લંડનમાં આજે દિન-પ્રતિદીન હર્બલ દવાઓનો વપરાશ અને મહિમા વધતો જાય છે… તમામ વર્ગના બ્રીટેનવાસીઓ, તમામ રંગના દેશવાસીઓનો વળાંક આજે આ તદન સરળ અને નિર્દોષ ગણાતી અને શુધ્ધ વનસ્પતિમાંથી બનાવેલી અને સૌને પોષાય એવી દવા પ્રતિ દેખાય છે.
મોટા ભાગની સુપરમાકેર્ટો અને પ્રોવીઝન સ્ટોરોમાં આજે આવી ‘હર્બલ મેડીસન’ નો ખાસ વિભાગ જોવમાં આવે છે. અમુક દવાઓ સ્થાયી કંપનીઓ દ્રારા બનાવવામાં આવે છે અને ‘ટેસ્કો’, ‘બુટસ,’ અને ‘મોરીસન’ જેવી સુપરમાર્કેટો પોતાની જ બનાવટની દેશી ગણાતી હર્બલ દવાઓ વહેંચતી હોય છે.
ગણતરીમાં લંડનમાં ભારતીયોની મોટી સંખ્યા હોવા છતાંય આર્યુવેદની દવાઓ એટલી પુરજોશમાં વહેંચાણમાં આવી નથી. અમુક ભારતીય ધરાકો પર નભતા સ્ટોરો સિવાય અન્ય જગાએ આર્યુવેદ દવા જોવા મલતી નથી.. લેસ્ટર જેવા ભારતીય પ્રભાવીત શહેરમાં એક અને અન્ય જગાએ એક સિવાયના આર્યુવેદ વૈદ આજે ઇંગ્લેન્ડમાં દેખાતા નથી.
હર્બલ મેડીસીનની બનાવટમાં લંડનમાં આજે ચાઇનીઝ દવાઓ મોખરે છે. ઠેર ઠેર સ્ટોરોમાં આજે ચાઇનીઝ હર્બલ મેડીસીન મલી રહે છે.તેમાંય આજે તો અમુક કેમીસ્ટ શોપમાં પણ આ ચાઇનીઝ કે ચાઇનીઝ બનાવટની હર્બલ મેડીસીન મલી રહે છે. ચાઇનીઝ હર્બલ ડોકટર પણ ઠેક ઠેકાણે દેખાય છે.
ગણતરીમાં આ હર્બલ દવાઓ ભારતની આર્યુવેદ દવા કરતાં કંઇક સસ્તી હોય છે અને સર્વસ્ય પ્રાપ્ત હોય છે. લંડનમાં હર્બલ સારવાર આપતા સંખ્યાબંધ દાક્તરો છે સરખામણીમાં આર્યુવેદના વૈદો કે દાકતરોની સંખ્યા ઘણી ઓછી છે. પ્રચાર પણ ઘણો ઓછો છે.
આજે લંડનમાં ‘જન્ક ફુટ’, દારૂ , સીગરેટ અને અન્ય વ્યસ્ની દ્રવ્યોનો વપરાશ ઘણો વધી ગયો છે. લોકો હાલતે માંદા પડે છે. એ માંદા લોકોને સરકારી દવાખાનાં કે સરકારી હોસ્પીટાલમાં તાત્કાલીક સારવાર મલતી નથી.
પ્રાઇવેટ દાક્તરોની મોંઘી દાટ ફીઝ મોટા ભાગની પ્રજાને પરવડે તેમ નથી. અહિંના દાક્તરો જેઓ જી.પીના નામે ઓળખાય છે એ દશ-પંદર દિવસ પહેલાં દર્દીને એપોઇન્મેન્ટ આપતા નથી. ત્યાં સુધી દર્દી હેરાન થાય. જેથી એ હર્બલ મેડીસીનનો સહારો લે છે. હર્બલ મેડીસીન કોઇ પણ પ્રીસકીપશન વગર ગમે ત્યારે મલી શકે છે. અને એના પર વપરાશનું માર્ગદર્શન પણ લખેલ હોય છે. કોઇ પણ સારા નામાંકિત સ્ટોરમાં જઇને દર્દી હર્બલ દવા લઇને રાહત મેળવી શકે છે… જી.પી. શનિ-રવિ મલી શકે નહિ પણ હર્બલ મેડીસીન શનિ રવિ ઘણી જગાએથી મલી શકે છે.
હર્બલ ઊપચાર કરતો હર્બલ ડોકટર પણ રોજ સાંજે જી.પી પોતાની સર્જરી બંધ કરે ત્યાર પછી બે કલાક સુધી મલી શકે. શનિવારે પણ એની સેવા મલી શકે. જી.પી ને મલવા માટે એક દિવસની નોકરીમાંથી રજા લેવી પડે. જ્યારે હર્બલ ઊપચારમાં એ માથાકુટ નહિ…
આજે એલોપેથી દવામાં આડઅસર ઘણી છે એ આજે બ્રીટેનની પ્રજાના ધ્યાનમાં આવી ગયું છે. એક દર્દ મટાડવા માટે વપરાયેલી આકરી દવા આડક રીતે બીજાં દર્દને આમંત્રે છે એ આજની બ્રીટેનની સમજુ પ્રજા સમજતી થઇ છે જેથી ઘણા નાગરિકોને વિલાયતી દવા પ્રત્યે સૂગ છે. અમૂક નાગરિકો તો અણીના સમયે જ એલોપેથીનો સહારો લે છે અને અમુક તો છેલ્લી ઘડીએ પણ વિલાયતી દવાને અડતા નથી.
આમ દિવસે દિવસે ઇંગ્લેન્ડમાં હર્બલ મેડીસીનની માંગ વધતી જાય છે. છેલ્લા રીપોર્ટ મુજબ આજે દેશની ત્રીસ ટકા સમજુ પ્રજા ફક્ત હર્બલ મેડીસીનનો જ ઊપયોગ કરે છે.. આ એક ચોંકાવનારી નરી હકીકત છે.
No Comment