષેત્રે ભારતીય વિધાર્થીઓનો ભણવામાં નંબર પહેલો… અને સભ્યતામાં પણ પહેલો….
No Comment