Input Content

આર્યુવેદમાં દીવેલ તરીકે ઓળખાતું એરંડ તેલ તમામ જગાએ ગામડામાં કે શહેરમાં મલી રહે છે. એલોપેથી દવાની દુકાનમાં પણ એ ‘કાસ્ટર ઓઇલ’ તરીકે વહેંચાય છે…

એરંડ તેલ તાસીરે ગરમ હોવાથી એ વાયુના અગ્રણીય દુશ્મન તરીકે પ્રચલિત છે. નાની મોટી કબજિયાત માટે એ અકસીર ઔષધી છે. દેખાવે ચીંકણું અને મોઢામાં જતાં લઘરૂં લાગતું એરંડ તેલ સ્વાદમાં તુરૂ અને ફીકકું જરૂર છે પણ પેટમાં ગયા પછી એ એની સારી કામગીરી બજાવે છે. મળને તોડીને બહાર કાઢે છે. ગેસને ગોવાળ જેમ ઢોરને હાંકે એમ બહાર હાંકી કાઢે છે.. આંતરડામાં ભરાયેલા જુના મળને ખોતરીને કાઢે છે.

વાના મોટાભાગના રોગોમાં એરંડ તેલ હીતદાયક જણાયું છે. એમાંય આમવાત હોય કે સંધી વાત, પક્ષાઘાત હોય કે લકવો. બાળકોનો કે મોટેરાંઓનો, સાયટીકા હોય કે કમરનો દુ:ખાવો, પીઠ કે ખભાનો દુ:ખાવો, માથાંનો કે પડખાંનો દુ:ખાવો અને એડીના દુ:ખાવામાં સૂંઠના ઊકાળામાં થોડું એરંડ તેલ લાંબો સમય સુધી નરણા પેટે લેવાથી અનેરો લાભ થાય છે. ફક્ત આમવાત સિવાયના વાયુના તમામ રોગમાં ગરમ કરેલું એરંડીયું ચોળી ઊપર શેક કરવાથી અનેરો લાભ થાય છે.

સૂંઠ અને દિવેલનું મિલન અકસીર ઔષધ છે. જે આમવાત માટે ખૂબ જ લાભદાયક પુરવાર થયું છે..આ સિવાય બાળકોની આંચકીમાં એરંડ તેલ હીતદાયક છે. બાળકોને કબજિયાત હોય કે કઠણ મળ આવે ત્યારે દુધમા થોડું દિવેલ નાખીને આપવાથી મળ સાફ આવે છે.

પેટની અન્ય બિમારી ગોળો, મરડો, પેટનો દુ:ખાવો હોય ત્યારે જરૂરી માત્રામાં દિવેલનો ઊપયોગ લાભદાયક ગણાશે. એનીમામાં ગરમ દિવેલમાં સંચળ અને હીંગ મેળવીને સાદી પીચકારી આપવાથી ગમે તેવી કબજિયાતમાં તાત્કાલીક રાહત મલે છે. એપેંડીક્ષની શરૂઆત હોય, વધરાવળ કે હાથીપગાના શરૂઆતના કેશમાં એરંડ તેલ લાભકારક જણાયું છે… જેમને હાથીપગો થયો હોય એમણે ગૌમૂત્રમાં દિવેલ નાખીને પાંચ ભાગ મૂત્રમાં એક ભાગ દિવેલ નાખીને પીવું.. સારણગાંઠ કે વધરાવળમાં દુધ સાથે ફકત રાત્રે એક જ વખત લેવું. રાહત જણાશે…

દિવેલના આંતર ઊપરાઆંત બાહરનો ઊપયોગ પણ એટલો જ હીતદાયક છે. દીવેલ એ વાઢિયા માટે અકસીર ઔષધ છે. મોંના લકવામાં દીવેલ ધસીને હળવો શેક કરવો. સારણગાંઠ, વધરાવળમાં પણ એમજ કરવું.. બાળકોની સસણીમાં નાગરવેલનાં પાનમાં મૂકીને એનો છાતી પર પાટો બાંધવો…

ગર્ભવંતી સ્ત્રી જો પાંચમા મહીનાથી નવમાં મહિના સુધી દર અઠવાડિયે એક કપ દુધ સાથે બે ચમચી શુધ્ધ એરંડ તેલ લેવાનું નિયમીત રાખે તો ગર્ભાવસ્થામાં ભરાતો ગેસ બહાર નીકળી જય અને મુખ્યત્વે સુવાવડ સમયે ઓછી પીડા સાથે શીશુનો જન્મ આસાનીથી થાય છે.. પ્રસુતિ વખતે થતા કમરના સખ્ત દુ:ખાવામાં થોડી રાહત જણાય છે….

એરંડીયું તેલ નિયમિત અને જરૂર પ્રમાણે લેવાથી એની કોઈ જ આડ અસર નથી. આર્યુવેદે એરંડ તેલને ‘વાતારિ’ નો ઈલ્કાબ આપ્યો છે. વાત એટલે વાયુ અને અરિ એટલે દુશ્મન….

એરંડીયામાં ભષ્ટ થયેલ હરડેની ટીકડી જે એરંડભષ્ટ હરડે તરીકે બજારમાં વહેચાય છે એ કબજિયાતમાં ધણી અસરકારક પુરવાર થઈ છે…

No Comment

Comments are closed.