(૧) ડો. હરજી વાલજી કેરાઈએ પ્રથમ કણબી પટેલ વિધાર્થી હતા જેઓ વર્ષ ૧૯૬પમાં કેન્યામાં રમવા આવેલી ભારતીય ક્રિકેટ સામે નૈરોબી સ્કૂલ્સ ઈલેવનમાં ફાસ્ટ બોલર તરીકે રમ્યા હતા.
(ર) ડો. એચ. વી. કેરાઈ એ કેન્યામાં પ્રથમ ગુજરાતી વિધાર્થી હતા જેમણે સને ૧૯પ૮માં કેન્યા બ્રોડકાસ્ટીંગ સર્વીસમાં ગુજરાતી સમાચાર આપ્યા હતા.
(૩) તેઓશ્રી કેન્યામાં એકમાત્ર અને પ્રથમ ગુજરાતી વિધાર્થી હતા જેઓ સોળ વર્ષની ઉંમરે ગુજરાતી અખબારમાં ‘ફીલ્મી અવલોકન’ ની કોલમ ચલાવતા હતા.
(૪) ડો. એચ. વી. કેરાઈ એ પહેલા સ્વામિનારાયણ સત્સંગી હતા જેમણે વર્ષ ૧૯૬૩માં રામપરના જાણીતા સાંખ્યયોગી કાનબાઈ ફઈના યજમાન પદે અને ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલીત મહાયજ્ઞના મુખ્ય સંચાલક હતા.
(પ) તેઓ પ્રથમ કણબી–પટેલ (કચ્છી) લેખક હતા જેમણે ચૌદ વર્ષની ઉંમરે વર્ષ ૧૯પ૪માં કેન્યાના અખબારો અને મેગેઝીનોમાં લેખો ચાલુ કર્યા હતા.
(૬) એશીયન પ્રભાવીત કેન્યા ફ્રિડમ પાર્ટીમાં કલમ સેવા આપતી વખતે પાર્ટી સભ્યોની ત્યારના આઝાદીના લડવૈયા દેશના પ્રથમ રાષ્ટ્રપિતા ‘જોમો’ કેન્યાટાની જેલની મુલાકાતમાં તેઓ એકમાત્ર વિધાર્થી અને એકમાત્ર કણબી પટેલ હતા.
(૭) તેઓશ્રી કેન્યા દેશના એવા એકમાત્ર વિધાર્થી હતા જેમની મુંબઈમાં મીડીયા ધ્વારા જબરજસ્ત પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી.
(૮) ડો. એચ. વી. કેરાઈ જેઓ આજસુધીના પહેલા અને એકમાત્ર સ્વામિનારાયણ સત્સંગી હતા જેઓ ભુજ સ્વામિનારાયણ મંદિરના માસિક મેગેઝીનના તંત્રી મંડળમાં ત્રણ વર્ષ માટે નીમાયા હતા.
(૯) ડો. એચ. વી. કેરાઈ કેન્યા દેશમાં પહેલા અને એકમાત્ર હિન્દુ હતા જેઓએ કેન્યામાં ખ્રિસ્તી ચર્ચ અને શાળા માટે ફાળો એકઠો કરવાના ગીચ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હતા.
(૧૦) તેઓ કેન્યામાં આજસુધી રહેલા તમામ હિન્દુ નેતાઓમાં ન્યેરીમાં સી.સી.એમ. ચર્ચમાં નોંધદાયક ફાળો ઉઘરાવીને મંદિરના હોલને ”ડો. કેરાઈ” નામ અપાવ્યું.
(૧૧) તેવીજ રીતે તેઓ કેન્યાના પ્રથમ ભારતીય નેતા હતા કે જેમના મુખ્ય અતિથિ તરીકેના કાર્યક્રમમાં ધરખમ ફાળો એકત્રીત થતાં કેન્યાની ”સેવન ડે ચર્ચ ધાર્મિક સંસ્થાની હોસ્ટેલમાં ડોરમીટરીને” ડો. કેરાઈ ડોરમીટરી હોલ નામ આપવામાં આવ્યું.
(૧ર) ડો. એચ. વી. કેરાઈ કેન્યામાં વસતા ભારતીયોમાં પ્રથમ અને એકમાત્ર નાગરિક હતા જેમણે દેશના જરૂરતમંદોને રાષ્ટ્રીય પ્રમુખપદે આગવી સેવાઓ આપીછે.
(૧૩) કેન્યાની રીફટ વેલી પ્રોવીન્સમાં માનસિક વિકલાંગો માટે પ્રથમ ‘સ્પેશ્યલ ઓલેમ્પીકસ’ ચાલુ કરનાર તેઓ પ્રથમ કેન્યન અને ભારતીય હતા.
