Input Content

કૃષ્ણાબેન આમ તો શાંત પ્રકૃતિનાં મહિલાં.ચારમાં પુછાય એવાં. પણ હમણાં થોડો સમયથી વાત વાતમાં ચીડાય. નજીવી બાબતમાં ઊશ્કેરાઇ જાય. મોટા ભાગનો ફાલતું સમય પોળની સ્ત્રીઓનાં ટોળામાં બેસીને વીતાવનાર કૃષ્ણાબેનને આજકાલ આખા શહેરની ઊપાધિ કરતાં ટોળામાં બેસવાનું ન ગમે.

હંમેશા પોતાના પતિનો પડ્યો બોલ ઝીલતાં કૃષ્ણાબેન વાત વાતમાં પતિ સાથે ઝઘડી પડે. પ્રેમાળ માતા તરીકે જાણીતાં કૃષ્ણાબેન છોકરાં પર નજીવી બાબતમાં ગુસ્સે થઇ જાય. પડોશીઓ સાથે વ્યર્થ મતભેદ ઊભા કરીને બબડાટ કરે અને પસ્તાઇને રોવા પણ બેસે.

ઘણી વખત સખ્ત માથું દુ:ખવાની ફરિયાદ કરે, શરીર મરડાય, કામ કરવામાં રૂચિ ન દેખાય, વાત વાતમાં ભૂલો કરે, ખાટલામાં આડાં પડે તો આખા શરીરે કળતળ થાય, શરીર દુ:ખે પણ ખરૂ, ક્યારેક કામવાળી પાસે માલીસ કરાવે કે શેક પણ કરાવે, પણ કંઇ જ ફરક ન જણાય, ઘરમાં પડેલી વિદેશી પેનેડોલનો વધારે પડતો ડોઝ લેવાથી પણ કંઇ ફરકો ન જણાય, દાક્તર પાસે જાય, ઘણી દવાઓ લઇ આવે. ક્યારેક થોડો સુધારો જણાય પાછું એનું એજ.

‘કૃષ્ણાબેન બિમાર છે ને કોઇ દવા કામ લાગતી નથી.’ એવી વાતો થવા માંડી અને અડોશી-પડોશી તરફથી, સગાં- સ્નેહીઓ તરફથી તરેહ તરેહની વણમાગી શિખામણો આપવામાં આવી. અને કૃષ્ણાબેન શંકા- કુશંકાનાં વમળમાં અટવાયાં.

પિયરેથી દિકરીની સંભાળ લેવા આવેલા એના મમીએ નિદાન કર્યું કે દીકરીને કોઇની નજર લાગી છે. એમને વડગાળ લાગુ પડ્યો છે. અને એમના નિર્ણયને ટેકો આપતી પોળની અન્ય બહેનોની અવરજવર કૃષ્ણાબેનને ત્યાં વધી પડી.

નજર બાંધી દોરા-દાગા કર્યા. ભૂવા ધુણાવ્યા, ડાકલાં વગાડ્યા, હાથમાં ડોડી બાંધી, અનેક જાતના ધુપ ધુમાડા કર્યા. અનેક દેવોની માનતા રાખી પણ ઘર કરી ગયેલો વડગાળ જરા પણ ડગ્યો નહિં. આકરી નજરનો ભોગ બની ગયેલા કૃષ્ણાબેનને ઘરમાં,પડોશમાં, સગા સ્નેહીઓ સૌ દયાની દ્રષ્ટીએ જોવા લાગ્યા. કોઇ ઉગ્ર દેવ દેવીના કોપનો ભોગ બનેલા કૃષ્ણાબેનનો વડગાળ ઉતારવા માટે કોઇ જંતર મંતર મદદે ન આવ્યા. આવ્યા.કિંમતી ભોગ ધરાવ્યા છતાંય કોઇ દેવ દેવી પ્રસન્ન થયા નહિં. ધુણી ધુખાવીને લાંબો સમય સુધી ફળીયામાં બેસીને હાકારો બોલાવતા બાવાઓ પણ થાક્યા.

