Input Content

ઊધ્ધવજીએ પોતાના સ્વામી કૃષ્ણ ભગવાન માટે તપશ્ર્ચયાં કરવા માટે અનેક ધામો ફર્યા બાદ જયારે હિમાલય તળેટીમાં આવેલાં રમણિય સ્થળ બદરીકાશ્રમ પર પસંદગી ઊતારી ત્યારે એમની પાસે આ દિવ્ય ધામના અનેક જમા પાસાં હતા.

સુંદર મજાના બગીચાઓનાં રમણિય વાતાવરણમાં વિવિધ રંગના ફુવારા, રંગ- બેરંગી અને સુગંધીદાર પુષ્પો, મીઠી રણકાર પેદા કરતાં આકર્ષક ઝરણાંઓ, રળિયામણા લાગતાં પર્વતોના સોનેરી અને રૂપેરી ઝભા પહેરેલા શિખરો, રંગબેરંગી અને સંગીતમય મધુર સ્વર કાઢતા અનેક પ્રકારનાં પક્ષીઓ, લીલાછમ અને ઘટાદાર વૃક્ષો પર લચબચતા તરેહ તરેનાં ફળો અને સુંવાળી હૂંક આપતું અને કોઈને પણ લેટવાનું મન થાય એવું લુભામણું લીલુ ઘાસ એ બદરીકાશ્રમની લીલી અને સુગ્મય હરિયાળીનાં મુખ્ય આકર્ષણો હતા. શુદ્ર જળ ધરાવતાં અને વિવિધ રંગના કમળો અને મોતીચારો કરતાં હંસો અને રંગબેરંગી બતકોથી પ્રફુલ્લીત સરોવર અહિંનાં લુભામણી શોભો હતાં. મધુર સ્વરે ખળખળતી નદીઓ અને ઠેર ઠેર એમાં સ્નાન કરતી સ્વર્ગની અપ્સરાઓ વાતાવરણને પ્રફુલ્લીત બનાવી જતી હતી.

સુંદર મજાની રેશની ઘાસની આકર્ષક ઝૂંપડીઓ અને રમણિય વિસ્તાર ધરાવતા ઋષીમુનિઓના વિશાળ આશ્રમોની પરસાળમાં બેસીને ઊંડી તપશ્ર્ચર્યામાં ઊતરેલા ઋષીમુનિઓની આજુબાજુ ઘાસચારો ચરતાં, રમતગમત કરતાં અને વાતાવરણનો અમુલ્ય લ્હાવો લેતા તરેહ તરેહ જાતનાં પ્રાણીઓ, રંગીન ગભરૂ હરણાંઓ, નિર્ભય ભાવે દોડકૂદ કરતાં સસલાંઓ,પોતાની કેસરીને લુભામણો વણાંક આપતા અહિંસક કેસરી- સિંહો, પ્રેમાળ વાધો, સફેદ હાથીઓની હારમાળા, શિષ્ટાભાર્યનું પ્રતિક બતાવતાં હનુમાનજીના વારસદારો વાંદરા, સૌ કોઈ પ્રભુના સ્મરણમાં હરિયાળીને ઓપ આપવામાં તલ્લીન હતાં.

બદરીકાકશ્રના આ સાત્વીક અને શાંતિભર્યા વાતાવરણમાં જયાં વાધ- હરણ અને સિંહ- સસલું અને ગાય- ચિતો એક સાથે રમતાં જોવા મળે. નોળિયું અને સાપ મિત્રભાવે સંતાકુકડી રમતાં દેખાય, કબૂતર અને બાજ એક ઝાડની એક જ ડાળી પર મસ્તીભાવે બેઠાં હોય એવું અદૂભુત વાતાવરણ બદરીકાશ્રમનું.

પ્રેમ, શાંતિ અને એકતાના સમૂહ ગીતો ગાતાં પશુ- પક્ષીઓ અને જીવ- જંતુઓની અહિં શંભુમેળો છે. અહિં એક્મેક પ્રત્યે કોઈ વેરભાવના નથી. લગીરે પણ અણગમો નથી અને નફરતનું તો નામ- નિશાન જ નથી.એવાંઆ મૈત્રીભર્યા વાતાવરણમાં કોઈની રાડ નથી, કોઈ બુમ નથી, કોઈ રૂદમ નથી, કોઈ ઊંફ નથી અને કોઈ તાણ નથી. વાતાવરમ સુગ્મય છે. કાતીલ ઠંડી નથી, કાયમી ગરમી નથી અને મુશળધાર વરસાદ નથી. સધળુ મર્યાદામાં અને મિલનસાર છે. શિયાળો શિતળ અને મિલનસાર છે. ઊનાળો હૂંકાળો અને મનગમનીય છે. વર્ષાઋતુ પ્રફુલ્લિત છે. અનેક દેવોના પગલાંથી પાવન થયેલી અને ઋષીમુનિઓના આ પાવન તપોભૂમિમાં વાવાઝોડું, પુર, ધરતીકંપ, વીજળીંકંપ, દુષ્કાળ જેવા કોઈ કુદરતી કોપો નથી. અહિં કુદરત સોળ કલાએ ખીલીને વાતાવરણને સુગ્મય અને અતિ રમણિય બનાવે છે.

