Input Content

એક આધેડ વયનાં સ્થૂળ કાયા ધરાવતા બહેન શ્રીજી કલીનીકમાં દાખલ થયા ત્યારે એમનો હાથ પીઠ અને પેટ પર ફરતા જોઈને એમના કેશન આછો ખ્યાલ આવી ગયો.

શાંન્તાબહેનને આજે છેલ્લા દશ મહિનાથી ખંજવાળનો ત્રાસ હતો.ઘણી દવા કરાવી. ચાર દાકતરો બદલાવ્યા, ચામડી રોગના નિષ્ણાંતને પણ બતાવી જોયું પણ ખંજવાળે લગીરે પણ મચક ન આપી. બલ્કે વધારે પ્રમાણમાં ફેલાતી ગઈ. જેથી કંટાળીને આજે શ્રીજી કલીનીકનું સારૂં નામ સાંભળીને આયુવેદ ઉપચારને શરણે આવ્યા હતાં.

પુરતી પૂછપરછ કરી. કઢાવેલા રીપોર્ટ્સ તપાસ્યા. પાચનતંત્રમાં કબજિયાત લાંબો સમયથી હતી, પેશાબ વારેઘડીએ જવું પડતું, રાત્રે – ત્રણથી ચાર વખત પેશાબ માટે ઊઠવુ6 પડતું, પગમાં દુ:ખાવો રહેતો, કયારેક માથું પણ દુ:ખતું, ગેસ પણ હતો, લોહી બગાડના રીપોર્ટ મુજબ દવાઓ – ઈજેકશનો આપવામાં આવેલાં., Hemogram માં W.B.C.વધારે બતાવે. બાકી બધુંય બરાબર.D.C. Report બરાબર. પેશાબમાં પસસેલ્સની સંખ્યા વધારે. ગેસ-કબજિયાતની દવા ચાલુ હતી, રકતશુદ્રી માટેની સારામાં સારી દવા વાપરવામાં આવી હતી, ચામડી માટેનાં મલમ- કીમ પણ વપરાતાં હતાં, ખંજવાળને લગતી જરૂરી દવા વપરાઈ હતી પણ શાંન્તાબેનને ખંજવાળની તકલીફ્માં લગીરે પણ રાહત નહોતી.

ખાવા- પીવામાં ખટાશ સિવાયની કોઈ પણ પરેજી પળાતી નહોતી. દવા ચાલુ છતાંય પેટ સાફ બરાબર થતું નહોતું. મળ કઠણ અને સૂકો આવતો અને ઘણી વખતે જોર પણ કરવું પડતું. જેથી ગુદા માર્ગમાં દુ:ખાવો પણ થતો.

ગ્લુકોમીટરમાં લોહી ચેક કરતાં લોહીમાં 250 સાકર દેખાણી, પેશાબમાં 3+ અને ઊંડી પૂછપરછના પરિણામે સૂકા હરસ પણ જાગૃત થયા.

લોહી – પેશાબના રીપોર્ટસમાં કયાંય મીઠી પેશાબનો રીપોર્ટ કઢાવેલ નહોતા. હરસ છતાં કરવામાં આવ્યાં નહોતાં.

શાંન્તાબેનને ડાયાબીટીશ અને હરસના કારણે ઉત્પન્ન થયેલી ખંજવાળ મટવાનું નામ લેતી નહોતી. ખાવા- પીવામાં ધી-ગોળ અને નીમકની વપરાશ ચાલુ હતી. ખાંડ પણ લેવાતી જ હતી. તરેલા પદાર્થોનું સેવન પણ ચાલુ હતું. બધંય બંધ કરાવ્યું. કોઈ પણ જાતની ગભરાટ વગર પૂરી પરેજી સાથે શાંન્તાબેનની ડાયાબીટીશ, કબજિયાત અને હરસની દવા ચાલુ કરી.

ખોરાકમાં પુરતી પરેજી સાથે હરડેની ટીકડીનાં રોજના વપરાશથી કબજિયાત કાબુમાં આવી ગઈ જેથી અર્શોનવટી હરસને કાબુ લાવવામાં સફળ થઈ. પ્રમેહારીવટી અને આમળા- હળદરના ચૂર્ણથી ડાયાબીટીશ પણ કાબૂમાં આવી ગયું અને એક જ મહિનામાં જ શાંન્તાબેનની ખંજવાળ કાબૂમાં આવી ગઈ.

ડાયાબીટીશ અને કબજિયાતની દવા ચાલુ રાખી જરૂર પ્રમાણે. ખંજવાળ માટે મારિચ્યાદિ તેલની માલીસ અને મહામંજીષ્ટાદિવટી સાથે મહામંજીષ્ટાદિ કવાથનો થોડો સમય ઉપયોગ કર્યો. ત્રણ મહિને ચેક કરતા ડાયાબીટીશ, હરસ અને ખંજવાળ સંપૂર્ણ કાબૂમાં જણાયા.

No Comment

Comments are closed.