(૧૪) અત્યારે વિશ્વમાં ઠેર ઠેર ચાલતી માનસિક વિકલાંગો માટેની ખાસ વુડન વર્કશોપ અને મેંટલ વર્કશોપની પ્રથમ શરૂઆત અને તે પણ કેન્યામાં નકુરૂ શહેરમાં કરનાર પ્રથમ ડો. એચ. વી. કેરાઈ હતા. જે એ સમયે પ્રખ્યાત ‘નકુરૂ સ્પેશ્યલ સ્કુલ’ના બોર્ડ ઓફ ગર્વનન્સના પ્રમુખ પદે હતા.
(૧પ) કેન્યામાં વિશ્વ સંસ્થા ઈલટે ફંડીત સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોજેકટ (રસ્તે રઝડતાં છોકરાની સંસ્થા)ના રીફટ વેલી પ્રોવીન્સના તેઓ પ્રથમ આયોજક હતા અને એમા એમની આગવી કાર્યવાહી માટે એમને જીનીવામાં સંસ્થા તરફથી બિરદાવવામાં આવ્યા હતા.
(૧૬) તેઓશ્રી હિન્દુ કાઉન્સીલ ઓફ કેન્યાના નકુરૂ બ્રાન્ચના મંત્રી અને પ્રમુખ બનનાર પ્રથમ કચ્છી પટેલ હતા. અન્યથા સંસ્થાના રાષ્ટ્રીય ઉપપ્રમુખને દરરજે પણ હતા.
(૧૭) કેન્યા એગ્રીકલ્ચર સોસાયટી (ASK)ની સ્ટીનીંગ કમિટિમાં તેઓ પ્રચાર વિભાગ અને આનંદમેળા વિભાગના એકમાત્ર કન્વીનીઅર હતા.
(૧૮) એગ્રીકલ્ચર સોસાયટી ઓફ કેન્યાનાં કેન્યા આર્મી સંચાલીત ‘ટાટુ ઈવેન્ટસ’માં તેઓ પ્રથમ અને એકમાત્ર સભ્ય હતા.
(૧૯) કેન્યા ફેમીલી પ્લાનીંગ એશોસીએશન–નકુરૂ શાખાના તેઓ એકમાત્ર ભારતીય ડોકટર સભ્ય હતા.
(ર૦) કેન્યાની ”નેશનલ એઈડસ કમિટિ”ના તેઓ એકમાત્ર ગુજરાતી સભ્ય હતા.
(ર૧) આફ્રીકામાં બહોળો ફેલાવો ધરાવતા ખ્રીસ્ચીયન મેગેઝીનમાં ફસ્ટ પર્સન સ્ટોરીમાં સોળસો જેટલા લેખકોમાં તેઓ એકમાત્ર હિન્દુ હતા અને બીજુ ઈનામ પ્રાપ્ત કર્યું હતું.
(રર) ડો. હરજીભાઈ કેરાઈ એકમાત્ર ભારતીય હતા કે જેમણે અનેક સ્થાયી પ્રોગ્રામોમાં ચીફ ગેસ્ટ કે માસ્ટર સેરેમની તરીકે સેવા આપીછે.
(ર૩) કેન્યા દેશની આઝાદીનાં પચીસમાં જબરજસ્ત ઉજવણી દરમિયાન રીફટ વેલી પ્રોવીન્સની સ્ટીયરીંગ કમિટિમાં તેઓ એકમાત્ર ભારતીય હતા.
(ર૪) કેન્યાના રપમાં આઝાદી દીનની ધામધુમથી થયેલી ઉજવણીમાં દેશના પ્રેસીડેન્ટ, કેબિનેટ મંત્રીઓ અને પચાસ હજાર નાગરીકોની હાજરીમાં દેશની સલામતી અને પ્રગતિની પ્રથમ પ્રાર્થના અને તે પણ સ્વાહીલી ભાષામાં પ્રાર્થના કરનાર તેઓ પ્રથમ ભારતીય હતા.
(રપ) કેન્યા દેશમાં ડો. કેરાઈ એવા પ્રથમ એકમાત્ર ભારતીય હતા જેઓ દર વર્ષે ખ્રિસમસ દરમિયાન આખો દિવસ પ્રેસીડેન્ટ મોઈ સાથે વિવિધ જરૂરતમંદ સંસ્થાઓની મુલાકાતમાં સાથે રહેતા.
એ દિવસે કેરાઈ સાહેબ એકમાત્ર એશીયન હતા જે પ્રેસીડેન્ટની ન્યયો હોસ્પિટલ ઉપરાંત જેલમાં કેદીઓની મુલાકાત લેતા હતા. આ સમયે પચીસ વીણેલા કેદીઓને જેલ મુકત કરવામાં આવતા.