કદીય ન મૂરઝાય એવાં સુગંધીત પુષ્પો, કદીય ન સૂકાય એવાં લીલાંછમ વૃક્ષો પર બારે માસ દેખા દેતાં ખાટાં- મીઠાં અનેરાં ફળો, તરેહ તરેહના તાજાં શાકભાજીના બગીચાઓ, રંગબેરંગી મીનવૃંદથી શુશોભિત નાના નાના તળાવો, અવર નવર પોતાના સમગ્ર પરિવાર સાથે આ પાવન ભૂમિ પર ઊજાણી માણવા આવતાં દેવ વૃંદો, એમના તરેહ તરેહનાં અગ્નિ વગર ચાલતાં વાહનોની ખાસ પાકીંગ, બદરીકાશ્રમની વિશાળ ભૂમિની સંપૂર્ણ માહિતી આપતી ઠેર ઠેર માહિતી- કુટીરો.

આવું સુંદર ધામ બદરીકાશ્રમ બદ્રીનારાયણ નામનાં હિમાલયની તળેટીમાં આવેલ પુનિત ધામની બાજુમાં આવેલું છે. એકાંતિક ભકતોને એનાં દર્શન થાય છે. સાચા સત્સંગીઓ જ એમને દુરથી જોઈ શકે છે. બાકી જગતના પામર જીવોને આવા ભવ્ય અને રમણિય બદરીકાશ્રમ ધામનો અણસાર પણ આવતો નથી.

હજારો ઋષીમૂનિઓના ઓમ્નાદથી પ્રફુલ્લિત થયેલા વાતાવરણમાં ધેલાતુર બનેલા મોરલાઓના મધુર ટેહુંકો, સોનેરી ખીસકોલીઓના મધુર કિલકિલાટ, મધુરકંઠી કોયલનો મીઠો લહેરકો આ દિવ્ય ધામનાં પ્રવેશદ્રાર પાસેથી સાંભળી શકાય છે. અહીંના વાતાવરણનો ધ્વની કોઈ અદૂભૂત રણકાર સર્જે છે. પવનદેવતા પણ અહિં પોતાના સ્વરૂપને કોઈ નવો ઓપ આપતા જણાય છે.

બદરીકાશ્રમ અલકનંદા નામની દૈવી નદીના સુંદર કિનારે આવેલું છે. જયાં મધ્ય્માં બોરડીનું એક જબરજસ્ત વિશાળ વૃક્ષ આવેલ છે જે માઈલોમાં પથરાયેલું છે એ બોરડીમાં કોઈ જ કાંટા નથી અને સફરજન જેવાં મોટાં અને મીઠાં બોર એમાં થાય છે જે આરોગવાથી શરીરમાં કોઈ પણ જાતના રોગ- બિમારી રહેતાં નથી. આ પવિત્ર બોરડી ખાસ કરીને ‘બદરી ‘ તરીકે ઓળખાય છે. જેથી એની આજુ- બાજુના બહોળા વિસ્તારને “બદરીકાશ્રમ “ તરીકે ઓળખવામાં આવે છે.

બદરીકાશ્રમ એટલું બધું વિશાળ છે કે એનો ‘વિશાલા‘ તરીકે ઊલ્લેખ પણ કરાયેલો છે. બદરીકાશ્રમમાં અલકનંદા નદીના કિનારે થોડે દુર પ્રભુના માહિતી પ્રધાન શ્રી નારદજીનો નિવાસ આવેલો છે. એમની બાજુમાં જ પ્રભુના અંગત સચીન શ્રી ઊધ્ધવજીનો ખાસ બંગલો આવેલો છે. પ્રભુના નાણાપ્રધાન કુબેરજીનો મોટો કુબો અને ધનભંડાર થોડે દુર આવેલો છે. મહાન ઋષીઓ દધીચી, મરીચી, વશિષ્ટ, અત્રી, અંગીરા, મૈત્રય, ગર્ગ અને વાલ્મીકીના આશ્રમો નજીક નજીકમાં જ આવેલા છે. પાઠશાળામાં અભ્યાસ કરતા મૃત્યુલોકમાંથી પોતાના પુણ્ય પ્રતાપે અહિં પહોંચેલા જીવોને અહિંથી વૈકુંઠ, ગોલોક અને અક્ષરધામની યાત્રા માટેની તૈયારીઓ કરાવાય છે. મોક્ષમાર્ગની અહિં ગુપ્ત વર્કસોપ ચાલે છે. ભગવાન દતાત્રેય એના આદિ આચાર્ય છે. બદરીકાશ્રમનો તમામ સંદેશા વ્યવહાર નારદઋષી ખાસ ધ્વની ‘આકાશવાણી ‘દ્રારા સંચાર કરે છે. ઈનટરનેટનો અહિખુબ ઊપયોગ થાય છે દેવલોકનો સ્પેશીઅલ સ્ટાફ અહિં કાર્ય કરે છે.

અહિં ઋષી મુનિઓ ભરતખંડ કલ્યાણ માટે અખંડ તપ કરે છે અને પ્રભુની આજ્ઞા

પ્રમાણે પૃથ્વી પર વિચરણ કરીને પ્રભુએ ચીંધેલા કાર્યને પુરૂ કરે છે અને જરૂર પડયે પ્રભુને માર્ગદર્શન પણ આપે છે. ભરત ખંડના સંચાલન માટે અહિં નિયમિત સભાઓ ભરાય છે.

આવા સુગ્મય વાતાવરણમાં ભગવાન નર અને નારાયણ પોતાના માતાપિતા ધર્મદેવ અને ભકિતમાતા જોડે નિવાસ કરે છે.

No Comment

Comments are closed.