રંજન બહેનને સખત તાવ ચડયો, શરદી પણ એટ્લી, માથાનો સખ્ત દુ:ખાવો, ગળું બળ્યા રાખે અને સખ્ત દુ:ખાવો થાય. આખા શરીરે કળતર, કયારેક જ બહુ ટાઢ પડે, ખાવાનું કંઈ ભાવે નહિ, થોડું કંઈક ખાય તો ઊલટી થાય.
દાકતરે જતાં શરદીની દવા આપી, ઈજેકશન પણ આપ્યું ચાર દિવસની દવામાં લગીરે પણ ફરક ન પડ્યો. બીજા દાકતરે પાસે ગયા, તાવની દવા આપી. તાવનું ઈજેકશન આપ્યું. બીજા ચાર દિવસ એ જ હાલત. મોટા દાકતરની મુલાકાત લીધા. તાવ માપતાં ૧૦૪ જણાયો. માથાનો સખ્ત દુ:ખાવો , કમર પણ તૂટે, પણ તૂટે, આખાં શરીરે બહુ કળતર. દાકતરે ચાર બાટલા ચડાવ્યાં, તાવના ઈજેકશનો લીધાં, છ કલાક થોડો આરામ જણાયો. પાછી એજ હાલત.
છેવટે કંટાળીને રંજનબેને એમનાં પતિ સાથે શ્રીજી કલીનીક્માં આવ્યાં. આર્યુવેદ પ્રતિ સૂગ ધરાવતાં રંજનબેનને શુદ્ર આર્યુવેદીક દવાખાનામાં પ્રવેશતાં જોઈને કલીનીકમાં બેઢેલાં એમના અન્ય ઓળખીતાં નવાઈ તો લાગી.
એમનો વારો આવતાં, તપાસ કરતાં તાવ ૧૦૩ ડીગ્રી, માથું ધગધગે, ગળામાં સખ્ત દુ:ખાવો, પાણી પણમાંડ ઉકળે, શરીરે ટાઢ પડે, નાકમાં પાણી વહે, ગળામાં બળતરા, ઊધરસ બહુ રહે, મોં ખોલાવીને તપાસ કરી તો કાકડા બહુ જ વધી ગયેલા. સઘળી તકલીફ કાકડાને પરિણામે જ હતી.
રંજનબેને ફીજનાં બહુ શોખીન,આઈસ્કીમ પણ એટલો ખાય, લીંબુ શરબત પણ દિવસમાં ચાર – પાંચ વખત પીએ, ચોકલેટ ખાવાનાં એટલાં જ શોખીન.
ઠંડા પદાર્થો બંધ કરાવ્યા. ફીજ હાલપુરતું બંધ, ગળ્યા પદાર્થો પણ બંધ મીઠાવારાં પાણીના કોગળા દિવસમાં ત્રણ વખત, હળદર અને કાલવીને દિવસમાં ત્રણ વખત ચાટી જવાનું. ગાળા પર હળદરનો લેપ કરવાનો.
ત્રીફલાની ટીકડી રોજ રાત્રે બે લેવાની, ત્રીફલા ગૂગળની ૪-૪ અને આરોગ્યવર્ધીનીની ૨-૨ ગોળી કચરીને પાણી સાથે દિવસમાં ત્રણ વખત.
યષ્ઠીમધુવટી અવરનવર મોંમા રાખીને ચૂંસવાની આખા દિવસમાં આઠથી દશ. લક્ષ્મીવિલાસ રસ ૨ ગોળી ગરમ પાણી સાથે દિવસમાં ચાર વખત.
ચાર દિવસમાં શરદી બિલકુલ ઓછી, તાવ ૯૮, ગળાના દુ:ખાવામાં રાહત, માથાના દુ:ખાવામાં રાહત.
સાત દિવસમાં કમરનો દુ:ખાવો ઓછો ,શરીરની કળતર બંધ, ગળાનો દુ:ખાવો બંધ, માથાનો દુ:ખાવો એકદમ બંધ, તાવનું નામ – નિશાન નહિ.
અને પંદરે દિવસે રંજનબેનને એકદમ સૂજી ગયેલા કાકડા સાવ જ બેસી ગયા, શરીર એકદમ બરાબર, શરદીનું નામ-નિશાન નહિ, ઊધરસ પણ કાબૂમાં ગયા,
દવાનો અડધી ડોઝ કરીને બીજા પંદર દિવસ ચાલુ રખાવ્યો.
આજે બે વરસથી રંજનબેનને કાકડાની તકલીફ થઈ નથી. શરદી- તાવ જણાયાં નથી. ફીઝ અને ચોકલેટથી અત્યારે દુર રહે છે. આઈસકીમ ખાવામાં પણ પુરતી મર્યાદા રાખે છે.
No Comment