બ્રીટેનમાં અઢાર વરસની નીચેના બાળકો માટે દારૂ પીવો કે સીગરેટ પીવી ગેર-કાયદેસર છે. દારૂ-સીગરેટ વહેંચતી તમામ દુકાનોમાં એની ચેતવણીનાં પોસ્ટરો સૌને દેખાય અને વંચાય એ રીતે લગાડેલાં હોય છે.
મર્યાદીત વયનાં બાળકોને દારૂ-સીગરેટ વહેંચનાર દુકાનદાર પણ ગુન્હેગાર બને છે. પોલીસની હરફેટમાં આવી જાય તો જબરો દંડ ભરવો પડે છે અને દંડ ભર્યા છતાંય જો ચાલુ રાખે તો પછી દુકાન બંધ કરવાનો પણ સમય આવે.
પુખ્તવયનાં નાગરિકો જો દુકાનમાંથી દારૂ લઇને પાછલા બારણે સગીરવયનાં છોકરાંઓને આપે અને જો પોલીસની હડફેટમાં આવી જાય તો એને પણ આકરો દંડ આકરો ભરવો પડે.
કાયદો આટઆટલો કડક હોવા છતાંય અને બ્રીટીશ પોલીસની બાજ નજર દરેક ખૂણે ફરતી હોવા છ્તાંય આજે અઢાર વરસથી નીચેનાં તો ઠીક પણ ચૌદ વરસની નીચેનાં બાળકો છોકરી અને છોકરાઓ પણ દારૂના સંકજામાં આવી ગયાં છે. દારૂ પીતાં નથી પણ ઢીંચે છે.
આ સગીરવયનાં બાળકો કાંતો પાછલા બારણેથી વધારે ભાવ આપીને પુખ્તવયના નાગરિકો પાસેથી દારૂ મેળવતા હોય છે, કાંતો દુકાનદાર વેપારની લાલચમાં સગીરવયનાં બાળકોને થોડો ભાવ વધારે લઇને લાગ જોઇને કોઇ અન્યને ખબર ન પડે એ રીતે સાવચેતીથી દારૂ વહેંચતા હોય છે. અન્ય બાળકો તો પોતાનાં માતા કે પિતાએ ઘરમાં જમા રાખેલા સ્ટોકમાંથી ચોરી છુપીથી દારૂ પી લેતાં હોય છે.
બાળકોને એક વખત દારૂ પીવાનો ચસ્કો લાગ્યો પછી એ ગમે તે ભોગે દારૂ મેળવીને પીએ છે. ચૌદ વરસની નીચેનાં બાળકો જો દારૂના નશામાં જકડાય તો પછી એમનું ભાવિ કેવું હોય? એમની પાસેથી કેવા શિષ્તની આશા રખાય? આવાં બાળકો સ્વભાવે તોફાની અને ઊગ્ર હોય છે ભણવામાં ઠોઠ હોય છે. શાળામાં શિષ્ય જાળવતાં નથી અને વાતવાતમાં જગડા સાથે મારામારી પર ઊતરી આવે છે. વાતવાતમાં ચપ્પુ, કાતર જેવા હથિયારો પર વાપરે છે.
પ્રાઇમરી કે ગ્રામર સ્કુલમાં દારૂની લતમાં જકડાયેલાં બાળકો વધારે તોફાન મસ્તી કે મારામારી કરતાં દેખાય છે. એવા નશીલાં બાળકો અમુક સમયે શિક્ષકો પર હાથ ઊપાડતાં પણ અચકાતાં નથી.
આવાં બાળકોનાં માતાપિતાને છાશવારે ચેતવણી પત્રો મોકલવામાં આવે છે. જરૂર પડ્યે શાળામાં રૂબરૂ પણ બોલાવવી ને બાળકોની ફરિયાદ કરવામાં આવે છે.
No Comment