ડાયાબીટીશ થવાના અનેક કારણો છે. સામાન્ય રીતે વધારે પડતું મિષ્ટાન ખાનાર વ્યક્તિને કે પછી વધારે પડતું બેઠડું જીવનાર વ્યક્તિને ડાયાબીટીશ થવાનો વધારે સંભવ રહે છે. ડાયાબીટીશ વારસામાં પણ ઉતરે છે. અમુક કેશોમાં વધારે પડતી વ્યાધી કરવાથી પણ ડાયાબીટીશ પ્રગટે છે. ખાસ કારણોસર લીવર- પાન્ક્રાઇસની નબળાઇના કારણે પણ લોહીમાં ખાંડ દેખાય છે. મોટાપો પણ ડાયાબીટીશનું કારણ બને છે.
ડાયાબીટીશ બે જાતના હોય છે. પેશાબનું અને લોહીનું. મોટા ભાગના માનવીઓમાં એક સાથે બન્ને પ્રકાર મોજુદ હોય છે. આ બન્ને જાતનાં ડાયાબીટીશમાં આજે પુરતી તકેદારી રાખવાથી આસાનમય જીવન જીવી શકાય છે. આજના તબક્કે ડાયાબીટીશને નિયંત્રણમાં લાવવું મુશ્કેલ ન હોવા છતાંય પણ આ દર્દમાંથી મૃત્યુ પામતા અનેક કેશો નોંધવામાં આવે છે.
ડાયાબીટીશ પર ચાંપતો બંદોબસ્ત ન રાખવામાં આવે તો અનેક દર્દો શરીરમાં ઘૂસીને માનવીને મરણ પથારીને પટકે છે. હાઇ બ્લડ પ્રેસર, કંપવાત ઉપરાંત લકવો, કીડનીની બિમારી, લીવરની નબળાઇ, મોતિયો , ચામડીના રોગો, ગ્રેન્ગ્રીન, મગજની નબળાઇ અને હદય રોગો જેવા લાંબો સમય પડ્યા રહેતા રોગોનો શંભુ મેળો એકઠો થાય છે.
ડાયાબીટીશમાં અમુક કેશોમાં દર્દી ઘણું વજન ગુમાવી બેસે છે. અને અમુક કેશોમાં અમુક કેશોમાં દર્દીઓની ચરબી વધી જાય છે. શરૂઆતનાં ચિન્હોમાં પગમાં સોજા, ખંજવાળ, તોડ લાગવી કે ખૂબ તરસ લાગવી, મોં સૂકાવું, વારેઘડીએ પેશાબ આવવો, પેશાબ વાસ મારે અને થોડો ભારે લાગે, પગ તૂટે કે દુ:ખાવો થાય, ઘા-ગૂમડામાં જલ્દી રૂઝ ન આવે, ચક્કર આવે, શરીરે તોડથાય અને આળસ થાય, વાત-વાતમાં થાક પણ લાગે, આમાંના કોઇપણ ચિન્હો લાંબો સમય દેખાય તો લોહી-પેશાબની તપાસ કરાવવી જરૂરી છે. એ સઘળાં ડાયાબીટીશ હોવાના ચિન્હો છે.
બાળકોને થતાં ડાયાબીટીશને જુવેનાઇલ ડાયાબીટીશ તરીકે ઓળખવામાં આવે છે જે ક્યારેક જન્મતાંવેંત જ બાળકને વારસામાં મળે છે. અમુક બાળકોને ઉગતી ઉંમરમાં પણ ડાયાબીટીશ દેખાય છે.
જુવેનાઇલ ડાયાબીટીશ ઇન્સુલીનમાં ઇન્જેક્શન સિવાયની અન્ય કોઇપણ દવા અસર કરતી નથી. આવા બાળકને જીવનભર ઇન્સુલીનની સોયનો સહારો લેવો પડે છે… મોટે ભાગે આવા કેશોમાં દર્દીનું આયુષ્ય લાંબુ હોતું નથી. અને દર્દી પણ સતત સોય ભોંકાવવાથી તંગ આવે છે અને ઘણી વખત કંટાણીને આપઘાત પણ કરી નાખે છે. જુવેનાઇલ ડાયાબીટીશનો ભોગ બનેલાં યુવક-યુવતીએ ઘર-સંસાર માંડવો હીતદાયક નથી.. અમુક જગાએ આવા રોગને શ્રાપીત માનવામાં આવે છે.
જુવેનાઇલ સિવાયના ડાયાબીટીશના ઇન્સુલીન ઇંજેકશન લેવું લાંબે ગાળે હીતદાયક નથી. બાકી અમુક કારણોસર લેવું પડે તો પણ ડોઝ વધે નહિ એ તકેદારી રાખવાની જરૂર છે.
