Input Content

યુરોપ ખંડમાં સૌથી વધારે યુવા નશો ઇંગ્લેન્ડમાં થવાનો સમાજ સુધારકોનો દાવો છે. લંડનમાં શાળાઓમાં ભણતાં છોકરાં-છોકરીઓ આજે સીગારેટની ચૂંગાલમાં ફસાયા છે. એટલી જ હવે દારૂની લતે પણ ચડ્યા છે. અઢાર વરસથી નીચે ઊંમરના યુવાનો માટે દારૂ-બંધી હોવા છતાં આજે ઠેર ઠેર આવા યુવા-યુવતીઓ પાછલા બારણેથી દારૂ લઇને પીતા જોવા મલે છે..

અમુક છોકરાઓ પોતાના માબાપના ઘરે રાખેલા દારૂના સ્ટોકમાંથી ચોરી ચૂપેથી ઘૂંટ ભરતા હોય છે. દારૂ વહેંચનાર ઓફ લાઇસન્સ દુકાનદારો માટે વીસ વરસથી નીચેના છોકરા-છોકરીઓને દારૂ વહેંચવાની સખત મનાઇ છે. દરેક દુકાનમાં ઠેર ઠેર એની ચેતવણી પણ મૂકવામાં આવતી હોય છે. છતાંય અમુક પુખ્યવયના વચેટીઓ કે દલાલો મારફત સગીર વયના યુવા-યુવતીઓ દારૂ કે સીગરેટ લઇને પીતા હોય છે.

આ ઊપરાંત શાળાઓના છોકરા-છોકરીઓ કેનેબીસ નામનો કેફી પદાર્થ પીવામાં આજે ગળેડૂબ બની ગયા છે. કેનેબીસ પીવાથી યુવાન હૈંયઓ રવાડે ચડી જાય છે. ભણવામાં ધ્યાન ઓછુ રહે છે. યાદ-શક્તિમાં નબળાઇ આવી જાય છે. અને લાંબો ગાળો કેનેબીસ પીવાથી યુવા-યુવતીઓના આયુષ્યમાં જબરો કાપ મુકાઇ જાય છે. એમને અનેક જાતની બિમારીઓ ઘેરી લે છે અને એ બિમારીમાં એ એવા ખોખલાં બની જાય છે કે સીતેર વર્ષની આયુ ભોગવનાર યુવાન પચાસ-સાઠ વર્ષે મૃત્યુનાં પંજામાં સપડાય છે…

સીગરેટ, કેનેબીસ અને દારૂની લતે ચડેલા આજના યુવા-યુવતીઓ આવતી કાલના આદર્શ નાગરીકો નહિ જ બની શકે પણ આવી યુવા શક્તિ ખોટે માર્ગ વેડફાઇને દેશને ભારરૂપ બની રહેશે, એમાં કોઇ જ સંસય નથી..

આ સઘળા વ્યસ્નો ઊપરાંત ચરબી વધારે એવા વિવિધ પ્રકારના ‘જન્ક ફુટ’ ખાતાં યુવા-યુવતીઓ ફેફસાના અન્ય રોગો, કિડની, લીવરના રોગો, માનસિક બિમારીઓ, ટી.બી જેવા જીવલેણ રોગો, બી.પી, અને હદયરોગના સંકજામાં આવી જાય છે..

આવાં છોકરાંઓ માંદલા બન્યા ઊપરાંત સમાજ માટે હાનીકારક બને છે. વાતવાતમાં જગડો, મારપીટ કે ખૂનખરાબા ઊપરાંત પૈસા માટે ચોરી કે લૂંટફાટ કરવામાં પાછી પાની ન ભરતાં આ યુવાનો જેલમાં, કોર્ટમાં કે હોસ્પીટાલમાં પણ ભારરૂપ બની રહે છે..

વધારે પડતાં વ્યસ્નો આ યુવાન હૈયાંઓને છુટાદોરનો વ્યભિચારમાં ડૂબતાં કરી દે છે. વાતવાતમાં ગમે તેની સાથે કલબ, પબ કે અન્ય હોટલોમાં એક બિછાનામાં મોજ-મસ્તી માણવામાં આ યુવાનો પાવરધાં હોય છે. જેથી કરીને અન્ય રોગોની સાથે સાથે ગુપ્ત રોગોના પણ ભોગ બને છે અને કંડોમના ઊપયોગ કર્યા વગર ખુલ્લો સેક્ષ માણનાર ઘણાં છોકરાં-છોકરીઓ મારણ રોગ ‘એઇડસ’ ના પણ ભોગ બનતાં હોય છે.

વ્યસ્નની ચૂંગાલમાં ફસાયેલા છોકરા છોકરીઓ માબાપની મર્યાદા પાળતાં નથી. માબાપો માટે એ માથાનો દુ:ખાવો બને છે અને ઊંમરલાયક થતાં ઘર છોડીને ભાગી જાય છે..

No Comment

Comments are closed.