Input Content

તમામ સૂકામેવાની હરોળમાં અંજીર સાવ જ જુદુ તરી આવે. લીલાં ફળોમાં પણ અંજીરનું ફળ આગલી પંક્તિમાં. વિદેશી મૂળનું અંજીર અરબસ્તાનનાં પ્રથમ પ્રગટ થઇને એલજીરીઆ અને તૂર્કીમાંથી યુરોપના દેશો સ્પેન, ગ્રીસ અને પોર્ટુગલમાં એણે ધામા નાખ્યા.. ભારત દેશમાં એની જોઇને તેવી ઊત્પતિ નથી. હવામાન અને જમીન બહુ માફક ન આવતાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, યુ.પી. પંજાબ કે મૈસુરમાં કયાંક કયાંક નાની માત્રામાં થાય છે. જે જોઇને એવા બજારમાં જામતાં નથી. ભારતમાં સારા સૂકામેવાના રૂપમાં મોંઘા ભાવે વહેંચાતાં અંજીર મુખ્યત્વે મીડલ ઇસ્ટમાંથી આયાત કરવામાં આવે છે.

સામાન્ય વર્ગ માટે અંજીર એ ફક્ત ચટણી પુરતાં ખાવાનાં હોય છે તો ગરીબ લોકોને એ દષ્ટી નાખવા પુરતાં. ગુજરાતની માલેતુજાર પ્રજા અંજીર ખાવાની શોખીન હોવાથી અહિંનો ખેડુત વર્ગ અંજીરની ખેતી પ્રતિ લક્ષ આપે તો ગુજરાતની પ્રજા માટે લાભદાયક ગણાશે અને એવા ખેડૂતને પણ એમાંથી સારી વળતર મલી રહેશે. ગુજરાતમાં અમુક જગાએ અંજીરના બગીચાઓ જોવા મલે છે. કચ્છના રતનાલ ગામમાં એક ગુજરાતીએ અંજીરનો બગીચો કરીને સારી નામના સાથે સારી આવક ઊભી કરી છે.

સૂકાં અંજીર દેખાવે જરાય આકર્ષક નથી પણ ગુણે ઊતમ છે. અમુક મોટી કરિયાણાની દુકાનમાં એની હારમાળા બનાવીને લટકાવીને રાખવામાં આવે છે જેથી એમાં રસ્તાની ધૂળ સાથે સાથે માખીઓ પણ ગંદકી કરે છે. જેથી એ દેખાવે વામણું લાગે છે. એને સ્વમાન માટે કાચની બરણીમાં કે કાચના કબાટમાં રાખવું જરૂરી છે.

લીલાં અંજીરમાં સૂકા અંજીર કરતાં કંઇક વધારે ગુણ હોય છે પણ સૂંકા અંજીરને ગરમ પાણીથી બરાબર ધોઇ, સ્વચ્છ પાણીમાં પલાળીને પછી ઊપયોગ કરવામાં આવે તો લીલાં અંજીર જેવાજ ગુણો દર્શાવે છે.

અંજીર સ્વાદે મીઠું, સ્વભાવે શીતળ હોવાથી પિતનું શમન કરનાર છે. એનામાં અનેક જાતના સુપાચ્ય રસો સમાયેલા છે. કુદરતી સાકર, લોહ, કેલ્શીયમથી એ ભરપુર છે. ત્રણયે જાતનાં વીટામીનથી એ છવાયેલું છે. જેથી એમાં તાકાત, જોમ અને સ્ફૂર્તી આપવાની શક્તિ સમાયેલી છે.

અંજીર એક પૌષ્ટીક આહાર છે. એક સમયમાં ત્રણથી ચાર અંજીર ખૂબજ ચાવીને ખાવાથી શરીરમાં અનેક તત્વો પુરાં પાડીને શરીરને અજબ સ્ફૂર્તી અને તાકાત આપે છે. બીજો ખોરાક લેવાની આગામી પાંચ થી છ કલાક સુધી જરૂરત જણાતી નથી.. દુધમાં અંજીરના કટકા નાખીને ઊકાળીને પીવાથી ગમે તેવો થાક ઊતરી જાય છે. શરીરમાં નવું ચેતન આવે છે.

બાળકોની નબળાઇ, વિકાસની ખામી, ઊંચાઇ ન વધે, પાંડુરોગ જેવું જણાય ત્યારે અંજીરનો પાક બનાવીને ખવડાવવાથી બાળકના શરીરનો બાંધો મજબુત બને છે. એનામાં તાકાત સ્ફૂર્તી પામે છે.

