Input Content

મુળા ખાવા તો કુમળા જ ખાવા અને તે પણ શિયાળામાં. ઘરડા મૂળા આરોગ્ય માટે હાનિકારક છે. તેવી જ રીતના કુમળા મૂળા શિયાળા સિવાયની ઋતુમાં અને તે પણ ખાસ કરીને માગસર વગરના દિવસોમાં ખાવા એ પણ આરોગ્ય માટે હિતદાયક નથી.

શિયાળાના કુમળા મૂળા વાયુ, પિત્ત અને કફને ગુણકારી છે. જો ભુલેચુકે પણ ઘરડા મૂળા ખાવામાં આવે તો ઉપરોક્ત ત્રણેય દોષોને જાગૃત કરે છે. અને લગતા રોગો થાય છે.

મીઠા કુમળા મૂળા આખો શિયાળો ખાવાથી તંદુરસ્તીમાં ઘણો લાભ થાય છે. અને શરીરમાં કફ, પિત્ત, અને વાયુ કાબુમાં રહેતાં શિયાળમાં રોગો થતા નથી. કુમળા મૂળાની તાસીર ગરમ હોવાથી ખોરાક પાચન બરાબર થાય છે. ભૂખ ઉઘડે છે. શરદી અને શિયાળુ તાવ સામે રક્ષણ આપે છે. જેમની પાચનશક્તિ નબળી હોય એમણે મૂળા મર્યાદામાં રહીને ખાવા, નહિતર મંદપાચન શક્તિવારાને જ્યાં સુધી બરાબર પાચન ન થાય ત્યાં સુધી ઘચકારા આવ્યા કરે છે. ઘણી વખત ગેસ ભરાયા જેવું લાગે અને ઉપરા ઉપરી ઓડકાર પણ આવે જેથી ઘણી વખત મૂળા વાયડા છે. એવો અભિપ્રાય પણ આપવામાં આવે છે.

મૂળાનું શાક, પાદડાંની ભાજી કે મોઘરી કાચા મુળા કરતાં જલ્દી અને સારી રીતે પચે છે. મૂળા બની શકે તો વહેલી સવારે નરણા પેટે ન ખાવા તેમજ રાત્રે પણ ન ખાવા.

મૂળાને દુધ સાથે ખાવાનો નિષેધ છે. દુધ અને મૂળા વિરૂધ્ધ આહાર હોવાથી ચામડીના રોગો થવાની શકયતા રહેલી છે.

કાચા મૂળા યોગ્ય સમયે મર્યાદામાં રહીને ફકત શિયાળા પૂરતા ખાવાથી એ આહાર અને ઔષધ બન્નેનું કામ આપે છે. દુ:ખતા હરસ કે મસાના રોગી માટે મૂળા ઘણાંજ લાભ દાયક જણાયા છે. કાચા કુમળા મૂળા એમાં ફાયદાકારક તો છે જ પણ મૂળાનાં કુમળા પાનનોરસ રોજ એક ગ્લાસ સવાર સાંજ લેવાથી હરસ-મસામાં ચમત્કારિક લાભ જણાય છે. ઘણી વખત રોગ જળમૂળથી પણ મટી જાય છે. હરસ મસાના દર્દી મૂળાના પાન સહિત ખાવાની રોજની ટેવ રાખવી. શિયાળાની ઋતુમાં દર્દ મૂળાના પાન સહિત ખાવાની રોજની ટેવ રાખવી. શિયાળાની ઋતુમાં દર્દ મોટે ભાગે નાબુદ થઇ જાય છે.

હદય રોગ, શ્વાસ, દમ કે કફના રોગોમાં મૂળા હિતદાયક ગણાયા છે. જેવી રીતના દુધ સાથે મૂળા ન લેવાય તેવી જ રીતનાં છાસ સાથે પણ મૂળા ખાવા હિતદાયક નથી. ભુલેચુકે પણ ગરમ ઋતુમાં મૂળા ન લેવાય તેવી જ રીતનાં છાસ સાથે પણ મૂળા ખાવા હિતદાયક નથી. ભુલેચુકે પણ ગરમ ઋતુમાં મૂળા ખાવાનું સાહસ કરવું નહિં. શિયાળાના ત્રણ મહિના સિવાય કયારેય પણ મૂળા ખાવા નહિં. અમુક જગાએ સીઝન ગયા પછી કે દિવાળીપહેલાં વર્ષાઋતુમાં પણ દેખાવે રૂડા રૂપાડા મૂળા બજારમાં મળતા હોય છે. લાલચમાં આવીને એવા સમયે મૂળા ખાવાથી અનેક રોગો ઘર કરી જાય છે. ઘણાં લોકો મૂળા સાથે સિંગદાણા અને ગોળ ખાઇને પોતાનું પેટ ભરે છે. અને સીંગ કફકારક અને મુળા કફનાશક હોવાથી એમાં લાભ થતો જોવામાં આવે છે.

મૂળાની મોગરી કચુંબર તરીકે કે પછી શાક તરીકે વાપરી શકાય. મોગરીમાં પણ કફ, પિત્ત અને વાયુંનું શમન કરવાના ગુણો રહેલા છે. મોગરી તીખી, મધુર અને રસદાયક હોવાથી ઘણી વખત હોંશે હોંશે ખવાય છે. મર્યાદામાં ખાવી લગીરે પણ અજુગતી નથી.

No Comment

Comments are closed.