કૃષ્ણાબેનની તરસ ખાઇને પોળની દરેક ડેલીએ લીંબુ-મરચાં બાંધવામાં આવ્યા. પોળના દરેક ઘરમાં નિયમિત ધુપ દિવા કરવામાં આવ્યા. ખારા લીમડાંની કડવી મહેંકથી આખી પોળ મહેંકી ઉઠી પણ કૃષ્ણાબેનના રોમ રોમમાં ઘર કરી ગયેલ વળગાડે લગીરે પણ ખસવાનું નામ લીધુ નહિં.

સતત બે વરસના ઉપચારથી કૃષ્ણાબેન પરિસ્થિતિમાં કોઇ ખાસ ફરક જણાયો નહિં. ત્યારે આવા વિચિત્ર કેશોમાં સફળ ઉપચાર કરીને “ધૂણાવતો ડોકટર કે ભૂત કાઢતા” ડોકટર તરીકે મારી નામના સાંભળી ને મારા જુના દર્દી અને કૃષ્ણાબેનના ખાસ હિતેચ્છુ બહેને મારો એકવાર સંપર્ક સાધવાની ખાસ સલાહ આપી.

ડુબતો તણખલુ પકડે એમ કૃષ્ણાબેનના ઘરવાળાએ અંજારમાં આવેલા મારા શ્રીજી કલિનિકનો સંપર્ક સાધ્યો. દુર દુરથી વળગાડ અને ભુત-પલીતના અનેક કેશો મારે ત્યાં આવતા અને મટી પણ જતા. એવા દર્દીઓની પુરતી તપાસ કરતો એની સાથે આવેલા અગા-સ્નેહીઓ પાસેથી પુરતી માહિતી મેળવતો. નાડી ધ્વારા રોગનું નિદાન કરતો.

એક્યુપ્રેસર, મેગ્નેટ થેરાપી અને કલર થેરાપી ધ્વારા રોગોની સારવાર કરતો. શુધ્ધ ગંગાજળની સાથે જરૂર પ્રમાણે દેશી ગોળીઓ અને પ્રવાહીનો કોર્સ આપતા. અમૂક દર્દીઓ મારા ટેબલ પર ધુણવા આવતા. અમૂક દર્દીઓ મારા ટેબલ પર ધુણવા માંડતા ત્યારે અમૂક નશો દબાવીને ગંગાજળની સાથે એની ખાસ ગોળીઓ પીવડાવતો જેથી દર્દી હોંશમાં આવી જતો. અને મારામાં દઢા વિશ્વાસ બેસી જતો.

આવા વડગાળના કેશોમાં મુખ્યત્વે જુની કબજિયાત, બંધકોશ, ગેસ-વાયુ અને એસીડીટીના દર્દો બહાર આવતાં. ઘણી વખત અયોગ્ય નિદાન કે અયોગ્ય દવાની આડઅસરથી રોગ વકરતો. તેમાંય એલોપેથી સારવાર મોટે ભાગે અવળી અસર જણાવે છે. ગેસની દવા ગરમ, એસીડીટીની દવા ઠંડી, ગરમ દવાથી એસીડીટી વિફરે અને ઠંડી સારવારથી ગેસ વીફરે. એટલે જે વિટંબણા ઉભી થાય છે એ ઘણી વખત ચિત ભ્રમમાં પલટાઇ અને વહેમનું વમણું ઉભું કરે. પિત-વાયુ મગજમાં ચડે તો દર્દીઓ ધુણવા માંડે, ગમે તેવા લવારા કરે અને ઘણી વખત બેભાન થઇ જાય જેથી વહેમમાં માનવાવારા ભુત-પલિત કે નજર લાગવાનું નામ લે અને ખોટા રવાડે ચડી જાય.

