આર્યુવેદમાં જેને અંજનનામિકા નામે ઓળખવામાં આવે છે એ આંજણી દેખાવે સાવ નાની પણ ભલભલા ભડવીરોને અશ્રુધારા વહેડાવે અને નાકેદમ લાવી દે એવી આકરી અને નિર્દય છે. જે માનવીની મગજતંત્રને હચમચાવીને વિચારધારાને પણ પટલાવી નાખે છે. ભલભલા માનવીની સહન-શક્તિને કસોટીની એરણ પર મૂકે છે. આવતાં એને વાર નથી લાગતી પણ અણગમતા પરોણા જેવી એ દુષ્ટ મતીની જવા માટે ગલ્લાં તલ્લાં કરે છે…. યથાયોગ્ય ઊપચાર વગર એને કાઢવી કઠીન છે.
આંજણી કોને, ક્યારે અને કેવી રીતનાં થાય છે એનો કોઇ જ ચોક્ક્સ નિયમ નથી. પણ વધારે પડતા સ્વાદિષ્ટ પકવાનના રસીલા, ખોરાકમાં આમલીનું ખટાશ વાપરનારા, વધારે પડતા તરેલા પદાર્થો વાપરનાર અને વધારે પડતું નીમક નાખીને ખારા પદાર્થો ખાનારા શખ્શોને ત્યાં એ હોંશેભેર ઊતારો નાખે છે…હોંશે હોંશે રોકાય વગર શીંગદાણા અને ગોળ ખાનાર વર્ગમાં એ અડડો જમાવીને બેસે છે… તેમાંય ચામડીના અનેક રોગોનો જન્મદાતા વિરુધ્ધ આહાર એનો ખાસ દલાલ કહી શકાય….
આંજણી એ પિત અને કફનો રોગ છે. આંજણીનું ઘર એટલે આંખ.. નેત્ર અગ્નિનું આલોચક અને પિતનું સ્થાન હોવાથી વિકાર થવાની બીક રહે છે..
આંજણીનાં આક્ર્મણથી નેત્રનાં રૂપરંગ બદલાઇ જાય છે. તીવ્ર દુ:ખાવો જણાય છે તેમાંય સુંવાળા પાંપણ પર અસહય સોજો અને મીઠી ચડ જણાય છે..
આર્યુવેદમાં આંજણી સરળ અને અક્સીર ઊપચાર માટે બજારમાંથી સારી રસવંતી લઇને એનો લેપ બનાવીને આંખે આંજવો…
કફ અને પિત જેનામાં વધારે હોય એવા મનુષ્યે દર અઠવાડિયે એક વખત રસવંતીનો લેપ આંખે લગાડવવો જેથી આંજણીને આંખની આજુબાજુ ફરકવાની પણ કોઇ તક ન મલે..
રસવંતીનાં ટીપાં જે રસ-બિન્દુ તરીકે જાણીતાં છે તે દિવસમાં બે વખત આંખમાં નાખવાથી અને થોડો આરામ કરવાથી આંજણી ઊભી પૂછડીએ નાશે છે રસવંતીનો સંપર્ક આંજણી માટે લગીરે આવકાર્ય નથી… એના સ્પર્શ માત્રથી એ ભડકે છે. ટીપાં બનાવવા માટે રસવંતીને બારીક પીસી એમાં થોડું મધ અને ગુલાબજળ મેળવી અને બાટલીમાં ભરી રાખવી…
ત્રીફલા અને જેઠીમધ ૨:૧ ના ભાગે રોજ સવાર સાંજ પાણી સાથે ફાકવાથી આંજણીનો સામનો થઇ શકે છે.
જરૂર પડ્યે સારી ફાર્મશીનો સ્પ્તામૃત લોહ ૨-૨ ગોળી પથ્થયાદીકવાથ સાથે દિવસમાં બે વખત લેવાથી હઠીલી આંજણીને પણ આંખ પર જમાવેલી છાવણી વીખવી પડે છે..
આંજણીનું આક્ર્મણ થયું હોય ત્યારે ખોરાકમાં પરેજી પાડવી જરૂર છે. ખાવાપીવામાં ખાટા, તિખા, તારેલા અને ગરમ પદાર્થો ત્યાગ કરવો. મગ, તુવેર, દ્રાક્ષ, દાડમ,આમણાં, ગાય કે બકરીનું દુધ અને ઘી ખાંડ વધારે વાપરવાં ગોળ-શીંગા, દહી, બાજરી કે વેજીટેબલ ઘી થી દુર રહેવું… આંજણીનું આક્રમણ થાય ત્યારે મીઠી ચળ આવે ત્યારે ખંજવાડનું મન થાય ત્યારે સંયમ રાખવો. ખંજવાડવાથી આંખમાં વિકાર વધવાની શક્યતા રહેલી છે.
આંજણીમાં કોપ દરમિયાન ધૂળીઆકે ધુમાળા વારા વાતાવરણથી દુર રહેવું. જરૂર પ્રમાણે ચશ્માં પહેરવાં હીતદાયક ગણાશે.
દેશી ઊપચારમાં આંજણી પર દિવસમાં બે ત્રણ વખત બ્લુ શાહી ચોપડવાથી આરામ થાય છે.
No Comment