Input Content

સવિતાબેનને અચાનક ઝાડા થઇ આવેલા. દિવસમાં આઠથી દશ વખત જવું પડે. શરીર ધોવાઇ જાય, પગ તુટે,કમર પણ દુ:ખે, શરીરમાં અશક્તિ જણાય, પેટમાં સખત આંટી આવે જેથી કોઇ કામકાજ પણ ન થઇ શકે. ફેમીલી ડોક્ટરે દવાઓ આપી. ઇંજેક્શન માર્યા પણ ઝાડા મટવાનું નામ જ લે.

હોમીયોપેથી દવા લીધી, ચાર દિવસ લાગલાગટ દવા લેવા છ્તાંય કંઇ ફરક ન પડ્યો, જીરૂ નાખીને છાશ પણ પુષ્કળ પીધી, સાકરવાળુ પાણી પી પીને થાકી ગયાં. દાડમ ખાધાં, દાડમની છાલ પણ ખાધી પણ ઝાડાએ હટવાનું નામ ન લીધું. તે ન જ લીધું. સઘળા ઊપચારો નાકામયાબ નીવડ્યા.

છેવટે હોસ્પીટલમાં દાખલ કરવાં પડ્યાં… ચાર બાટલા ચડાવ્યા, છ એક ઇંજેક્શનો દીધાં, રોજની બાર બાર ગોળીઓ લીધી. પાણી ચડતાં શરીરમાં કંઇક સ્ફૂર્તી આવી પણ ઝાડા બંધ થયા નહિં. જેથી દાક્તરે છેલ્લે ઊપાય તરીકે ઓપરેશન કરાવવાની સલાહ આપી. ઘરના બધાય ગભરાઇ ગયાં. ઝાડાની તકલીફ માટે દાક્તરનું કહેવું હતું કે આંતરડું ખસી ગયું છે. અને આંટી આવી ગઇ છે જેથી ઝાડા થાય છે, પાચન થતું નથી તો આંતરડું વાટે લાવવા માટે ઓપરેશન કરવું પડશે. જાણવા મળ્યું કે અહિં આવતા સર્જને આવા ઘણાંય ઓપરેશનો કરેલ છે. સફળ ગયાં કે નહિ એનો કોઇ ચોક્કસ અહેવાલ નહોતો.

ઓપરેશનના આગલા દિવસે સવિતાબેનનો દીકરો મારાં શ્રીજી ક્લીનીકમાં આવીને એની મમ્મીની હાલતની વાત કરી. ખસી જતાં આંતરડાને વગર ઓપરેશને ઠીક કરવાના મારા ઊપચાર વિષે એમણે એમના મિત્ર પાસેથી સાંભળેલું અને એ આશાએ હોસ્પીટાલમાં એની મમ્મીને એક મુલાકાત આપીને અભિપ્રાય આપવાની એમણે મને વિનંતી કરી.

દાક્તરને પૂછ્યા વગર સીધે સીધે હોસ્પીટલ જઇને કોઇપણ નિદાન ન કરવાની મેં મારી પરિસ્થિતિ જણાવી અને ત્રણ કલાકની અંદર સવિતાબેનને લઇને એમનો દિકરો શ્રીજી ક્લીનીકમાં આવી પહોંચ્યો.

સવિતાબેન આવતાં એક એમરજન્સી કેશ તરીકે લઇને એમને ટેબલ પર સુવાડ્યા. એમનુ પેટ તપાસ્યું સાવ ખાલી અને ઢીલું! ઝાડા કરી કરીને શરીર પણ નંખાઇ ગયું હતું. નાભિ પર આંગળા મૂકીને તપાસ કરી તો નાભિચક્ર ઠેકાણે નહિ. સવિતા બેનની પેચોટી ખસીને આંતરડામાં ઊડી સરકી ગઇ હતી જેથી ઝાડા અને કમરનો દુ:ખાવો રહેતો હતો. ઝાડા બંધ થવાની શક્યતા નહોતી. પેચોટી વાટે લાવવાની મારી આધૂનિક તરકીબો વાપરી પણ ફાવટ ન આવતાં છેવટે સ્પેશીયલ વેક્યુમ પંપના સહારે સવિતાબેનની પેચોટી માંડ માંડ ઠેકાણે આવી અને ડૂંટી નીચે ધબકવા લાગી.

ઘેર જઇને થોડુંક ઘી-ગોળ ખાઇ લેવાની ભલામણ સાથે મે એમને રજા આપી. પેટમાં તાત્કાલીક હળવાસ અનુભવતાં અને દુ:ખાવો ગાયબ થતાં સવિતાબેનને બહુ જ નવાઇ લાગી…. મગનું ઓસામણ અને ઓસાવેલા ભાત અને દાળ થોડા પ્રામાણમાં લેવાની અને છાશ પીવાની ભલામણ કરીને બીજે દિવસે નરણાપેટે મારી ક્લીનીકમાં આવવાની ભલામણ કરી.

બીજે દિવસે સવારે શ્રીજી ક્લીનીકમાં પ્રવેશતાં સવિતબેનના શરીરમાં થોડી સ્ફૂર્તી હતી. પૂછતાં જાણવા મળ્યું કે વહેલી સવારે બે જ ઝાડા થયા છે મેં મારી રીતે પેટ તપાસ્યું. નાભીચક્ર થોડુંક આડું જણાતાં હળવેકથી મારી રીતે વાટે લીધું. અને સાદો ખોરાક લેવાની છુટ આપીને મેં એમને વિદાય કર્યા.

ત્રીજા દિવસે એમના ઝાડાની તકલીફ દૂર થઇ ગઇ હતી. નવાઇ પામવાનાં એમની પાસે પુરતાં કારણો હતાં. વગર દવાએ અદભૂત ચમત્કારીક સારવાર માટે એમણે મારો હાર્દીક આભાર માન્યો.

શ્રીજી ક્લીનીકમાં નાભિચક્ર હટવાનો આ સામાન્ય કેશ હતો. દુર દુરથી હતાશ થયેલાં લોકો ખાસ વાહન કરીને વહેલી સવારે નરડા કોઠે પેચોટી કઢાવવા મારી શ્રીજી ક્લીનીક્માં આવતાં અને સંતોષ પામીને  જતાં.

પંચોટી વાટે લાવવા માટે મારી પાસે અનેક પધ્ધતીઓ હતી. જરૂર પડ્યે વેક્યુમ પંપનો ઊપયોગ કરતો. પંચોટી કાઢવવાનો મારો કોઇ જ ચાર્જ નહોતો.

No Comment

Comments are closed.