Input Content

સફેદ અને લાલ રંગમાં ચળકતું દાડમ ભારતમાં ઘણે ઠેકાણે થાય છે. વિદેશોમાં પણ અમેરીક, ઇરાન, ફ્લોરીડા અફઘાનીસ્તાન અને અરબસ્તાન જેવા પ્રદેશોમાં એની પેદાશ છે.

સ્વાદે મીઠાં દાડમ ત્રિદોષહર હોવાથી કફ, પિત્ત અને વાયુના પ્રકોપને કાબુમાં રાખે છે. પચવામાં સરળ છે, તરસ અને શરીર દાહને મટાડે છે. હદયની પીડામાં રાહત આપે છે તો ખોખરા કંઠને સુધારે છે. મીઠાં દાડમ એસીડીટી માટે ઊત્તમ ગણાય છે. દાણા ચાવવાથી કે એનો રસ કાઢીને પીવાથી એસીડીટીની બળતરામાં ઘણી રાહત જણાય છે. ઉલટાના ઉંધી તાસીર દેખાડતા તીખા દાડમ એસીડીટીને ઉશ્કેરે છે. માટે જેમને વાત વાતમાં થોડું ખાટું, તીખું કે તળેલું ખવાઇ જતાં પિત્ત ઉશ્કેરાઇ જતું હોય તેમણે ચોકસાઇ કરીને ફકત મીઠા દાડમ ખાવા પણ ખાટાને કદાપી પણ ચાખવાં નહીં…

મીઠા અને લાલ દાડમ ખાવાથી  શરીરમાં હિમોગ્લોબીનનો વધારો થાય છે કારણકે એમાં લોહતત્વનું પ્રમાણ વધારે હોય છે. એટલે જેમને લોહીમાં લાલ રકતકણોની ઉણપ હોય છે, શરીર ફીકકુ હોય અને જેમને પાંડુરોગનું નિદાન કરવામાં આવ્યું હોય એમના માટે પાકા, મીઠા અને લાલ દાડમ આર્શીવાદરૂપ છે. એ જ દાડમ એસીડીટીમાં ઘણી રાહત આપે છે. મીઠા દાડમનો રસ એસીડીટી અલ્સરમાં પણ બકરીના દુધ જેટલી જ રાહત આપે છે. દાડમનો અન્ય ગુણ હોવાથી જેમને વારેઘડીએ ઝાડા થતા હોય કે પ્રવાહી જેવા ઝાડા આવતા હોય એમના માટે દાડમ અકસીર ઔષધી તરીકે કાર્ય કરે છે. દાડમની છાલ પણ ઝાડામાં ઉપયોગી છે. પાણી જેવા ઝાડા વારેઘડીએ થતા હોય ત્યારે દાડમની છાલનો રસ પીવાથી ઘણો ફાયદો થાય છે…

જેમને પેટમાં કરમિયાંનો વારંવારે ત્રાસ ઉભો થાય એમણે દાડમના મૂળની ઝાલનો ઉકાળો પીવાથી ફાયદો થાય છે.

દાડમનો ઠંડો રસ નસકોરીમાં અક્સીર પુરવાર થયો છે. નસકોરી ફૂટતી હોય એમણે દાડમના તાજાં ફુલનો રસ બન્ને નસકોરામાં નાખવાથી તાત્કાલીક રાહત થાય છે.

દાડમની છાલ દંતમંજન તરીકે અકસીર છે ઉપરાંત નિત્ય દાડમ ખાનાર માનવીને દાંત અને પેઢાના રોગોમાં ઘણી રાહત જણાય છે.

પુરૂષોની વીર્યની કમીમાં દાડમ આર્શીવાદરૂપ છે. એવા પુરૂષોએ રોજ એક મીઠા અને લાલ દાડમનો ઉપયોગ કરવો. શરીરમાં તાજગી આવશે અને રોનક વધવાની સાથે સાથે પુરૂષાતનમાં પણ અનેરો લાભ જણાશે.

દાડમની છાલને સૂકાવીને એનો પાવડર બનાવી એની એક ચમચી સાથે એટલું જ મધ નાખીને સવાર-સાંજ ચાટવાથી ખાંસીમાં ઘણી રાહત થાય છે. ગળામાંથી બોલતી ઊધરસમાં પણ ફાયદો થાય છે. દાડમની છાલ ચૂંસવાથી પણ ખાંસી મટે છે. ખીલ ભોગતો હોય કે ઊઠણી જણાય ત્યારે દાડમનાં પાન વાટી એની લુગદી કરીને આંખ પર થોડા દિવસો મૂકવાથી રાહત જણાય છે.

દાડમનું શરબત ઊનાળામાં અજબ સ્ફૂર્તી આપે છે. પેશાબના કોઇ પણ દર્દમાં ગ્લુકોઝ નાખીને શરબત પીવાથી ઊનવા કે સાધારણ પથ્થરીમાં પણ અકસીર છે. એનાથી પેશાબ છુટ આવે છે. બળતરામાં રાહત થાય છે. અને ઝીણી ઝીણી પથ્થરી નીકળી પણ જાય છે.

No Comment

Comments are closed.