આધેડ વયનો આહીર પોતાની સુંદર પત્નીને લઇને શ્રીજી ક્લીનીકનાં પગથિયાં ચડે છે ત્યારે એનાં એક એક ડગલામાં દુ:ખનો નિસાસો ડોકીંયા કરે છે. હતાશા અને આહ આંખ-મીચોલી કરે છે.
કોઇ અસહય ચિંતામય પરિસ્થિતિ એના શરીર પર લદાઇ હોય એવી ગભરૂ અદાથી એ ખુરશી પર બેઠક લે છે. અને મહિનાઓથી કોઇ કષ્ટસાધ્ય દર્દના સંકજામાં જકડાયો હોય એવા પીડીત અવાજથી એ મારી સાથે વાત કરે છે. એના કરૂણમય ચહેરો અને દર્દ જનક અવાજથી જ એ મારી સહાનુભુતી પ્રાપ્ત કરી લે છે.
છેલ્લા બાર મહિનાથી એની યુવાન પત્નીને જમ્યા પછી રોજ ઊલટી થાય છે. ઘણીય દવાઓ કરી. અનેક દાકતરો બદલાવ્યા. બધીય પરેજી પાળવાની કોશીષ કરી. દેશી ઊપચારો કર્યાં. અનેક બાધાઓ અને માનતાઓ રાખી. દોરા-દાગા પણ કરાવ્યા. બુવા ધુણાવ્યા. પણ એની પત્નીની ઊલટીએ લગીરે પણ પીછેહઠ ન કરી…
બાઇ જેટલું ખાય એનું પોણા ભાગનું ઊલટી વાટે બહાર નીકળી જાય. પ્રવાહી પી એ તો પણ અડધું બહાર. ખાટાં-મીઠાં ફળો પણ પુરાં પેટમાં રહે નહિ. જેથી બાઇનો વજન ખાસ્સો ઘટી ગયેલો. અશક્તિ પણ એટલી જ રોજ ઊલટી થવાથી છાતીમાં દુ:ખાવો પણ થાય. સખ્ત માથું પણ દુ:ખે કમર દુ:ખે અને પગ તુટે. એકદમ નબળાઇ.
દાકતરોની આવડત અને દવાના ગુણો બાઇની બિમારીમાં કામ ન લાગ્યા. રૂપાળી પત્ની સાથે સુખ સંસાર વિતાવવાના આહીર ભાઇના કોડ પુરા ન થયા. પત્નીની સારવારમાં સમય સાથે સાથે ઘણાય પૈસા વપરાઇ ગયા.. બેન્ક બેલેન્સ ખૂટવા માંડયું પણ એણે પોતાની પત્નીની સારવાર ચાલુ રાખી….
પોતે પોતાનાં કામકાજમાં પણ પુરતુંધ્યાન ન આપી શકે. રૂપાળી પત્નીના કરમાયેલા ચહેરાની ઊની આહ એનાં હૈયાં સાથે હદયને પણ બાળવા લાગી. પોતે માનસિક સમતુલના ગુમાવી બેસે એ પહેલાં શ્રીજી કલીનીકની સારી નામના સાંભળીને મારી આખરી મુલાકાત લેવાના મનોબળ સાથે મારા એક ખાસ દર્દીની ભલામણથી એ મારી કલીનીકમાં આવ્યો હતો.
બાઇની પુરી તપાસ કરી. પુછપરછ કરી. કોઇ જ ગંભીર બિમારીનો અણસાર ન આવ્યો. લેવાતા ખોરાક-પાણીની વીગત કાઢી. આહાર પણ યથા યોગ્ય લેવાતો હતો. માસીક બરાબર. પ્રેસર બરાબર.. કીડનીમાં પણ કોઇ તકલીફ નહિ. કરમિયાંનો પણ અણસાર નહિ. ઊલટી ઊત્પન્ન કરનાર અવયવો યશાવસ્ત જણાયાં. કોઇ જ ચેપી રોગ નહિ. ગેસ-એસીડીટી અને કબજિયાતની પણ પિડા નહિ…
ઊલટી-ઊબકા બંધ કરવા માટેની અકસીર અને ઊતમ દવાઓનો ઊપયોગ કરવામાં આવ્યો હતો. કોઇ દાક્તરની દવા ખોટી નહોતી. આટઆટલી દવાથી તો ગમે તેવી ઊલટી પણ બંધ થઇ જવી જોઇએ તો પછી સતત બાર મહિનાથી બાઇના શરીરમાં પડાવ નાખીને બેઠેલી હઠીલી ઊલટીની બલા કેવી? ક્યા રોગ માંથી ઊત્પન્ન થયેલી આ હઠીલી ઊલટી હતી? આ સમસ્યા મારા સામે હાઉ કરીને ધૂરકીઆં કરી ગઇ.
