Input Content

લસણ તાસીરે ઊગ્ર – ગરમ, ગંધ પ્રદાન ઊતેજક અને વધારે પડ્તું તામસી સ્વભાવ ધરાવતું હોવાથી ધાર્મીક શાસ્ત્રોમાં એનો નિષેધ આહારમાં દુધ અને છાશ સાથે એ વિરુધ્ધ આહાર હોવાથી અમુક અંશે ધર્મ નિષેધ સારો પણ ગણાય છે.  લસણ ખાધા પછી મોઢામા ખરાબ વાસ આવતી હોવાથી મહદ અંશે ધર્મ નિષેધ યથાયોગ્ય ગણાય છે.

ધાર્મીક વૃતિવારા માણસો સહેજે લસણ તરફ સૂગ બતાવે છે. આહારમાં તો ઠીક પણ ઔષધમાં પણ જાણી  બુઝીને ખાતાં અચકાય છે. ધણાય લસણને કદીય ન ખાનારા સત્સંગીઓ દવારૂપે લસણનો ઊપયોગ કરવામાં અચકાતા નથી. એલોપેથીની દારૂ – માંસ જેવાં દ્રવ્યો મિશ્રીત દવા જો ખાવી પડે તો આ લસણ જેવી વનસ્પતિની દવા જો ખાવી પડે તો આ લસણ જેવી વનસ્પતિની દવા  ખાવામાં કશો દોષ ગણતા નથી.

હદયનારોગીએ લસણનો છડેચોક ઊપયોગ કરવો હીતદાયક છે. કાચી લસણની કડીઓ તેલમાં કકડાવીને કે લસણની ચટણી બનાવીને કે પછી શાકમાં લસણ ઊપયોગ કરીને એ પોતાનાં નબળાં હદયને સ્ફુર્તી આપી શકે છે. વધી ગયેલાં કોલેસ્ટ્રોલમાં જયાં માનવ- શરીરનું લોહી ઘાટું થતું હોય ત્યારે લસણનો ઊપયોગ આર્શીવાદરૂપ ગણાયો છે. રોજ લેવી પડતી એલોપેથીની દવા કરતાં લસણનો ઊપયોગ વધારે સારો ગણાયો છે. લસણમાં લોહી પાતળું કરવાની ગુણ સમાયેલો છે જેથી વધારે ચરબી ધરાવતાં લોકો માટે પણ લસણ એટલું જ હીતદાય્ક ગણાયું છે.

ગેસમાં રોગોમાં, સાંધાના દુ:ખાવામાં શરદીમાં, જુના મરડામાં, હેમોગ્લોબીનની કમી હોય ત્યારે લીવરનાં સોજામાં, લીવરના સોજામાં,લીવર વિકૃતી કે પેશાબની તકલીફના કારણે હાથે પગે દેખાતા સોજામાં, શ્ર્વાસની બિમારીમાં બ્લડ પ્રેસર ઊંચું હોય અને હદય પહોળું થાય ત્યારની અવસ્થામાં લસણનો યયા- યોગ્ય ઊપયોગ લાભદાયક ગણાતો છે. લસણમાં પાચનશકિત વધારવાનો ગુણ હોવાથી જેમને ભૂખ ન લાગતી હોય એમણે લસણનું સેવન કરવું.. ભૂખ ઊધડી જશે..

લસણ કીટાણું નાશક હોવાથી કરમિયાં હોય એમના માટે જરૂર લાભદાયક છે. જેમને ક્ષય રોગ થયો હોય એ જો લસણનો બની શકે એટલો વધારે ઊપયોગ કરે તો ઘણી ફાયદો જણાય છે. લસણમાં રૂઝ  લાવવાનો ગુણ હોવાથી જેમને ધા પડ્યો હોય, વૃક્ષ થયું હોય કે હાડકાં ભાંગ્યો હોય એમણે લસણનો ઊપયોગ કરવો ફાયદાકારક છે. આંખોની દષ્ટી માટે લસણ સારૂં છે. એની પ્રકૃતિ ગરમ હોવા છતાંય એ આંખોનું તેજ વધારવામાં અદૂભૂત ગણાયું છે.

લસણ કાચું ખવું હીતદાયક નથી… લસણ તાસીરે ગરમ હોવાથી એસીડીટીવારા માટે એટલું લાભદાયક  નથી.. લસણના ઊપયોગથી જો છાતી કે પેટમાં જલન થાય કે મોળ ચડે તો લસણ સેવન બંધ કરવું હીતદાયક છે.

હંમેશાં લસણ ખાનારા શખ્શો ચેતે.. લસણવારા આહાર સાથે દુધની બનાવટો ન લેવી…

લસણ રકતશુધ્ધિ કરતું હોવાથી ચામડીના અમુક જ રોગોમાં એ વપરાય છે. પણ જેમને એસીડીટીથી ચામડીમાં ખંજવાળ આવે કે સોજો ચડે ત્યારે લસણનું સેવન હીતદાયક નથી.. લસણ પેટનાં અન્ય દર્દોમાં રાહત આપે છે. પાચન શકીત વધે છે અને કાર્યશકિતમાં વધારો કરે છે. લસણનો ઊપયોગ પુરૂષાતન વધારે છે. વીર્ય્ને ગાઢ  અને મજબુત બનાવે છે. માનવીને કામશકિતને ઊતેજન આપે છે જેથી વધારે પડતા કામાતુર માનવીને એ હીતદાયક નથી..અને જેથી જ ત્યાગીઓ અને બ્રભચારીઓ માટે લસણનો ઊપયોગ વિષેધ છે.

લસણની ગોળીઓ પણ જારમાં વપરાય છે. હોટલોમાં જમ્યા પહેલાં લસણનો સૂપ પીરસવામાં આવે છે. જેથી ખાવાનું સારી રીતનાં પચી જાય છે. અને ખાવામાં ઓર મજા આવે છે.. આમ ધાર્મીકક્ષેત્રે તરછોડાયેલું લસણ જો સમજી વિચારીને ફકત ઔષધ સ્વરૂપે વાપરવામાં આવે તો એનાથી આરોગ્યમાં ધણો ફાયદો જણાય છે.

No Comment

Comments are closed.