Input Content

આર્યુવેદમાં ઘરગથ્થુ ઊપચારમાં મેથીને એક અગ્રણીય ઔષધીમાં સ્થાન પ્રદાન કર્યુ છે. હજારો વરસથી એનો વપરાશ થતો આવ્યો છે.. ઋષીમુનીઓના આશ્રમની માંડીને રાજા- મહારાજાઓના રાજમહેલમાંએ છુટા હાથે વપરાતી આવી.. છે.. મેથી હળ દર જેવાં કડવાં દ્રવ્યોની હરોળમાં આવતી હોવાથી એનો રોજીંદો વપરાશ આહારનું સમતુલ જાળવવા માટે આવશ્યક જણાતો છે. મેથીનો વધારે અતિ રળિયામણો બની રહે છે. અથાણામાં વપરાતી મેથીમાં કોઈ ઓર સ્વાદ આવે છે.

મેથીનું શાક જો ગૃહીણી તન અને મનથી બનાવે તો ખાનાર પ્રસંશા કરતો ન થાકે. બાળકો પણ હોંશે હોંશે  ખાય. મેથીના ગોટા એટલે ભજીયાંના પરિવારમાં ઊતમ આહાર. જમણવારમાં મેથીના ગોટા છુટા દોરથી હોંશે હોંશે  ખવાય.. અને અન્ય ભજીયાંની માફક પેટમા ગેસ થવાની કોઈ જ વ્યાધી નહિ.. મેથી ગેસહર હોવાથી જેમને ગેસ ભોગતો હોય એમને રાહતરૂપ છે.

મેથી તાસીરે ગરમ અને સ્વભાવે ચીકણી હોવાથી એ વાયુમાં ખાસ હીતદાયક છે. મેથીનો આમપાચક ગુણ આમવાતને હાંકવામાં સહાયભૂત થાય છે. અંગ્રેજીમાં રૂમટીઝમ તરીકે ઓળખતા આમવાતને કેડ, ઢીંચણ, ખબો કે પગની એડીમાંથી મેથી હકાલપટી કરે છે. માથામાં આમ વાયુની મૈત્રી થતાં આમવાતનો દુ:ખાવો અને ધણીવખત સોજો પણ આવે છે. ત્યારે સૂંઠ દિવેલના ઊકાળા સાથે મેથીનો વપરાશ અકસીર જણાયો છે…

સંધીવા જેવા હઠીલા રોગમાં પણ મેથી અને દીવેલનો મેળા થતાં ફાયદો જણાય છે. શિયાળાની ઋતુમાં મેથીનો વપરાશ વધારે થાય છે.. ભારતભરમાં મોટાભાગમાં પરિવારો મેથીને મેથી પાકમાં આવરીને અને મેથીના ખાસ લાડમાં સમાવીને હોંશે હોંશે  ખાવામાં મજા માણે છે. જે શરીરમાં ઠંડી સામે લડત આપવા ઊપરાંત વાયુના રોગો તેમજ જાતિય નબળાઈને હટાવવામાં મદરૂપ બને છે. મેથીપાક કે લાડુ આખો શિયાળો ખાવાથી ખાનાર માનવીની રોગ- પ્રતિકાર શકિતમાં વધારે થાય છે. જેમને અરૂચિ હોય અને ભૂખ ન લાગતી હોય એમણે મેથીનું સેવન કરવું જરૂરી છે.. કોઈ પણ જાતના તાવ જેવા કે વિષમજવર, જીર્ણ જવર કે વાત જવરમાં મેથીનો વપરાશ ગુણદાયક નીવડે છે..

મેથીનો સ્વભાવ ગ્રાહી હોવાથી નિત્ય ભોગતા આમ પડતા જૂના મરડાને દેશવટો આપે છે… જેમને પાણી જેવા ઝાડા થતા હોય એમને મેથીનાં સેવનથી ઝાડા બંધાઈને આવે છે.