ગર્ભવંતી બહેનો માટે અંજીર ખાવાં એ ઊતમ ટોનીક છે. શારીરીક મસ્લ્સ જ્યારે જામ થઇ જાય, ત્યારે સુવાવડમાં ઘણી તકલીફ થાય ત્યારે ગર્ભની શરૂઆતથી જ રોજનાં ત્રણથી ચાર અંજીર દુધમાં ઊકાળીને ખાય તો સુવાવડ સામાન્ય બની જશે. કહેવાતાં ‘લેબર પેઇન્સ’ ની બચી જવાશે. અને સુંદર, તંદુરસ્ત બાળક જન્મશે.

એસીડીટી જેમને ભોગતી હોય, તેઓ જો વધારે પડતાં ખાટાં, તીખાં અને તારેલાં પદાર્થોનો ત્યાગ કરીને દુધમાં ઊકાળીને અંજીરનું સેવન કરે તો પિત્ત નામનો રોગ સમૂળગો ભાગી છૂટે.

કીડનીની તકલીફ હોય, ઝીણી પથ્થરી હોય, ભૂખ ઓછી લાગે, પાચન નબળું હોય, ગેસ થતો હોય, શ્વાસ કે ઊધરસ ભોગતાં હોય, કાયમની કબજિયાતની હેરાનગતી હોય, શરીરમાં કાળાશ દેખાય, આંખ પાસે કાળાં કૂંડાળાં દેખાય, પુરૂષોને ધાતુની નબળાઇ હોય કે શીધ્રપતન થઇ જતું હોય, બહેનોને સફેદ પાણી પડતાં હોય, ધાવણની અછત જણાય, યાદશક્તિની નબળાઇ હોય, આંખે ઝાંખપ હોય કે ચશ્માંના નંબર વધતા હોય, ચહેરા પર ખીલના ડાઘા હોય. આવા તમામ દર્દોમાં ચારેક જેવાં અંજીરને ગરમ પાણીથી બરાબર ધોઇ, રાત્રે સ્વચ્છ પાણીમાં પલાળી, સવારે નાના નાના કટકા કરી,બે કપ જેવા ગાયના દુધમાં ઊકાળીને નિયમિત પીવાથી તમામ જણાવેલા રોગોમાં ફાયદો થાય છે.

બહેનોને કે યુવાન કન્યાઓને માસીક વખતે પેઢુંમાં સખ્ત દુ:ખાવો થાય, કેડ સખ્ત  દુ:ખે , કોલેજ ન જઇ શકાય કે ઘરકામ કરવામાં પણ તકલીફ પડે. આખો દિવસ સૂઇ રહેવું પડે. એવી તમામ ગૃહણીઓ કે ભણતી યુવતીઓએ સાકર અને ગરમ મસાલો નાખીને ઊકાળેલા દુધમાં ચાર અંજીરના ટૂકડા કરીને નાખીને બરાબર ઊકાળીને જરૂર પ્રમાણે સવાર સાંજ લેવાથી અને ખાવામાં વાયડા પદાર્થો બંધ કરીને સાદો ખોરાક લેવાય તો ત્રણેક મહિનામાં ચમત્કારીક પરિણામ મલે છે. બહેનોને થોડી કસરત કે સાદા યોગાસનો કરવાં વધારે લાભકર્તા જણાશે.

અંજીર ભાવમાં ભલે થોડું મોઘું પડે તો એના ગુણો જોઇને અન્ય બહારના ખોટા પદાર્થો ખાવાના ખર્ચા કે વ્યર્થ ખર્ચા પર કાપ મૂકીને અંજીરનું સેવન કરવામાં આવે તો આરોગ્ય માટે ઘણું હીતદાયક ગણાશે…

ગુજરાતના ખેડૂતો જો અંજીરની ખેતી તરફ ધ્યાન આપે તો ગુજરાતમાં લોકોને સસ્તા ભાવે અંજીર મલી રહે. અંજીરના વાવેતરમાં ખેડૂતને થોડી સબસીડીરી આપીને ખેડૂતને સરકારે પ્રોત્સાહન આપવું જરૂરી છે. માનવ સેવાની સાથે સાથે સરકારનું સારૂં એવું હુંડિયામણ પણ બચી જશે…

No Comment

Comments are closed.