Input Content

સામાન્ય રીતે વૈતાંક તરીકે ઓળખાતાં રીંગણ એ શિયાળુ શાક છે. ઊનાળામાં કે વર્ષાઋતુમાં ખેડુતો પોતાની આમદાની માટે ભલે ઊગાડતા હોય પણ શિયાળા સિવાયની ઋતુમાં રીંગણનો શાક તરીકે વપરાશ શરીર માટે નર્યો હાનીકારક જણાયો છે… શાસ્ત્રમાં ચાર્તુમાસના નિયમોમાં પણ મૂળા અને રીંગણાં ન ખાવાની પણ આજ્ઞા છે. જે યોગ્ય સ્થાને છે..

રીંગણાંમાં મુખ્યત્વે બી વગરનાં અને કુમળાં રીંગણાં શરીર આરોગ્ય માટે અનૂકૂળ બતાવ્યાં છે.. વૈંતાક તાસીરે ગરમ હોવાથી શિયાળાની ઠંડી ઋતુમાં એ શરીરને ઠંડીના વાયરાથી બચાવ કરે છે. એ સિવાય શરદી, સળેખમ, શ્વાસ, કફ, ઉધરસ કે શૂળમાં ગુણકારી છે. કુમળાં રીંગણાં સુપાચ્ય, પચવામાં હળવાં હોવાથી મંદાગ્નિવારા દર્દીને બરાબર માફક આવે છે. બિમારીમાં પડેલા લોકોને આસાનીથી પચી જતા હોવાથી એમના માટે એ અનુકુળ બને છે..

જણાવેલાં દર્દો ઊપરાંત સંધીવા, સાયનસ, આમવાત કે ટી.બી. ના દર્દીઓ જો રીંગણાંનું હંમેશા સેવન કરવા ઇચ્છે તો કરી શકે એમ છે.. એમને ઘણાં લાભદાયક જણાશે.

ખોટી ચરબી ચડેલ મેદસ્વી ભાઇઓ કે બહેનોને વધારાની ચરબી ઊતારવા માટે દર વરસે શિયાળાની આખીય ઋતુમાં રીંગણાંનો વપરાશ સલાહભર્યો છે.. તેલ,ઘી નાખ્યા વગર મરી, મરચાં, આદુ જેવા તીખા મસાલા ભરેલાં ગરમ ગરમ રીંગણાં ખાવાથી કોઇ પણ જાતનો કફ કાબુમાં આવે છે. નાકમાંથી સતત લીટ પડતી હોય, કાનમાં રસી દેખાય ત્યારે જણાવ્યા મુજબ રીંગણાં ખાવાથી ઘણો લાભ થાય છે.

મળમાં જેને ચીકાશ રહેતી હોય એમના માટે એ અકસીર ઊપાય છે. ગેસ, આફરો, હાથ-પગનો લકવા કે મોંના લકવામાં રિંગણાંના ગરમ ગરમ ઓળામાં લસણ, સરસવ તેલ કે તલ તેલ, હીંગ મેળવીને લેવાથી રાહત જણાય છે. એ સિવાય કમરનો દુ:ખાવો કે એડીનો દુ:ખાવો પણ ઓછો થાય છે..

કુમળાં અને બી વગરનાં રીંગણાં પિત્ત કરતાં નથી. અને પિતવારા લોકોને શિયાળામાં ઘી, લીલાધાણા કે જીરૂ સાથે રીંગણ ખાવામાં કોઇ તકલીફ જણાતી નથી…બી વારાં રીંગણાંમાં શુક્ર્સ્ત્રાવ કરવાનો ગુણ હોવાથી સ્વપ્નદોષ કે શીધ્રપતનવારા દર્દીઓ એનો વપરાશ કરવો નહિ..અથવા તો બહુ જ ઓછો કરવો.

ઉધરસના દર્દીએ શિયાળામાં રીંગણાં હોંશે હોંશે ખાવાં. કૂમળાં અને બી વગરનાં રીંગણાંનો વધારે પડતો ઊપયોગની કોઇ આડી અસર જણાઇ નથી. રીંગણાંનાં શાકમાં ઘણી વખત ખટાશ વગરનાં ટમેટાં કે એકાદ બટેટાંનો પણ ઊપયોગ થતો હોય છે. અમુક ગૃહીણીઓ એનો સ્વાદ મીઠો લાવવા માટે ગોળનો પણ ઊપયોગ કરતી હોય છે…

નાનાં અને મોટા રીંગણાંનું શાક શિયાળામાં લાભદાયક જણાયું છે. સાવજ કૂમળાં રીંગણાં કાચાં પણ ખવાતાં હોય છે. જે સ્વાદે તૂરાં પણ ફાવે તેવાં હોય છે. કચુંબરમાં એવા રીંગણાનો સમાવેશ પણ કરી શકાય. ભરેલાં રીંગણાં ખાવાની કંઇ ઓર મજા હોય છે. અને રીંગણાંનો ઓળવો બરાબર બનાવ્યો હોય તો દાઢે વળગે એવો સ્વાદિષ્ટ હોય છે.

હોટલોમાં રીંગણાંનો ભથો એ ખાસ આકર્ષણ બની રહે છે અને એને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવવા માટે ખાસ રસોયો પણ રોકવામાં આવે છે….

સ્વામિનારાયણ સંપ્રદાયમાં દર વરસે શિયાળાની ઋતુમાં શાકોત્સ્વ ઊત્સવમાં ખાસ રીંગણાંનું શાક અને બાજરાના રોટલાનું જમણવાર રાખવામાં આવે છે. સ્વામિનારાયણ ભગવાને જાતે મોટી માત્રામાં રીંગણાનું શાક બનાવીને હરિભક્તોને પ્રસાદરૂપે આપ્યું હતું. ત્યારથી દર વર્ષે શાકોત્સ્વની ઊજવણી માં રીંગણાનું શાક મુખ્યત્વે હોય છે.

No Comment

Comments are closed.