છાશ સાથે શેકેલી મેથીના દાણા આપવાથી ઝાડામા રાહત થાય છે. મેથી ખાવાથી કે એનો રસ પીવાથી ઊબકા કે ઊલટી પણ મર્યાદામાં આવી જાય છે. નાનાં બાળકોને કે મોટેરાંઓને કૃમિ હેરાન કરતાં હોય એમણે મેથીનું શાક ખાવું… મેથી પેટનાં કોઈ પણ જાતમાં કરમિયાંની પરમ શત્રુ છે….

એડીનો દુ:ખાવો કે એડીની કડતર એ આજની સ્ત્રી અને પુરૂષ માટેની સામાન્ય બલા છે. એમાં સ્ત્રીઓની ફરિયાદ વધારે સંભળાય છે ત્યારે મેથી દાણારૂપે ગળાવી કે પછી એનું ચૂર્ણ ફાકવું હીતદાયક જણાશે…

મેથી પેઈને કીલર ગુણ ધરાવે છે. દુ:ખાવા પર મેથીનો પોટલીનો શેક ધણી રાહત આપશે.. નાનાં બાળકો પથારીમાં પેશાબ કરતાં હોય કે મોટેરાંઓને વારે વારે પેશાબ કરવા જવું પડતું હોય ત્યારે મેથીનો સદૂપયોગ આર્શીવાદરૂપ નીવડે છે.

નબળા હદયના દર્દી માટે મેથી ચમત્કારીક લાભ આપે છે. નિત્ય મેથીનું સેવન કરનાર માનવીના જીવનમાં હાર્ટ- એટેકનું નામ જ નહિ આવે.. હદયના અન્ય રોગ પણ એની બાજુમાં ફરકશે નહિ એવી મેથીની અદૂભૂત તાકાત છે.

મેથી સ્ત્રીની જાત… અને સ્ત્રી માટે ખૂબ લાગણીશીલ. સુવાવડ સમયે મેથીનો વપરાશ પીડાતી સ્ત્રી માટે આર્શીવાદરૂપ બને છે. સુવાવડ વખતે આખો મહિનો મેથીના લાડવા હોંશે હોંશે આરોગતી મહિલા કમરનો દુ:ખાવો, સફેદ પાણીની રમઝાટ, પ્રસુતિના કારણે આવેલી નબળાઈ, રકતકણોની કમી, ધરતી ફરતી દેખાય, અરૂચિ હોય અને ઊપરવારાં ખાવનો આગ્રહ કરે ત્યારે, આખા શરીરે પીડા, મુખ્યત્વે ગર્ભાશયની આજુબાજુની પીડા કે પછી સુવાવડીની મોટી ફરિયાદ અનિંદ્રા- સધળાં પરોણાંને શરીરથી માઈલો દુર રાખે છે. મેથીનો વપરાશ ધાવણ વધારે છે ધાવણને શુધ્ધ પણ રાખે છે. મેથીનું સેવન કરતી માંનું બાળક પણ અનેક શારિરીક વ્યાધીમાંથી ઊગરી જાય છે..

મેથીનો વપરાશ કઢીમાં બહુજ ઊતમ ગણાય… મેથીનો સૂપ ગુણકારક રીંગણ કે સરગવાનાં શાકમાં મેથીનો મેળાળવો શરીર માટે લાભદાયક.. શેકેલી મેથીની ચા પીવાથી અજબ સ્ફૂર્તી સાંપડે છે…

મેથી ગરમ હોવાથી પિતને ઊશ્કેરે. માટે જેમનામાં પિતનો વાસ હોય એમણે મર્યાદામાં રહીને મેથીનો ઊપયોગ કરવો. અથવા ન પણ કરવો..

ઘર ઘરમાં વપરાતી ગરમ અને ચીકણી મેથી માનવસમાજ માટે અતિ ઊપયોગી છે.. મેથીને સલામ…

No Comment

Comments are closed.