Input Content

ભારત દેશમા ઉનાળામાં ગરમીના કારણે શરીરમાં પિતનો વધારો થતા અનેક પિતજન્મ રોગો પેદા થાય છે.. ધોમ ધખતા ઉનાળામાં સખ્ત લૂ લાગતાં અનેક મરણ થવાના પણ દાખલ નોંધાયા છે… સખ્ત તડકામાં કામ કરતાં કે ફરતાં માનવીઓ પિત – જવર, દાહ ઉનવા, લોહીવા, પેશાબમાં જલન, લોહીની ઉલ્ટી કે નસકોરી ફુટવી હાથ – પગનાં તળિયાંમાં દાહ કે સખ્ત પસીનો નીકળવો, આંખોની બળતરા જેવા ગરમીના રોગોમાં ફસકાય છે.. ગરમ વાતાવરણને કારણે શરીરનું તાપમાન વધે છે. તરસ છીપાતી ન હોવાથી અન્ય પેટના અને આંતરડાના રોગોનું ભોગ બનવું પડે છે.

બ્લડ પ્રેસર વધે, ચકકર આવે, આંખે અંધારા આવે, તડકામાં ઉંઘ ન આવે, રાત્રે વાતાવરણમાં પણ નિંદ્રાનો કોપ જણાય.એસીડીટી વધી જતાં ખાટા ઓડકાર આવે, ઉછારા આવે, ખાધેલું પાછું આવે અને ઉલ્ટી પણ થાય,પેટ – છાતીમાં જલન થાય, ગળામાં દાહ થાય… ઉનાળામાં પુરતું ખવાય નહિ અને જે ખવાય તેનું પાચન બરાબર ન થતાં અશકિત આવે, કૃશતા જણાય.. વાતવાતમાં થાક લાગે..

ગરમીના પ્રતાપે લોહી બગડે અને ચામડીના રોગો થાય.. ખૂબ ઠંડુ પાણી પીવાથી કે ઠંડા પીણાં અને આઈસ્કીમ પીવાથી કાકડા વધે… ગળામાં સોજો અને કફ ‌- ઉધરસ જેવા રોગો પણ થાય.. ઘણી વખત તજા ગરમી પણ હેરાન- પરેશાન કરી નાખે… મંદાગ્નિ થાય અને પાચન નબળું થાય જેથી ઉપરા ઉપર પીવાતું ઠંડું પાણી કે અન્ય ઠંડા પીણાંનું પાચન જલ્દી ન થાય અને કોલેરા જેવા રોગો થવાની સંભાવના પણ વધી જાય.

ગરમી અને પિતના કારણે માથાનો દુ:ખાવો થાય.. ખૂબ પસીનો વળતાં શરીર વાસ પણ મારે. ખંજવાળ આવે શરીરના કોઈ પણ ભાગમાં ચળ ઊપડે.

ઉનાળામાં ગરમ પદાથોનો ત્યાગ કરવો. બહેનોને અલૂણા વ્રતો કરવા અને પુરૂષોએ નીમક ઓછું લેવું ગરમ ઋતુમાં રીંગણા, સરગવો, મૂળ કે મરચા ખાવાં હીતદાયક નથી… રગડો –પેટીશ, પાણીપૂરી, સેવ-ઉસળ, મસાલા ઢૌસા, દાબેલી જેવા બજારૂં પદાથો પણ હોવાથી ઉનાળામાં ખાવા તો સારા નહિં.

ગરમ ઋતુંમાં મીઠાં, તૂરાં, કડવો અને ઠંડા દ્ર્વ્યો લેવા…ફુટમાં સકરટેટી, કલીંગણ, પાકા કેળા, ચીકું, પાઈને- એપલ, શાક્ભજીમાં તાંદળજો, પાલખ, દુધી, ગીલોડા, કાકડી, કોબી અને કચુંબર સારો… ચાનો વપરાશ ઓછો કરવો. કોફી ગરમ હોવાથી બની શકે તો ઉનાળામાં ન લેવી. દુધનો ઉકાળો સારો. ધાણા, વરિયાળીનો ઉપયોગ વધારે કરવો. છાશમાં ધાણા અને જીરૂ નાખીને પીવી.. ઘીનો વપરશ વધારે કરવો. કાળી – સૂકી દ્રાક્ષ આ ઋતુમાં સારી. રાત્રે પલાળીને દિવસે એનું પાણી પીવાળીને દિવસે એનું પાણી પીવાથી ગરમીમાં ઘણી રાહત થાય છે. સાકર – ગોળવાળું પાણી પણ દાહ – બળતરામાં હીતદાયક ગણાય.

સાદા આયુવેદીક ઉપચારમાં નીચે પ્રમાણેના રોગોમાં નીચે મુજબનાં ચૂણો કે ટીકડીઓ વાપરી શકાય.

(૧) પેશાબની ગરમી, ધાતુની ગરમી, સ્વપ્ન દોષ, અશકિત , એસીડીટી જેવા ગરમીના રોગોમાં રસાયણ ચૂણ કે ટીકડી સવાર – સાંજે કે બપોરે જરૂરિયાત પ્રમાણે એક મોટી ચમચી ઠંડા પાણી, દુધ કે મધ સાથે લઈ શકાય.

