ઇંગ્લેન્ડમાં રહેવા ગયેલા કે ઊચ્છેર પામેલા ગુજરાતી મૂળના યુવકો ગઇ કાલ સુધી ગામડાંની નજીવું ભણેલી યુવતીઓને પોતાની જીવનસાથી બનાવીને યુ.કે લઇ જતા હતા. એ આશાએ કે ગુજરાતની ગામડાંની યુવતીઓ વિદેશમાં ત્યાંની ભણેલી-ગણેલી અને સુધરેલી છોકરીઓ કરતાં ઘણી સારી પત્ની બનીને રહેશે. પોતાની મર્યાદામાં રહીને એક સારી ગૃહીણી બનીને રેહેશે.
ગામડાંની અબુધ ગણાતી અર્ધ કચરૂં શિક્ષણ ધરાવતી યુવતીઓ લંડનમાં જઇને સરસ મજાના અઢીરૂમના ફરનીસ મેસોનેટમાં જઇને રહે. ચોવીસ કલાક લાઇટ પાણીની સગવડ, આખાં ઘરને શિયાળાની કડકડતી ટાઢમાં ગરમ રાખતાં ગેસ-હીટરો, મોટાં સ્ક્રીનનાં ટી.વી, સુસજ્જ રસોડું અને જરૂરી બધી સગવડો જોઇને ગામડાની એ અગવડોમાં ટેવાયેલી ગૃહીણી આ સઘળી સગવડો પામીને છલકાઇ જાય છે. એ પોતાની જાતને અતિ ભાગ્યશાળી માને છે.
ગામડામાં સાસુ-સસરાં, વડીલો, સમાજ કે ધર્મની મર્યાદામાં રહેતી એ યુવતી લંડનમાં આઝાદ પંખીની માફક ઊડવા માંડે છે. થોડા દિવસ પોતાના પતિને આંજવા એ મંદીરે જવાનો આગ્રહ રાખે છે. ઘરમાં નાનકડાં મંદીરને જીવંત રાખીને ઘરમાં અનેરૂ વાતાવરણ સર્જ છે.
ધરાઇ ધરાઇને ટી.વી જુએ.. સગાં-સ્નેહીઓ અને બહેનપણીઓને લંડનના વખાણ કરતાં ભારતમાં લાંબા ટેલીફોન કરે. મોટાં મોટાં શોપીંગ સેન્ટરો જોઇને ચક્તિ થઇ જાય અને કદીયે ન જોયાં હોય એવાં એવાં શુધ્ધ અને તાજાં શાકભાજી, તરેહ તરેહનાં ફળો અને અન્ય સામગ્રી જોઇને એ ઘેલી બની જાય છે. ઘરમાં ન ખપતી પણ ગમતી ચીજ વસ્તુઓ ખરીદીને એ પોતાના પતિદેવનાં પાકીટને હળવું બનાવે છે. શોપીંગ કરવું એ એનો શોખ બની જાય છે.
પછી એને કામ કરવાનો વારો આવે છે. અને મનપસંદ કામ મલતું નથી… ગમે તેવાં હલકાં કામ એને કરવાં પડે છે. અન્યનાં છોકરાં રમાડવા, વૃધ્ધો માટે રસોઇ કરવી, કેટરીંગવારાનાં મોટાં મોટાં વાસણોને ધોવાં, શાળામાં કલાસ-રૂમ ઓફીસકે લાયબ્રેરીની સફાઇ કરવી. ટોઇલેટ-બાથરૂમનિ સફાઇ રાખવામાં કલિનરનું કામ… થોડુંક ભણેલી હોય અને ઓળખાણ હોય તો શાકભાજીની દુકાનમાં સફાઇ, ગોઠવણી કે ભાર ઊપાડવો… થોડીક હોશિયારી હોય તો ટીલ પર બેસવા મલે. સાંજે પડે લોથપોથ થઇ જાય…
ગામડામાંથી બેથી ત્રણ વાગ્યે પોતાનું કામ પુરૂ કરીને પછી નહી-ધોઇને એટીકેટ થઇને ગામમાં નીકળતી યુવતી લંડનમાં ધીરે ધીરે સંકજામાં આવે છે. અંગ્રેજી ન આવડે જેથી મુંઝાય.સારૂં કામ પણ ન મલે. સરકારના ખર્ચે ભણવા જાય ત્રણ ચાર વરસે થોડું ઘણું વાંચતાં-લખતાં શીખે. પછી પુરૂષ સમોવડી થવાનો પ્રયત્ન કરે.
એ સારા અર્થમાં ગૃહીણી કે ધર્મપત્ની બનવા કરતાં લાઇફ પાર્ટનાર બને. પોતાનું અલગ બેન્ક ખાતું રાખે. પોતાનો હિસાબ પણ જુદો રાખે. મકાનમાં પોતાનું નામ નંખાવે. એ ઠીક લાગ્યે ત્યાં ફુરસદના સમયે જાય… સગાંઓ કરતાં એને બહેનપણીઓ વધારે પ્રિય લાગે. એ ઘણી વખત ધણીથી ઊપરવટ થઇને અમુક નિર્ણય લે. વાતવાતમાં પોતાનો હક જમાવતી થાય. નજીવી માંદગીમાં એ ખાટલે પડે. ધણી કામે જાય અને સાંજે આવીને રસોઇ પણ કરે.ધણી વખત સફાઇ કામ પણ ધણી પાસે કરાવે. ઠીક લાગે તેમ શોપીંગ કરે.
સુવાવસમાંથી ઊઠે એટલે છ થી નવ મહિના ઘરે બેસીને સરકારી પગાર ખાય. પછી છોકરાંને રમાડવાની જગાએ મૂકીને કામે જાય. એ મૂકવા જાય તો ધણીને લેવા જવાનું થાય. વાતવાતમાં પોતાનો હક જમાવે. ઘરકામમાં પણ વાદવિવાદ કરે અને અમુક કામ પતિ પાસે પરાણે કરાવે.
ગામડાંની એ એક વખતની અબુધ અને ઓછું ભણેલી યુવતી કુસંગે ચડે તો પછી ધણીને આંખના ઇશારે આંગણીના ટેરવે નચાવે. વાતવાતમાં પોતાનો હક બતાવે. અને ઇંગ્લેન્ડની ભણેલી-ગણેલી અને સુધરેલી છોકરીઓના કડવા અનુભવોથી દાઝેલો યુવક ગામડાંની એ યુવતી ના બદલાવમાં ત્રાસી જાય.
આજે લંડનના યુવકો ગામડાંઓ માંથી યુવતી લાવવામાં ઘણો વિચારકરે. લંડનની છોકરીનો ઊચ્છેર જ એવો જેથી આધુનિક વલણ રાખે પણ ગામડાંની છોકરી પોતાના તમામ સંસ્કારોને અને ધર્મને નેવે મૂકીને લંડનમાં આધુનિક વાતાવરણમાં રંગાય અને છકી જાય. સાસુ-સસરાંની સેવાને મુખ્ય ધર્મ માનતી એક વખતની ગામડાની ગોરી અહિં આવીને સાસુ-સસરાંને જાકારો આપે. એમની લગીરે પણ આમન્યા ન રાખે પણ અતડો વ્યવહાર રાખે. દેશમાં પતિને પરમેશ્વર માનવી એક વખતની ગામડી સંસ્કારો ધરાવતી યુવતી વિદેશના રંગે રંગાઇને પતિને ‘હસબન્ડ’ માને જાણે કે “લાઇફપાર્ટનર”….
આ છે ગામડાંની અબુધ ગુજરાતણનો લંડન મહિમા………….
No Comment