Input Content

લંડનમાં સીનીઅર સીટીઝનને પોતાનાં આરોગ્ય સાચવવા સિવાયની અન્ય કોઇ ઝાઝી ઊપાધી હોતી નથી.

ઊંમરલાયક થતાં એ જ્યારે રીટાયર્ડ થાય છે ત્યારે સરકાર તરફથી અને પ્રોવીડંન્ટ ફંડની રકમ દર મહિનાના હિસાબથી આપવામાં આવે છે જે એની ઘરખર્ચી માટે પુરતી હોય છે.

બસમાં કે રેલ્વેમાં મુસાફરી કરવા માટે એને ફ્રી પાસ મલે છે. સર્જરી અને હોસ્પીટાલની સુવિધાઓ એના માટે મફત હોય છે. બહુ વધારે બિમાર હોય અને ઘરે રહે અને હાલીચાલી ના શકે ત્યારે એને ઘર બેઠાં સારવારની સગવડ મલી શકે છે. જરૂર પ્રમાણે નર્સ એને સારવાર આપવા જાય છે. જરૂર પડ્યે સરકાર તરફથી ફુલ ટાઇમ નર્સ પણ આપવામાં આવે છે. હોસ્પીટાલે જવાનું થાય તો એના માટે સ્પેશીઅલ એમ્બુલેન્સની સગવડ હોય છે. એને સરકાર તરફથી સ્પેશીઅલ હોસ્પીટાલ બેડ કે ગાદલું પણ આપવામાં આવે છે. જો ઘરમાં ટોઇલેટ બાથની સગવડ બરાબર ન હોય તો સરકારી ખર્ચે જરૂરી સુવિધા ઊભી કરવામાં આવે છે.

એવા વૃધ્ધોની સેવામાં જો એનો દીકરો કે પુત્રવધુ કે અન્ય પરિવાર સભ્ય તૈયાર હોય તો સરકાર તરફથી એને અડધો પગાર આપવામાં આવે છે.

જો વૃધ્ધને એનાં છોકરાં સાચવવા તૈયાર ન હોય તો એવાં વડીલને સરકારી વૃધ્ધાશ્રમમાં દાખલ કરવામાં આવે છે. અને અંત સમય સુધી એની દેખરેખ અને સારવાર સરકાર તરફથી કરવામાં આવે છે. મોટે ભાગે બ્રીટેનની પ્રજા વૃધ્ધ માબાપોને ભેગાં ઘરમાં રાખતી નથી અમુક સધ્ધર સંતાનો પોતાને ખર્ચે વૃધ્ધ માબાપોને પ્રાઇવેટ વૃધ્ધાશ્રમોમાં મૂકી આવે છે. અને અવરનવર આંટોફેરો કરે છે.

લંડનમાં કામ ન કરી શકે એવાં કે ઘરકામમાં મદદરૂપ ન થાય એવાં માબાપોને વૃધ્ધાશ્રમમાં દાખલ કરવામાં આવે છે. કોઇક જ સંતાનો પોતાનાં વૃધ્ધ માબાપોને ઘરે રાખીને સેવા કરે છે. ઘરમાં બન્ને માણસો નોકરીએ જાય. એક જણ વૃધ્ધ માબાપની સેવા કરવા ઘરે રહે તો કદાચ ખર્ચ પુરો કરવામાં તકલીફ પડે.

પણ જેઓ કામમાંથી રજા લઇને માબાપોની સેવા માટે ઘરે રહે છે. તેઓને સરકાર તરફથી અડધો પગાર મલી રહે છે. અને મા કે બાપના ફંડની રકમ પણ આવતી હોય છે. એ સૌ કોઇના મતની અને સમજણની વાત છે. જેવી જેની માબાપ પ્રત્યેની લાગણી… જેમને ખરેખર માબાપ પ્રત્યે લાગણી હોય છે અને જે સંતાનો માબાપ પ્રત્યેની પોતાની ફરજ સમજતા હોય છે. તેઓ કોઇ પણ જાતની અપેક્ષા વગર માબાપની અંતીમ સમય સુધી જાતે સેવા કરે છે.

એકંદરે લંડનમાં સરકાર જ વૃધ્ધોની માબાપ છે. બેસહારા વૃધ્ધોના અંતીમ દિવસોમાં સરકાર જ એમનો સહારો છે. અમુક વૃધ્ધાશ્રમોમાં તો ઘર કરતાં પણ વધારે સુગમ વાતાવરણ હોય છે. ઘરમાં વહુ કે દીકરો જે ચાકરી ન કરી શકે એ સરકારી કામદારો કરે છે.

No Comment

Comments are closed.