Input Content

મીઠું ખારૂં હોવા છતાં સ્વાદિષ્ટ છે. મીઠાં વગરનું શાક, કચુંબર, અથાણું કે ફરસાણ ફીક્કું લાગે છે…. સામાન્ય રીતે મીઠું એ સ્વાદનો ઝણકાર છે. ગમે તેવા ફીક્કાં આહારમાં નીમક નાખવાથી એ સ્વાદિષ્ટ બને છે. પાચન, રૂચિ કે જઠરાગ્નિને જાળવવા માટે નીમકનું મર્યાદિત સેવન જરૂરી છે.

ખોરાકમાં વપરાતું નીમક વાયુનાશક હોવાથી ગેસમાં ફાયદો કરે છે… મોળ, ઊબકા, ઊલટી, અપચન જેવા રોગમાં હીતદાયક છે. હાઇ બી.પી. વાળા માટે નીમક નુકશાનકારક હોવાથી એને નીમક ખાવાનો નિષેધ છે જયારે લો બી.પી. વાળા માટેનું એ અસરકારક ઔષધ છે. પ્રેસર ઘટી જાય એટલે  લીંબુના શરબતમાં નીમક નાખીને પીવાથી મોટે ભાગે પ્રેસર કાબુમાં આવી જાય છે. નીમકને લીંબુ સાથે લેવાથી પેટના દુ:ખાવામાં પણ સારો ફાયદો કરે છે.

મીઠાની જગ્યાએ સીંધવ વપરાય તો વધારે ગુણકારી ગણાય. દરિયાઇ મીઠું જે આપણે રોજિંદા વપરાશમાં છુટથી વાપરીએ છીએ એને ‘સફેદઝેર’ ની ઊપમા પણ આપવામાં આવી છે. સફેદમીઠું તાસીરે ગરમ છે. જેથી વાળ અને આંખ માટે હાનીકારક છે. સિંધવ તાસીરે ઠંડુ હોવાથી લાભદાયક છે. મીઠુ જાતીય શક્તિનો ધીરે ધીરે નાશ કરે છે. જ્યારે સિંધવ જાતિય શક્તિ જાળવી રાખે છે.

નીમક પિતકારક હોવાથી ચર્મરોગ ઉત્પન્ન કરે છે. લોહીનો વિકાર કરે છે. સિંધ પ્રદેશમાંથી આવતા નીમકને સિંધવ તરીકે ઓળખવામાં આવે છે. સિંધમાં આ સિંધવ ખાણોમાંથી નીકળે છે. દરિયાઇ નીમક ધંધાદારી ક્ષેત્રે આવ્યું હોવાથી અને કંઇક અંશે સસ્તુ હોવાથી રોજીંદા જીવનમાં સિંધવને તગેડીને મીઠાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો. જે લાંબે ગાળે આરોગ્ય માટે હીતદાયક નથી… સિંધવ કિંમતમાં થોડું મોંઘુ છે પણ આરોગ્ય બચાવવા માટે ઘણું સસ્તું છે.

વિદેશમાં સિંધવને ઉપયોગ વધારે કરવામાં આવે છે અને હોસ્પિટલો, સારી હોટલો અને સમજુ વર્ગમાં નીમકની જગાએ સિંધવનો જ વપરાશ થાય છે. Low-Salt તરીકે એનો ઉપયોગ થાય છે. ક્યાંક Black salt તરીકે પણ ઓળખાય છે. સફેદ ઝેર તરીકે નામચીન બનેલું નીમક સાંધાઓમાં દુ:ખાવો સરે છે… સોજામાં વધારો કરે છે. કીડની માટે હાનીકારક નીવડે છે. ઘા પર પણ નીમક નુકશાનકારક જણાયું છે.

હદય રોગના દર્દી માટે નીમક અપથ્ય ગણાયું છે. નીમક બી.પી વધારે છે જેથી હાઇ બી.પી વારા શખ્શોએ એનો ઊપયોગ ન કરવો. કોઇપણ જાતના દુ:ખાવામાં નીમક અગ્નિમાં ઘી જેવું કામ કરે છે… ગરમીના દિવસોમાં નીમક હાનીકારક છે. જેથી ગરમીના દિવસોમાં બહેનો માટે અલૂણાં વ્રતો રાખવામાં આવે છે. કંઇક અંશે નીમક વજન પણ વધારે છે. નીમક ખુબ જ મર્યાદામાં વાપરવામાં આવે તો ઓછું નુકશાનકારક નીવડે. બાકી બની શકે પુન: સિંધવના રોજીંદા વપરાશ પર ઉતરી જવાની જરૂર છે. સિંધવ નિર્દોષ દ્રવ્ય હોવાથી એ ચામડીના કે રક્ત વિકારના રોગોમાં હાનીકારક નથી… નીમક જ્યાં અવગુણ કરે છે ત્યાં સિંધવ હીતદાયક ગણાયું છે.

No Comment

Comments are closed.