મારામાં રહેલા મનોવિજ્ઞાન ચિકિત્સકે આ મુઝવણમાં પ્રકાશ પાડયો. અને મેં એમનાં અંગત-જાતિય જીવનની ભીતરમાં ડોકીયું કરવા માટે ગુપ્ત સબંધની તોડ પામવા બારણાં ખટખટાવ્યાં. વારા-ફરતી બન્નેને અકેલાં બોલાવીને પેટ-છુટી વાત કઢાવી. યુવતીને ત્રીજીવાર એકલી બોલાવી ત્યારે ઘણાય સમયથી અંદર છૂપાયેલો ચોર પકડાયો. ભલભલા ડોકટરોનાં નામને બટો લગાડેલી રહસ્મય બિમારી પ્રગટ થઇ…
બાઇનો ધણી એને જાતિય સુખ આપવામાં નાકામયાબ નીવડ્યો હતો. દિવસની તમામ ક્રિયામાં એના પતિની હિંસક પશુ જેવી વર્તણુક, સંભોગ-સુખ પ્રાપ્તી માટેની એની નિષ્ફળતા અને સૃષ્ટી-વિરુધ્ધના સંયોજનની એની માગણી એનાં સુકુમાર હૈયાંને સતત કોતરી ખાતી હતી. અને એ અવનવા માનસિક રોગથી પિડાતી હતી. જેના પરિણામે એને સતત ઊલટી થતી હતી. અનેક ઊપચાર છતાંય ઊલટી મચક આપતી નહોતી. કારણકે આજ સુધી સતામણી અને ભયની ઘટનાઓ એના મગજતંત્ર માંગ્થી લગીરે પણ ઓછી થઇ ન હોતી.. એનાં પતિની ગુદા મૈથુનની લાલસા એના માનસતંત્રને વંતરીની માફક કોતરી ખાતી હતી…
બહુ જ સાવચેતીથી યુવક મહાશયને સમજાવ્યો. જરૂરી ઉપચાર કર્યાં. માનસિક રીતે તૈયાર કર્યો. યુવતીને ધીરજ અને આશાના ડોઝ આપ્યા. પરિસ્થિતિનો ધીરજ અને હળવાશથી સામનો કરવાની સલાહ આપી. ભય અને ગભરાટ દુર કરવા માટેનાં જરૂરી માર્ગદર્શન અને દવાના ઊપચાર પણ આપ્યા. અને યુવતીની કાયાએ ફરી એકવાર યુવાનીની તાજગીના શણગાર સજ્યા.ચહેરો પ્રફુલ્લિત અને કાયા શક્તિમાન જણાઇ. યુવકના ચહેરા પર મીઠું સ્મિત અને કંઇક પામવાની તાલાવેલી તાગડધીનાકરતી જણાઇ.
અને એ યુવતીની હડકાયી ઊલટીએ સંન્યાસ લીધો. અને પુરા છ મહિના પછી જયારે એ યુગલ ફરી એકવાર ઊલટીની ફરીયાદ લઇને મારી કલીનીકમાં આવ્યું ત્યારે મારા નિદાનથી યુવતીના ચહેરા પર ગમ્ય શરમાળ વાતાવરણ ઝબકારો મારી ગયું. અને યુવકના ચહેરા પર બાપા થવાનો સંકેત ગર્વભેર ઝલક આપી ગયો…
No Comment