ડાયાબીટીશમાં ખોરાક પરનો સંયમ અને સખ્ત પરેજી સાથે નિયમિત વોક અને યથા-યોગ્ય કસરત બહુ જરૂરી છે….. કોઇપણ જાતનું મિષ્ટાન ખાવું એ આ રોગમાં ઝેર સમાન છે. જે પદાર્થમાં ખાંડનું પ્રમાણ જણાય એવા પદાર્થોથી પણ દુર રહેવું. ઘંઉ જેવાં અનાજમાં પણ ખાંડનો ભાગ હોવાથી રોટલી પણ ઘણી વખત હીતદાયક નથી. ભાત-બટેટા જેવા પદાર્થોને લીસ્ટમાંથી ક્યારેક તીલાંજલી આપવી જરૂરી છે. કારણકે એમાં પણ થોડા ઝાઝા અંશે ખાંડ હોય છે. ખોરાકમાં લીંબડો, કારેલા, હળદર જેવા કડવા પદાર્થોનું વધારે પડતું સેવન લાભદાયક છે.
વહેલી સવારે એકાદ કલાકનો ખુલ્લી હવામાં વોક, બપોરે જમ્યા પછી બસોથી ત્રણસો ડગલા ચાલવાની ટેવ, સાંજે પાંચ વાગ્યે બે કીલોમીટર જેવું અંતર કાપવું અને રાત્રે જમ્યા પછી એક કલાક પછી અડધો કલાક-પોણો કલાક વોક કરવાથી ડાયાબીટીશના દર્દીને ઘણો લાભ થાય છે. ડાયાબીટીશની કોઇપણ દવા જમ્યા પહેલા અડધો કલાકે લેવાની હોય છે. જમયા પછી લેવાતી દવાઓ જોઇએ તેટલી અસર કરતી નથી. ઇન્સુલીન ઇંજેક્શન લઇને તુરત જ ભોજન કરવું આવશ્યક છે. કયારેક ડાયાબીટીશ ઘટી જાય તો કોઇ પણ મીઠો પદાર્થ ખાવો જરૂરી છે. બાકી નિયમિત ઘટતા ડાયાબીટીશમાં પુરતું ચેક–અપ રાખીને ગોળી કે ઇંજેક્શનનો ડોઝ ઘટાડવો પણ જરૂરી છે. ડાયાબીટેશ ઘટે એટલે ખાંડ ખાવી અને વધે એટલે ડોઝ વધારવો એ પ્રથા શરીર માટે હાનીકારક છે. વધારે પડતું વધઘટ સારૂં નથી. ડાયાબીટીશને અમુક સ્તરે નિયંત્રણમાં રાખવું જરૂરી છે. હાઇ-પાવરની દવા ખાવા છતાંય જો ડાયાબીટીશ કાબૂમાંના આવતું હો તો દવા બદલાવવી પડે અથવા તો દાકતર બદલાવવો પડે, થોડુંક મિષ્ટાન ખાઇને થોડો ડોઝ વધારવો એ પણ યોગ્ય નથી.
ડાયાબીટીશ અવર નવર ચેક કરાવવું જરૂરી છે. ઘરમાં ગલુકોમીટર જેવું સાધન વસાવીને જાતે પણ કરી શકાય. કંઇક વધારે ચડ-ઉતર જણાય તો દાકતરની સલાહ લેવી જરૂરી છે.
ડાયાબીટીશા મટી શકતું નથી પણ કાબુમાં જરૂર આવી શકે છે. ખાવા-પીવામાં પુરતો સંયમ, કડવા ખાધ- પદાર્થોનું વધારે પડતું સેવન, આમળા-હળદરનાં મિશ્રણનો સવાર-સાંજ ઉપયોગ, મામેજવાનો વપરાશ અને નિયમીત વોક અને કસરત કરવાથી મોટે ભાગે ડાયાબીટીશ જળમુળથી મટાડવાની જાહેરાત કે દાવો પોકાળ છે.
જીભ પર કાબુ મેળવનાર, સંયમી અને મજબુત મનનો દર્દી આસાનીથી ડાયાબીટીશને કાબુમાં રાખી શકે છે અને ડાયાબીટીશને છાશવારે મળવા આવતાં એનાં અન્ય સ્નેહી-દર્દોથી પણ દુર રહી છે.
ડાયાબીટીશના દર્દીએ મુસાફરી કરતી વખતે એકલા જવાનું થાય તો ખીસ્સામાં પોતે ડાયાબીટીશનો દર્દી છે અને ડાયાબીટીશના વધ-ઘટમાં એને ક્યારેક કેવા અનુભવો થાય છે અને એની કઇ દવાનો ઉપયોગ કરે છે એવું લખાણ ખીસ્સામાં રાખવું હીતદાયક છે. સાથે મીઠાં બીસ્કીટ કે ગ્લુકોઝની ગોટી રાખવી પણ એટલી જરૂરી છે. ડાયાબીટીશ ઘટે અને ચક્કર આવવાની શરૂઆત થાય ત્યારે એ લઇ શકાય. ડાયાબીટીશનો દર્દી ઘણી વખત મૂર્છીત પણ થઇ જાય છે. માટે મુસાફરીમાં જાણીતા વગર જવું એના હીતમાં નથી. અને જવું પડે તો ખીસ્સાંની નોંધ જરૂરી છે.
બાકી ડાયાબીટીશની દવા કે ઇંજેકશન ભુલ્યા વગર નિયમીત લેવી જરૂરી છે. ક્યારેક ન લેવાય તો ચાલે એવું ડાયાબીટીશના દર્દીએ ચલાવવું નહિ.
No Comment