Input Content

આકડો ઔષધીય વનસ્પતિ હોવા છ્તાંય એનું વાવેતર કરવામાં આવતું નથી. ઠેર ઠેર ખેતર-વંડા, ભાગોળમાં કે રસ્તાની આજુબાજુ કુદરતી રીતે ઊગી નીકળતાં આકડાને કોઇ જ માવજાતની જરૂર રહેતી નથી.

વિના મૂલ્યે અને વગર મહેનતે ઊગી નિકળતા આકડાને સૌ કોઇ જરૂર પ્રમાણે એનો વિના સંકોચે સદપયોગ કરી શકે છે. આકડાનાં તમામ અંગો ઔષધીય છે. પાન, ફળ, ફુલ, મૂળ, ક્ષીર અને રૂવાંટી દરેક ભાગોમાંથી અલગ અલગ જાતની ઔષધીઓ તૈયાર કરવામાં વપરાય છે..

રામ ભક્ત હનુમાનજીને આકડાની ડોડીનો હાર પહેરાવવામાં આવે છે. એ આકડાનું જમા પાસુ છે.

આકડાને અન્ય ભાષામાં અર્ક તરીકે ઓળખવામાં આવે છે અને આર્યુવેદમાં વપરાતાં એનાં તેલને અર્કતેલ તરીકે ચામડીના તમામ રોગો, કાનના રોગમાં અને માથાના ખોડામાં કે ઊંદરીમાં વાપરવામાં આવે છે.

આકડો તાસીરે ગરમ, સ્વભાવે હળવો અને લુખો છે. રસમાં કડવો અને કંઇક તીખો છે. જઠરાગ્નિને સતેજ કરે, શરીરે પસીનો લાવે, ઊલટી કરાવે ઊપરાંત કૃમિ, સૂકામસા, મૂત્રાવરોધ, સોજો, આફરો, પેટનાં દર્દો, સોજા, લીવરના રોગો, સાથળ પકડાઇ જવું, વૃણ-ઘા, ચાંદી, મલેરીઆ તાવ, કાળા ડાઘ, દંતકૃમિ, હીસ્ટીરીઆ જેવા રોગોમાં બેવડો ઊપયોગી છે. એનો યથાયોગ્ય ઊપયોગ સલાહભર્યો છે. પીવામાં એનો મર્યાદામાં રહીને ઊપયોગ કરવો.

નકામાં ગણાતા આકડામાંથી અનેક ઔષધ બનાવવામાં આવે છે. અર્કતેલનો ઊપયોગ આપણે જોયો… અને દિવ્યાપાક તેલ પણ તમામ જાતના ચર્મરોગમાં વપરાય છે. આકડાનો અર્કક્ષાર મસામાં આપવામાં આવે છે. અર્કલવણ તમામ જાતના બરોળ રોગમાં વપરાય છે.

એ સિવાય વીંછીં દંશમાં ગૂગળની ધૂમાડી આપી અથવા તો દંશને થોડો ખોતરી આકડાના પાનની લુગદી બાંધી દેવી અથવા આકડાનું દુધ લગાડવું..

સાપ કરડે ત્યારે અન્ય દવાદારૂ માટે દોડાદોડ કર્યા કરતાં ગમે તેવા સ્થળે જોવા મલતા આકડાનો વીંછીંના ડંશની માફક ઊપચાર કરવાથી ઝેર ઊતરી જાય છે. બહેનોના વાઇ કે હીસ્ટીરીઆ રોગમાં આકડાનાં તાજા ફુલ સરખા ભાગે મરી સાથે પીસી મધમાં સવાર-સાંજ ચાટવાથી ચમત્કારીક લાભ થાયા છે..

બાળકોને આકડાનો આંતર ઊપયોગ ખુબ જ મર્યાદામાં કરવો અથવા ન કરવો.. સાવચેતી જરૂર રાખવી. બાળકોને જ્યારે છાતીએ ભરાવો થાય કે સસણી જેવું જ્ણાય ત્યારે આકડાંના પાન ગરમ કરી એના પર મધ ચોપડીને મધવારો ભાગ છાતી પર લગાડીને પાટો બાંધવો ફાયદો જણાશે..

કોઇપણ રૂપે આકડાનું વધારે પડતું સેવન સારૂં નથી. જરૂર કરતાં વધારે માત્રાનો ઊપયોગ નુકશાનકારક છે. આકડાનો બાહ્ય ઊપયોગ યોગ્ય છે પણ આંતર-ઊપયોગમાં સાવચેતી રાખવી જરૂરી છે કારણકે વધુ પડતી માત્રા ઝેરરૂપી છે.

No Comment

Comments are closed.