મારી તાજેતરની બ્રીટેનની સોસીયલ અભ્યાસ યાત્રા દરમિયાન મારે અનેક ગોરાં યુગલોને મલવાનો અવસર સાંપડ્યો. પોતાનાં બાળકો સાથે પતિવિહોણી એકલવાણી બ્રીટીશ નારીઓની પણ મેં મુલાકાત લીધી. પોતાની જાતે રસોઇ પકવીને જમતા કે બહારનું ખાવાનું પર ટેવાયેલા એકલવાયા ગોરા પુરૂષોને પણ મલાયુ.
બ્રીટેનમાં પ્રેમમાં પડવું જેટલુ સહેલુ છે. એટલુજ પ્રેમભંગ થઇને છુટાછેડા લેવા પણ સહેલા છે. નજીવી બાબતે મતભેદ ઊભા કરીને છુટાછેડા લેતા યુગલોની ઇગ્લેન્ડમાં કમી નથી.. લગ્નનાં બીજા જ વર્ષ “ડાઇવોર્સ” કરતાં યુગલો અને લગ્ન જીવન દશથી પંદર વરસ સુખમેય ગાળયા બાદ અચાનક છુટાછેડા લેતા દંપતી પણ એટલાં જ છે. અમુક કિસ્સઓમાં તો વીસ થી પચીસ વર્ષના લગ્ન જીવન બાદ છુટાછેડાના કિસ્સાઓ એટલા છે.
વાતવાતમાં એક બીજાના પ્રેમમાં પડનાર, લગ્ન પહેલા અનેક રાતો ભેગી વીતાવના, કલબ કે પબમાં કે દારૂ પાર્ટીમાં એકબીજાની નજીક આવીને શારિરીક મોજમજા માણતા યુવાન હૈયાંઓ ઘણી વખત લગ્ન જીવનમાં બંધાયા વગર પણ પતિ-પત્નીની માફક ઘણા વરસો ભેગા રહેતા હોય છે. વગર લગ્ને પણ મા-બાપ બનતાં હોય છે. અને જ્યારે વરસે કે બે વરસે મતભેદ પડે એટલે સીધા છુટાછેડાની ધમાલથી દુર. ઘણાય આવા યુગલો ત્રણ ચાર વરસ સુધી શારિરીક સુખ માણ્યા પછી કાર્યદેશરનાં લગ્ન કરતા જોવા મલે છે. અમુક યુગલો પરણે છે ત્યારે એમના વગર લગ્ને પેદા થયેલાં બાળકો પણ એમની લગ્ન વીધીમાં ભેગાં હોય છે.
છુટાછેડા એ બ્રીટેનમાં એક સામાન્ય વસ્તુ બની ગઇ છે. એક પુરૂષ ઘણી વખત બે થી ત્રણ વખત છુટાછેડા લેતો હોય છે. જ્યારે સ્ત્રી પણ જીવનમાં ત્રણ થી ચાર પુરૂષ બદલતી હોય છે. લંડનમાં રહીને ભારતીય મૂળના લોકો પણ ત્યાંની હવાની અસર નીચે નજીવી બાબતે છુટાછેડા લેતા જોવા મલે છે.
છુટાછેડા લીધા પછી એમના બે વચ્ચેનો સંર્પક તો ચાલુજ હોય છે. એમના જીવનમાં આવેલાં બાળકો મોટે ભાગે સ્ત્રી સાથે હોય છે. એ બાળકો જ્યાં સુધી અઢાર વરસનાં થાય ત્યાં સુધી બાપ એનો ઠરાવેલો ખર્ચ આપે. વેકેશનમાં એને ઘેર લઇ જાય. રજાઓમાં ફરવા લઇ જાય. જેથી કરીને સહિયારા બળક માટે પણ બનેનો સંર્પક જળવાઇ રહે. છુટાછેડા લીધા એટલે બોલચાલ કે અવરજવર સાવ બંધ એવુ નહિ. ઘણી વખત જુની પત્નીને રહેતાં બાળકને તેડવા કે મુકવા જાય. બાળકો માંદા પડે તો આટો દેવા જાય. જરૂર પડે તો દવાખાને લઇ જાય. શાળામાં વાલી મીંટીગમાં પણ હાજરી આપે. જુનો પતી અને જુની પત્ની ફોન મારફત એકબીજાનાં સંર્પક રહે. બાળકો એમનુ માધ્યમ બને.
અહિંથી ફરવા ગયેલા ભારતીયોને નવાઇ લાગે. જો આવી રીતના બોલતા ચાલતા હોય તો પછી છુટાછેડા લેવાની જરૂર શું?….. થોડીક સમજુતી કરીને ભેગા પડ્યા હોય તો!…. લંડનની ગોરી પ્રજામાં તો છુટાછેડા લીધા પછી પણ પાછાં ફરી લગ્ન કરીને ભેગા થતાં જોવા મલે છે. પતિ પોતાની પત્નીને છુટાછેડા આપીને બીજી પત્ની સાથે પરણીને સંતોષ ન પામે તો બીજી પત્નીને છુટાછેડા આપીને બીજી પત્ની સાથે પરણીને સંતોષ ન પામે તો બીજી પત્નીને છુટાછેડા આપીને પાછી જુની પત્ની જોડે સંસાર માડે. નવેસરથી લગ્નગ્રંથી થી જોડાઇ ને.
લંડનમાં માણસો જાડા છોકરા જાડાં અને વ્યવહાર પણ જાડો. વાતવાતમાં છુટછેડાની વાત થાય. ડાયવોર્સ શબ્દ ત્યા સામાન્ય ગણાય. આવા યુવાનોમાં છોકરા પછી બે માબાપ વચ્ચે હેરાન થાયા છે. ન ગમે તો પણ જુના બાપને ઘેર જવુ પડે.. નવી માં સારી હોય તો ઠીક છે. નહિતર હેરાન થવુ પડે. આમાં છોકરાનુ ઘડતર કેવુ થાય! બે ઘર વચ્ચે ગોથાં ખાતાં છોકારા પાસે કઇ આશા રખાય..! આવાં છોકરાં જલ્દી આડી વાટે ચડી જાય. સ્વભાવ પણ ચીડીયો અને જગડાખોર બની જાય. ગુન્હાખોરી વધી જાય. સ્વભાવ પણ ચીડીયો અને જગડાખોર બની જાય. ગુન્હાખોરી વધી જાય. ઘરમાં તોફાન, ગલીમાં તોફાન અને શાળામાં પણ તોફાન…
લંડનમાં આજે આ વાતવાતમાં છુટાછેડા લેવાનો પ્રશ્ન માથાનો દુ:ખાવો છે. બાળકોના ભાવી માટે નુકશાનરૂપ છે. આવા કિસ્સાઓમાં બ્રેક મારવાની જરૂર છે.
No Comment