સર્વત્ર પ્રાપ્ત લીબું એ વિશ્ર્વભરમાં વપરાતું એક ઔષધ અને આહાર છે. રસોડામાં ગૃહીણીઓ લીબુંનો ઊપયોગ છુટા હાથે કરે છે. લીબુંની જગાએ લીબુંનાં ફુલ પણ પાવડરના રૂપમાં વપરાશ છે. જેનો ઊપયોગ મર્યાદામાં થાય એટલો સારો…
લીબું વગરની દાળ કે અન્ય શાક, ચટણી કે ફરસાણ મનભાવતાં સ્વાદિષ્ટ જણાતાં નથી. ધણી ગૃહણીઓ જમવાના ટેબલ પર લીબુંની ફાડો રકાબીમાં મૂકી રાખતી હોય છે. લીબુંનું અથાણું એકલું કે પછી મરચાં સાથે ખૂબ વપરાય છે. જે લાંબો સમય સુધી બગડતું નથી… પાચનતંત્ર માટે હીતદાયક છે. સ્વામિનારાયણ મંદીરમાં બનાવવામાં આવતું લીબું- મરચાંનું અથાણું હોંશે હોંશે ખવાય છે. એમની બનાવટ કંઈ ઓર જ હોય છે.
લીબું એટલે નરી ખટાશ.. એકલું લીબું ચૂંસવાથી દાંત અંબાઈ જાય.. લીબુંનું શરબત ખૂબ મજાથી પી શકાય. પાણીના ગ્લાસમાં લીબું નીચોવી એમાં થોડી ખાંડ કે નીમક, જીરૂ અને મરી નાખીને પીવાથી ઓર સ્વાદ આવે છે. ઊનાળામાં લીબુંના શરબતમાં બરફનાં ચોસલાં નાખીને પીવાની એક ઓર મઝા છે.. એ તાજગી સાથે અદૂભૂત સ્ફૂર્તી આપે છે. અન્ય પીણાંની આંડઅસરથી બચવા માટે લીબુંનું શરબત પીવું હીતદાયક છે.
લીબુંની ખટાશ ખોરાકને સારી રીતે પચાવે છે. લીબું વાયુનાશક હોવાથી પેટમાં ગોળા, અર્જીણ, અરૂચિ, ગેસ અને પેટના દુ:ખાવામાં અતિ ઊપયોગી છે. ગેસના દર્દીઓએ એનો યથા- યોગ્ય ઊપયોગ ચાલુ રાખવો.. લીબુંની વધારે પડતી ખટાશ પિતને ઊશ્કેરે છે. પણ બરફનાં પાણીમાં લીબું રસમાં જીરૂ ઊમેરીને પીવાથી થોડે અંશે એસીડીટીમાં રાહત પણ થાય છે. લીબુંને આદુ કે મરી જેવા તીખા પદાર્થો મધ સાથે સેવન કરવામાં આવે તો કફનાશક બની જાય….
લીબુંમાં ગ્રાહી ગુણ હોવાથી ઝાડા, ઊલટી કે કોલેરામાં એ અકસીર પુરવાર થયું છે. કોલેરામાં એનું સતત સેવન ચમત્કારીક લાભ આપે છે. ડીહાઈડ્રેશન કે જેમાં શરીરમાં પાણી ઘટી જવાનો પ્રસંગ આવે ત્યારે મોટા પ્રમાણમાં લીબુંનો રસ થોડું નીમક નાખીને ઊપયોગ ઊપર પીવાથી ધણો લાભ થાય છે…
ઝાડા વખતે ઠંડા પાણીમાં લીબું અને સૂઠ નાખીને શરબત પાવું.. ઊલટીમાં મધ સાથે લીબું આપવું.. આ ઊપરાંત લીબુંના સતત વપરાશથી પેટમાં કૃમિ નાશ પામે છે… આંખોમાં તેજ વધે છે..
લીબુંમાં અનેક ગુણ હોવા છતાંય વાગવા પર, વૃણ કે ધામાં, કોઈ પણ જાતમાં પાકમાં, ચાંદામાં કે પછી પિતમાં લીબુંન ઊપયોગ નુકશાનકારક જણાયો છે. એ ઊપરાંત સોજામાં, આમવાત, શરદી, તાવ, શ્ર્વાસ, ચામડીના અન્ય રોગોમાં લીબુંનો વપરાશ હાનીકારક છે.
જેને લીબુંની ખટાશ માફક આવે એમણે નિત્ય બપોરે અને રાત્રે લીબુંની ફાડ પર સિંધન લગડી ગરમ કરીને ચૂસે તો પેટ માટે લાભકારક છે. જઠરાગ્નિ બરાબર જળવાઈ રહેવાથી પાચનતંત્ર સારૂં રહે છે.. અને પેટના અન્ય રોગોથવાની કોઈ બીક રહેતી…
No Comment