Input Content

આયુર્વેદમાં વાયુના એંશી પ્રકારના રોગો કહયા છે.. વાયુ સર્વ જીવમાત્રના શરીરમાં રહેલો છે. વાયુ વગર જીવની કિયા નથી. વાયુનો વિકાસ થાય તો શરીરમાં બિમારી આવે. વાયુ વીફરે તો શરીરમાં અનેક અનર્થ થાય.

વાયુનો પ્રકોપ એટ્લે વા.. વાયુનો અતિરેક એટલે ગેસ. એકમાં સાંધા ઝલાય. સોજો થાય, દુ:ખાવો થાય. બીજામાં પેટ કે શરીરના કોઈપણ ભાગમાં ગેસ ભરાય. જયાં ગેસ ભરાય ત્યાં દુ:ખાવો થાય. ઓડકાર આવે તો કંઈક રાહત થાય. વાયુ મૂંઝાય તો તકલીફ થાય. વાયુ પાદ મારફત નીકળી જાય. એ સારૂં છે. ઊંધો ચડે તો જરૂર તકલીફ ચડે. તેમાંય ઓડકાર મારફત નીકળી જાય તો ઠીક છે બાકી મૂંઝાય તો શરીર ના કોઈ પણ ભાગમાં તકલીફ ઊભી કરે.

વાયુ એ વાસ્તવીકતામાં સમગ્ર જગતનું નિયમિત અને કુદરતી કમાનુસાર સંચાલન કરે છે… સૂર્ય ઊગે છે અને આથમે છે, ટાઢ વાય છે, ગરમી પડે છે, પવન ફૂંકાય છે, લૂ વાય છે, તોફાન થાય છે, ગ્રહો ફરે છે, રાત પડે છે, દિવસ થાય છે. વૃક્ષો મોટા થાય છે, નદીઓના પ્રવાહ વહે છે, સૃષ્ટીનો કર્તા- હર્તા વાયુ જ છે.

માનવ શરીરમાં રહેલો વાયુ શરીર – ચેતનાનું સંચાલન કરે છે. માનવ શરીરમાં ઉત્સાહ, જોમ, સ્ફૂર્તી અને બળનું રોપન કરે છે. શરીરમાં વાયુ પર જયાં સુધી માનવી નિયંત્રણ રાખી શકે ત્યાં સુધી વાયુ લાભદાયક. વાયુનો દોર છૂટો થાય તો શરીરમાં અનેક પ્રલન થાય. વાયુ પરના નિયંત્રણ ગુમાવાયા તો શરીરમાં અનેક રોગો પેદા થાય. શરીરના સમગ્ર ભાગમાં વાયુ સમાયેલો છે.

શરીરમાં વાયુ ખૂટવાથી પણ હાલાકી થાય છે. ઘણી વખત કૃત્રિમ ઓક્ષજન આપીને વાયુનું પ્રમાણ સરભર કરવું પડે છે. શરીરમાં વાયુના પરિણામે અને જોરે માનવી હાલી- ચાલી શકે છે, બોલી શકે છે, વિચારી શકે છે, ખાઈ શકે છે, પી શકે છે, ખોરાસ પચાવી શકે છે, મળમૂત્ર કિયા કરી શકે છે.

જે વાયુ સમગ્ર સૃષ્ટીનું સંચાલન કરે છે એજ વાયુ સમગ્રમાનવ- દેહનું સંચાલન કરે છે. વાયુની કિયામાં પરિવર્તન થતું જ રહે છે. વહેલી સવારે, સાંજે અને રાત્રે વાયુનું પ્રમાણ દિવસ્ના બીજા ભાગ કરતા વધારે હોય છે. ભૂખ લાગી હોય ત્યારે વાયુકારક ખોરાક ઉતાવળે ખાવાથી પેટમાં આફર થાય છે. અને વાયુ વધવાથી પાચન શકિત નબળી પડે છે. પેટમાં આફરો થાય છે. એકંદરે વાયુના એંસી પ્રકાર શરીર આરોગ્ય માટે જરૂરી છે. ઘડપણમાં શરીર તંત્ર, મુખ્યત્વે પાચનતત્ર નબળું હોવાથી ગેસ વધે છે.

