મંજુલાબેન ખાનદાન પૈસાદાર વર્ગના પુત્રવધ, જેટલી રહેલી – કરણીમાં ઠાડ માઠ એટલોજ પહેરવામાં – ઓઢવામાં. દેખાવે રૂપકડાં અને તંદુરસ્ત લાગે. બેઠં હોય ત્યારે બહુ જ પ્રભાવિત લાગે. વાણીની છટા પણ એટલી જ આકર્ષક. સ્વભાવે બહુ જ મૃદુલ. ધન – દોલતનું ખોટું અભિમાન નહી. સૌ નાના- મોટા ભેગાં ભળી જાય.
દરેક રીતે સુખ- સમૃદ્રિમાં રાચતાં રાચતાં મંજુલાબેનને ચાલવામાં બહુ તકલીફ ડે. ઘણી વખત તો લંગડાતા પગે ચાલે. કયારેક અસહ્ય પીડા થાય ત્યારે સીસકારો પણ બોલાવે.
એમને આજે ચાર વર્ષથી પગમાં એડીનો દુ :ખાવો. એક્ષ-રે પડાવ્યો. હાડ્કું વધવાનો કેશ હતો જેથી પીડીંમા સખ્ત દુ:ખાવો થાય. તેમાંય પગ નીચે કયાંક કઠણ વસ્તુ કચરાઈ જાય તો આંખમાં પાણી નીતરે, એટલો દુ: ખાવો થાય.
ઘણી દવા કરી, સારા સારા દાકતરોના કોર્સ ક્રર્યા, ઈજેકશનો લીધાં પણ હાડકાની પીડા જળમૂળથી ન ગઈ. ઓપેરેશન કરવામાં શાણપણ નહોતું. પગમાં વાના સ્પેશીયલ ઈજેકશન પણ લીધેલા. ઈજેકશનનો કેફ હોય એટલીવાર દુ:ખાવો ન જણાય કેફ પુરો થતાં તીવ્ર દુ:ખાવો ફરી ચાલુ થાય.એક દિવસ શાક માર્કેટમાં ભેગા થયાં. લંગડાતા ચાલે. દરેક્નું ધ્યાન દોરય. અને એમને મારાથી સહેજે પૂછાઈ ગયું. કંઈ વાગી ગયું હશે એ આભાસે. ત્યારે મંજુલાબેન પોતાની આપવીતી કહી સંભળાવી. બીજા દિવસે મારે ઘરે પણ આવી ગયાં.એમનો પગ જોતાં થોડૉ ખ્યાલ આવી ગયો. થોડોક સોજા પણ દેખાઓ હતો. જરાક દબાવતાં અસહ્ય પીડા થતી હતી. પગ જમીન પર મૂકતાં વીછીના ડંખ જેવી પીડા થતી હતી.
દુ:ખાવા પર લગાવવા માટે દશાંગ લેપ. રોજ ગુંદ સાથે કાલવીને નિયમિત.. રોજ રાત્રે સૂતી વખતે ચોખી કરેલી મેથીનો ફાકડો ભરીને પાણી સાથે પી જવાનો. સાજે પલાળેલી મેથીને સવારે પીસીને અથવા હાથની મસળીને નરણા પેટે પી જવાની. દિવસના ભાગમાં દુ:ખાવા પર રેતીનો શેક દર ત્રણ કલાના અંતરે .
ખાવામાંખાટુ, તીખુ અનેતળેલું બંધ, ઠંડા- પીણાં બંધ, ફીજથી દુર રહેવાનુ, દહીં- છાશ પણ બંધ કરાવ્યાં. ગળ્યા પદાર્થો પણ બંધ, નિયક્ની જગાએ સીંધાલુણ વાપરવાનું, લોહચુંબક કરેલું પાણી પીવાનું અને મેગ્નેટથી દક્ષિણ ધ્રુવની સારવાર કરવી.
વાયડા પદાર્થો સાવ જ બંધ કરાવ્યા. નરણા પેટે સૂંઠ- દીવેલનો ઊકાળો પ્રમાણસર લેવાનો જેનાથી બે – ત્રણ ઝાડા થાય.
બની શકે તો બાફેલા મગ- ગરમ મસાલો નાખીને, બાફેલું દુધીનો શાક અને કોરી રોટલી જ લેવાનાં.
પંદર દિવસમાં કોઈપણ જાતની અન્ય દવા વગર મંજુલાબેનના પગની એડીના દુ:ખાવામાં થોડી રાહત જણાઈ. મહિનાને અંત તો દુ:ખાવો અડધો ગાયબ થઈ ગયો. બીજા મહિને દુ:ખાવો નહિવત.
બીજા મહીને સૂંઠ- દિવેલનો ઊકાળો અઠવાડીયે એક વખત. મેથીનો ફાકળો એકાંતરે, દશાંગલેપ પણ એકાંતરે, શેક એક વખત, મેગ્નેટ પાણી ચાલુ, મેગ્નેટ સારવાર બંધ, ખાવા-પીવામાં થોડી વધારે છુટ- છાટ આપી. પણ ખટાશની પરેજી પૂરા છ મહીના પાળવાની. તરેલા અને વાયડા પદાર્થો પણ બહુ જ ઓછા પ્રમાણમાં.. તાજી- મોળી છાશ પીવાની છુટ, ત્રણ મહિને મંજુબેન બરાબર ચાલતાં થઈ ગયાં કોઈ પણ જાતના દુ:ખાવા વગર.
આજે બે વર્ષથી મંજુલાબેનને પગમાં દુ:ખાવો જણાયો નથી. વગર દવાના ઉપચારથી મંજુલાબેનનો એડીનો દુ:ખાવો બંધ થતાં એનો જેવી અનેક બહેનો મારે આંગળે ઊમટી પડી અને મોટા ભાગના કેશો સફળ થયાનો મને સંતોષ થયો.
No Comment