(૨) ગરમ વાતાવરણને ઉત્પન્ન થયેલ મંદાગ્નિ, કબજિયાત, હરસ – મસા અને ચામડીના રોગો માટે રાત્રે સૂતી વખતે સ્વાદિષ્ટ વિરેચન ચૂણ ૧મોટી ચમચી પાણી સાથે લેવું. દીનદયાળ ચૂણ, દેહ શુધ્ધિ ટીકડી કે પેટશુધ્ધિ પણ માત્રામાં વાપરી શકાય.

(૩) રકતપિત, લોહીવા, અશકિત, પાંડુ, ઉનવા, પ્રમેહ, આંખોમાં બળતરાં, શરીરે દાહ જેવા દદોમાં આમળાનો ચૂણ, આમળાનો રસ કે આમળાની ટીકડી વાપરી શકાય. બની શકે તો ઠંડા પાણી સાથે અથવા ઠંડા દૂધ સાથે દિવસમાં જરૂરત પ્રમાણે લઈ શાય… દૂધ સાથે ગુલકંદ પણ સારો.

(૪) મોઢામાં પાક થાય કે ચાંદા પડે, રકતસ્ત્રાવ, પેટમાં અલ્સર, એસીડીટી, નસકોરી ફુટે, પેટમાં અને છાતીમાં જલન થાય. ખાટા – તીખા ઓડ્કાર આવે ત્યારે શતાવરી ચૂણ કે એની ટીકડી ઠંડા દુધ કે પણી સાથે દિવસમાં ત્રણ વખત લઈ શકાય. દુધમાં ક્ષીરપાક બનાવીને લેવાથી વધારે ફાયદો થાય છે. શતાવરી અવલેહ અને શતાવરીધૂત પણ દુધમાં લેવાથી ઘણો ફાયદો જણાશે..

(૫) ગરમીના કોઈપણ જાતના લોહી વિકાર, ચમ રોગ, ઉનવા, આંખોની બળતરા, તજા ગરમી, હાથ – પગમાં જલન, કબજિયાત, ઉનવા, એસીડીટી જેવા રોગોમાં મુખ્યત્વે વધારે ચરબીવાળી વ્યકિએ ત્રીફ્લાચૂણ માત્રામા સવાર – સાંજ લેવું. ત્રીફલા ટિકડી પણ બજારમાં મળી શકે છે.

(૬) ઉનાળામાં રોગો જેવા કે છાતમાં બળતરા, કબજિયાત, ચક્કર, ગરમીનો તાવ- પિત- જ્વર, ક્મળો, પાંડુ, અરૂચિ જેવા રોગોમાં સુદશન ચૂણ આશિવાદરૂપ પુરવાર થયેલ છે. પુરતી પરેજી સાથે દિવસમાં જરૂરત પ્રમાણે બે થી ચાર વખત એક ચમચીની માત્રામાં લેવાથી ઉપરોકત રોગોમાં ચમત્કારીક લાભ આપે છે. સુદશન ટીકડી કે મહસુદશન ધનવટી પણ બજારમાં પ્રાત છે. સુદશન કાઢા સાથે ચૂણ કે ટીક્ડી વાપરવાથી સારો ફાયદ જણાશે.

(૭) એસીડીટી – અમલપિત, છાતી કે પેટમાં જલન કે બળતરા, કબજિયાત, ખાટી તીખી ઉલ્ટી કે ઓડકાર, ગળામાં દાહ, પેશાબમાં જલન, હાથ પગમાં બળતરા, ચક્કર આવવાં આંખે અંધારા આવવ, વિ. ગરમીના રોગોમાં શતપત્રવાદી ચૂણ કે અવિતિકર ચૂણ ઠંડા દુધ સાથે સવાર, બપોર, સાંજ એક એ મોટી ચમચીની માત્રામાં લેવું . અવિપતિકર ટીક્ડી પણ વાપરી શકાય. વધારે પ્રમાણે હોય તો મહાશૂતશેખર રસ કે કામદૂધા રસ ઠંડા દુધમાં ત્રણથી ચાર વખત 2-2 ગોળીની માત્રામાં ઉનવા, , પેશાબ માગમાં ગરમી કે ધાતુની ગરમી, કે લોહી વિકારમાં કે લઈ શકાય.

(૮) સખ્ત ગરમીના કારણે શરીર તપે, શરીર દાહ – બળતરા થાય ઊનવા, પેશાબ માગમાં કે ધાતુની ગરમી, લોહી વિકાર કે ચામડીના રોગોમાં આંખોમાં બળતરા, હાથ પગમાં બળતરા વિગેરેમાં ચંદનાદીવટી કે ચંદનાસ્વ કાઢા સ્વરૂપે ઠંડા કે દુધ કે પાણી સાથે વાપરી શકાય. રોગના પ્રમાણ પ્રમાણે લેવું.

No Comment

Comments are closed.