(ર૬) ડો. કેરાઈ સાહેબ કેન્યા–નકુરૂ શાખાના હિન્દુ કાઉન્સીલ ઓફ કેન્યાના પ્રથમ પ્રમુખ હતા જેમને શીખોની હાજરીમાં એક ખાસ સ્વમાનભરી વિધિથી શીખ ટેમ્પલ સભ્ય બનાવવામાં આવ્યા હતા.
(ર૭) શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની નરનારાયણ દેવ ગાદીના તેઓ પ્રથમ સત્સંગી લેખક હતા જેમણે સૌ પ્રથમ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં સત્સંગ પુસ્તકોનું આલેખન કર્યું છે.
(ર૮)વર્ષ ર૦૦૧માં કચ્છમાં ત્રાટકેલા ગોઝારા ધરતીકંપ દરમિયાન વિદેશી બેલ્જીયમથી સહાય માટે ઉતરેલી બેલ્જીયમ દાકતરી ટીમમાં તેઓ એકમાત્ર સ્થાયી ડોકટર હતા.
(ર૯) કેન્યાના અનાથ અને રસ્તે રઝડતા છોકરાઓને મદદરૂપ બનતી રાષ્ટ્રીય સંસ્થા ચાઈલ્ડ વેલફેર સોસાયટી ઓફ કેન્યાના તેઓ પ્રથમ અને એકમાત્ર સીનીયર સભ્ય હતા.
(૩૦) જીનીવા મધ્યેથી કાર્યવાહી કરતી આંતર–રાષ્ટ્રીય સંસ્થા ‘ઈન્ટરનેશનલ લેબર ઓરગેનાઝેશન’માં તેઓ એકમાત્ર અને પ્રથમ કેન્યાના પ્રતિનીધી હતા.
(૩૧) તેઓ એકમાત્ર કચ્છી પટેલ સભ્ય હતા જેમણે વર્ષ ૧૯૬૬માં આર્યુવેદ વિશારદની પદવી પ્રાપ્ત કરી.
(૩ર) શ્રી કેરાઈ સાહેબ એવા પ્રથમ ગુજરાતી હતા જેમણે જર્મની, સ્વીડન, મલેશીયા જેવા દેશોમાં સ્પીચ્યુઅલ સાયન્સ પર લેકચરો આપેલ છે.
(૩૩) તેઓ પ્રથમ કચ્છી પટેલ જર્નાલીસ્ટ હતા જેમણે કેન્યાના તેમજ ભારતના અનેક નામાંકિત ગુજરાતી અને અંગ્રેજી અખબારોમાં સેવા આપી છે.
(૩૪) ડો. કેરાઈ પ્રથમ કચ્છી પટેલ લેખક છે જેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં વિશ્વના અનેક અખબારો અને મેગેઝીનોમાં તરેહ તરેહના લેખો આપ્યા છે.
(૩પ) અમુક પુસ્તકો લખીને ગુજરાતી સાહીત્યમાં નામના કાઢનાર ડો. હરજીભાઈ કેરાઈ પ્રથમ કચ્છી પટેલ લેખક છે.
(૩૬) શ્રી કેરાઈ સાહેબ પ્રથમ ગુજરાતી છે જેમણે કલકતા, દીલ્હી અને મુંબઈમાં જરૂરતમંદો માટે વિવિધ ક્ષેત્રે સેવા આપીને કલકતામાં ”હોલ ઓફ ફેઈમ” થી નવાજીત કરવામાં આવ્યા હતા.
(૩૭) કચ્છ પ્રાંતના તેઓ પ્રથમ આયુવેદ નિષ્ણાંત હતા જેમણે પોતાના નિશુલ્ક કેમ્પો ખોલીને હજારો ગરીબ દર્દીઓને સારવાર આપ્યા બદલ ”ધનવંતરી એવોર્ડ” આપવામાં આવ્યો છે.
(૩૮) શ્રી કેરાઈ સાહેબ એવા પ્રથમ બ્રિટીશ ગુજરાતી નાગરીક છે જેમને એમની કેન્યા અને ભારતમાં કરેલી બહોળી જરૂરતમંદો માટેની સેવા બદલ ”બ્રિટીશ સીટીઝન એવોર્ડ” થી નવાજીત કરવામાં આવ્યા છે.
કેન્યા દેશ અને ભારતમાં સર્વ ક્ષેત્રે છવાઈ જનાર ડો. એચ. વી. કેરાઈ સાહેબની સિધ્ધીઓ અગણિત અને અનમોલ છે. આ ક્ષણે સઘળી રજુ કરવી અશકય નહિ તો મુશ્કેલ હોવાથી વીણેલા મોતીડાની માફક ગણી ગાંઠી અહિં રજુ કરીછે. આમાં કલમનો કોઈ વેગ નથી. હકીકત અને સત્યનો કોઈ જ અતિરેક નથી.