કોઈપણ જાતનાં શૂલમાં વાયુનો પ્રકોપ તો હોવાનો જ. વાયુ વગર શૂલ નહિ… વાયુ વીફરે ત્યારે અશાંન્તિ, અશકિત, અનિંદ્રા,શરીર ઠંડુ પડી જવું, ધ્રજારી આવવી, પેટમાં દુ:ખાવો, કાનનો દુ:ખાવો, ધનુર, વાઈ- ફેકરૂ, પક્ષાધાત, કંપવા જેવા અનેક વાયુ- પ્રધાન રોગો ઊત્પન્ન થાય છે.

વાયુ પર પ્રભુત્વ રાખવા માટે યથાયોગ્ય મધુર, ખાટો, ખારો, ગરમ ખોરાક લેવો હીતદાયક છે. બટેટા, ગોવાર, કોબી, ચણા, ચોરા, વાલોર, વટાણા જેવા વાયડા પદાર્થોમાં વાયુનું પ્રમાણ વધારે પડતું હોવાથી પ્રમાણસર લેવાં અથવા તો પ્રકોપ દરમિયાન ન લેવાં.. લસણ, હીંગ, મેથી, સરગવો, રીંગણ, અજમો, આદુ- સૂંઠ, વિગેરે ખોરાકમાં જરૂર પ્રમાણે વાપરવાથી વાયુનું શમન થાય છે.

વાના રોગોમાં માલીશ, શેક, ચંપી, આરામ અને પંચકર્મ વાયુના રોગોને કાબૂમાં લાવે છે કે મટાડે છે.

વાયુ વીફરે તો નાભીચક ઠેકાણું મૂક છે. ઉપર કે નીચે જાય છે. કયારેક સાઈડમાં પણ ઊતરો જાય છે. ઊલટી મોળ, ઝાડા કે બંધકોષ જેવા રોગો પરિણામે દેખા દે છે. પંચોટીમાં ઘણી વખત દર્દી હેરાન- પરેશાન થઈ જાય છે. એલોપેથી ડોકટર પંચોટીમાં કંઈ સમજતો નથી જેથી અનેક દવા કરવા છતાંય રોગ કાબુમાં આવતી નથી જેથી દેશી વૈધ કે ઘરગથ્થુ ઊપચાર સાદા ઉપચારથી દર્દીને બચાવી લે છે.

વધારે પડતો વાયુ છાતીમાં ભરાય તો છાતીમાં સખ્ત દુ:ખાવો થાય, પસીનો વળે, હદયના ધબકારા વધી જાય અને મોટે ભાગ ડોકટર આવા સમયે હદયની બિમારીનું નિદાન કરીને દર્દીને પરેશાન કરી નાખે છે. એનાં સગાં-વ્હાલાંને દોડાદોડ કરાવી નાખે છે અને દર્દીને મોટા ખર્ચામાં ઊતારી નાખે છે. ઘણી વખત આવા સમયે એ ‘ એંન્જાઈનાં ‘ નું નિદાન પણ કરે છે. વાયુના સખ્ત હુમલાને મોટા ભાગના એલોપેથી દાક્તરો (હાર્ટ – સ્પેશીઆલીસ્ટ સિવાયના) હાર્ટ – એટેકમાં ખપાવીને મોટું બીલ કરતા હોય છે. સારા સારા ફીઝીયન પણ આમાં માર ખાઈ જાય છે.

ઘણી વખત વાયુનો પ્રકોપ જીવલેણ બને એને હાર્ટ – એટેક કે હદય – રોગના હુમલાનું નિદાન  કરવામાં આવે છે. એ પણ શકય છે કે વાયુના તીવ્ર હુમલાથી હાર્ટ એટેક આવવાથી સંભવના રહે છે.

જે વાયુ શરીરના અવયવોનો યથાયોગ્ય સંચાર કરે છે. એજ વાયુ જરા પણ વીફરે તો માનવ શરીરને એક યા અન્ય રીતે હેરાન – પરેશાન કરી નાખે છે.

No Comment

Comments are closed.