બહેનોના હીસ્ટીરીઆ અને સોમરોગમાં પણ વહેમો અનેક ચાલ રમતા. ઘણી વખત આવા વહેમના વમળમાં યોગ્ય સારવાર ન મળતાં દર્દી મરણ પથારીએ પટકાય છે અને ઘણી વખત મોતના મુખમાં પણ ધકેલાય છે. આજના સભ્ય સમાજમાં પણ આવા વડગાડના કિસ્સાઓ જોવા મળે છે.

કૃષ્ણાબેનના વડગાડનો કેશ મારી શ્રીજી ક્લીનીકમાં દાખલ થયો. મેં મારી રીતે કૃષ્ણાબેનની તપાસ આદરી, નાડ તપાસી, આંખ-જીભનું નીરીક્ષણ કર્યું, જરૂરી પૂછપરછ કરી અને કૃષ્ણાબેનનું વડગાળનું ભૂત પકડાઇ ગયું.

એમને કબજિયાત-ગેસની જુની બિમારી અને જુનો પ્રદર રોગ. યોનિ-પ્રદેશમાંથી ગાઢો સફેદ પ્રવાહ સતત ઝર્યા રાખે, જેથી શરીરમાં અશક્તિ વધી જઇ, લોહી ઓછું થવા માંડ્યું, માથાનો સખ્ત દુ:ખાવો જણાય, કમર દુ:ખે, પગ તૂટે, આંખે અંધારા પણ આવે, ક્યારેક બેભાન પણ થઇ જાય અને દાંત-દોઢ પણ થઇ જાય, ગેસ મગજમાં ભરાય અને પ્રદરનો સ્ટેજ વધી જાય એટલે આવું બધું થાય… પ્રેસર ઘટી જાય, સ્વભાવ ચીડીયો થઇ જાય,વાતવાતમાં ઉશ્કેરાટ આવે અને નજીવી બાબતમાં જગડો ઊભો થાય.

દાકતર આવી બિમારીમાં ઊંડા ન ઊતરે. દર્દી પેટ ખુલ્લીને દક્તર આગળ વાત ન કરે જેથી અનેક દર્દોમાં અમુક જાતની સામાન્ય દવા આપવા ટેવાયેલા દાક્તરને હાથે આવો કેશ કાબુમાં ન આવે જેથી દર્દી વહેમના સકંજામાં સપડાય.

કૃષ્ણાબેનના કેશમાં પણ આવું જ બન્યું હતું. એમને કોઇની નજર નહોતી લાગી કે કોઇ જાતનો વડગાડ પણ નહોતો.

કૃષ્ણાબેનની ગેસ-કબજિયાત અને પ્રદર રોગની પુરતી પરેજી સાથે દેશી ઉપચાર શરૂ કર્યો. પહેલા જ વીકના અંતે સુધારો જણયો. એક મહિનાની સારવારે ઘણો ફરક જણાયો. જરૂર પ્રમાણે સારવાર બદલી અને ખાવા-પીવામાં પણ એ પ્રમાણે ફેરફાર. ત્રણ મહિનાની અંદર તો કૃષ્ણાબેન અગાઉ કરતાં પન વધારે તંદુરસ્ત જણાયાં. અદભૂત સ્ફુર્તી, શાંત-પ્રેમાળ સ્વભાવ સાથે પોળમાં કૃષ્ણાબેનની આજુ બાજુ મહિલાઓ ટોળે વળવા માંડી. સમગ્ર વિસ્તારમાંથી વહેંમને હકાલપટી આપવામાં આવી અને વડગાડના કેશોમાં ઓટ આવી.

અંજારમાં આવેલાં શ્રીજી ક્લીનીકની નામના આવા વહેંમના કેશોમાં સફળદાયક સારવાર માટે વધી અને નજર-બંધી, ભૂત-વડગાડના કેશો માટેનું જાણીતું કેન્દ્ર બની ગયું.

No Comment

Comments are closed.