Input Content

ઠેર ઠેર માનવજાત પામતી ‘ તુલસી ‘ ને પવિત્ર માનવામાં આવે છે જેથી કરીને મોટાભાગની દેવપૂજામાં સ્વમાનભેર વપરાતી તુલસી હિંદુ સંસ્કૃતિમાં અગત્યનું સ્થાન ધરાવે છે જેથી કરીને મોટા ભાગના ધર્મપ્રિય હિંદુઓના ઘર આંગણામાં તુલસીનો ઊચ્છેર અને બહેનો દ્રારા તુલસી- પૂજન પ્રચલીત છે.

ભારતમાં એ અનેક જગ્યાએ ગરમ – ઠંડી આબોહવામાં પણ એ ઊગી નીકળે છે. વિદેશમાં રહેતા હિંદુઓ પણ તુલસીના છોડનો આયાત કરીને પોતાને આગણે ખાસ જગામાં તુલસીને સ્થાન આપતા જોવા મલે છે.

તુલસી છોડ બે ફૂટથી પાંચ ફુટની લંબાઈ હોય છે. છોડ થોડો પરિપકવ થતાં એમાં ફુલોની માંજર ફુટી નીકળે છે. તુલસીને ભલે કાળી, ચીકણી અને ભેજવાળી જમીન વધારે પ્રિય હોય પણ સામાન્ય રીતે થોડી દેખરેખ હેઠળ એ દરેક પ્રકારની જમીનમાં ઊગી નીકળે છે. તુલસીના મુખ્યત્વે બે પ્રકાર જોવામાં આવે છે રામતુલસી’ તરીકે પંકાયેલી ધોળી તુલસી અને ‘શ્યામ તુલસી’ વધારે પંકાયેલી કાળા માંજર વાળી તુલસી કંઈક વધારે ગુણવાળી ગણાઈ છે.

તુલસી પૂજાય છે અને તુલસીપાન પૂજા કરતી વખતે દેવોને ધરાવવામાં આવે છે. તુલસીનો પ્રસાદ અને તુલસીદાન નો મહિમા ધણો છે.

ભારત ઊપરાંત ગ્રીસ અને ઓસ્ટ્રેલીઆ જેવા પ્રદેશમાં પણ તુલસીનો ઘરગથ્થુ દવા તરીકે છડેચોકે ઊપયોગ થાય છે.

તુલસીમાં અનેક ઔષધીય ગુણોનો  ભંડાર સમાયેલો છે જેથી કરીને અગાઉમાં ઋષીમુનિઓએ તુલસીને આટલી મહત્વની ગણી છે. આયુર્વેદમાં તુલસીનું ઔષધ તરીકે આગવું સ્થાન છે. કહેવાય છે જેને આગણે તુલસીનો છોડ હોય એ ઘરનું આરોગ્ય સહીસલામત હોય છે. તુલસીમાં રહેલો ખાસ તેલી પદાર્થ વાતાવરણને  શુધ્ધ રાખે છે. તુલસીની હયાતીમાં કોઈ ઝેરી જીવજંતુનો વાસ રહેતો નથી.

તુલસી મુખ્યત્વે મેલેરીઆની અકસીર દવા છે. મરછરને દુર રાખવા માટે તુલસીનો ઊપયોગ જગજાહેર છે. સાપ- વીંછી જેવા ઝેરી જંતુઓ પણ તુલસીની મહેંકથી દુર રહે છે. શુશોભિત કુંડામાં તુલસી ઘરની અંદર પણ રાખી શકાય જેથી ઘરનું વાતાવરણ હંમેશાં શુધ્ધ અને જંતુમુકત રહે છે.

તુલસીનાં પાન ચાવીને ખાવાથી મોઢું સ્વાદિષ્ટ બને છે. ચામડીના રોગોમાં તુલસીનો વપરાશ ગુણનીય જણાયો છે.

ન્યુમોનીઆ પાન શીતજવરમાં તુલસી અકસીર છે. કફ છુટો પાડવામાં તુલસી અગ્રણીય છે. શરદીમાં પણ એનો ઊપયોગ લાભકારક જણાયો છે. ફૂલુમાં અને દમ જેવા હઠીલા રોગમાં પણ તુલસીનો ફળદાયક જણાયો છે.

બહેનોને સફેદ પાણી પડતા હોય, માસીક વખતે કોથમાં દુ:ખાવો જણાય કે પછી અર્જીણમાં પણ તુલસીની ચા આશીર્વાદરૂપ ગણાય છે. તુલસી ચાવવાથી ભૂખ ઊધડે, શરીરમાં સ્ફૂર્તી જણાય. તુલસીનો ગરમ રસ કાનમાં દુ:ખાવામાં લાભદાયક જણાયો છે.

‘ વૃંદા ‘ તરીકે પ્રખ્યાત વિષ્ણુપ્રિય તુલસી લોહીના બગાડ, ચર્મરોગ, પળખાનાં શૂળ તેમજ કફ અને વાયુને મટાડે છે.

બાળકોને ચૂંક આવે ત્યારે તુલસીના પાનનો રસ થોડી સૂઠ મેળવીને આપવાથી ચમત્કારીક લાભ થાય છે.

ઊલટીમાં પણ તુલસીના પાનના રસમાં એલચી વાટીને નાખીને પીવાથી ઊલટીમાં રાહત જણાય છે.

તુલસીની માંઝરનાં બી રાત્રે પલાળીને સવારે લેવાથી સ્વપ્નદોષમાં ફાયદો જણાય છે. વીર્યસ્ત્રાવમાં પણ એનો ઊપયોગ હીતદાયક છે.

દાદર, કોઢ જેવા દર્દમાં તુલસીનો કવાથ બનાવીને પી શકાય, દાદર પર તુલસીના પાનનો રસ, લીબુ રસ સાથે ભેળવીને ધસવાથી ચમત્કારીક લાભ દેખાય છે.

તુલસીનાં પાન ચાવવાથી મોની દુર્ગધ ઓછી થાઇ છે. પેઢાં મજબુત થાય છે.

શ્યામ તુલસીનાં પનનો રસ બબે ટીપાં સવાર સાંજ આંખમાં નાખવાથી પંદર મીનીટ સુધી આરામ કરવાથી બે થી ત્રણ અઠવાડિયામાં રતાંધપણું પણ દુર થઈ શકે છે.

વીંછીં કરડે ત્યારે વીંછીંના ડંખને કાપ મૂકીને ડંખ પર તુલસીનો રસ ચોપડવાથી વીંછીંનુ ઝેર આસાનીથી ઊતરી જાય છે.ડંખનો ઊપરનો ભાગ મજબૂત રીતે બાંધી રાખવો..

No Comment

Comments are closed.