રામણભાઈને મીઠા પેશાબ્નું દર્દ થયે દશ વર્ષ થયાં. ઊંચા બ્લડ પ્રેસરની બિમારી પણ ખરી. એક જ શરીર્માં ડાયાબીટીશ અને પ્રેસર્ની રહેવાસ અનેક દર્દોને નોતરૂં આપે અને એ બે દર્દનાં સગાં – વ્હાલાંઓ પણ ઘણાં.
ડાયાબીટીશ કાબૂમાં ન આવતાં એમના ફેમીલી ડોકટરે એમને ઈંસ્યુલીન ઈજેકશન પર ઊતાર્યા. રોજ ત્રીસ મી. નું ઈજેકશન લેવું પડે અને પાછું થાય તો અનેક મુશ્કેલીઓ ઊભી થાય. છેલ્લે ત્રણ વર્ષથી આજ પ્રથા ચાલુ રખેલી. કયારેક લોહીમાં ગ્લુકોઝ ઘટી જાય તો વળી મીઠાઈ ખાઈ લે અથવા તો પાર્લેનાં ગ્લુકોઝવાળા બીસકીટ ખાઈ લે. અઠવાડીએ ત્રણથી ચાર વખત આવું બને. ડાયાબીટીશ ઈજેકશન લીધાં પહેલાં ત્રણસો ઊપર બતાવે અને કયારેક ઈજેકશન લીધા બાદ અને ભોજન કર્યા બાદ ફકત સાંઈઠથી સીતેર બતાવે.
પ્રેસર પણ એવી રીતનાં જ ઉછાળા મારે. કયારેક ૨૦૦- ૧૨૦ બતાવે તો ગોળીઓ ખાધા પછી ૯૦-૬૦ પણ બતાવે. પ્રેસર ઘટે એટલે લીંબુ- સાકરના શરબતમાં આકરું મીઠું નાખે જેથી પ્રેસર પાછું કાબુમાં અને વળી કયારેક બહુ ગોળીઓ રામજીભાઈ ફરજિયાત ગળે.
આમ કરતાં ત્રણ વર્ષ પહેલાં હાથમાં તકલીફ જણાઈ, હાથ ઊંચો કરતાં તકલીફ થાય, હાથમાં વાસણ કે ચાનો કપ પકડવામાં પણ તકલીફ, છેલ્લા ત્રણ વર્ષની એની દવા પણ ચાલુ કરી પણ આજ સુધી કોઈ જ ફરક નહી, ઊલટાની તકલીફ વધતી ગઈ, વાત વાતમાં હાથ ધ્રુજે. કપડાં પણ ન પહેરાય, બટન પણ બંધ ન થાય એવી સ્થિતિ આવિ. થોડા દિવસ હોસ્ટપીટલમાં દાખલ થાય. બાટલાઓ ચડાવ્યાં, અનેક ઈજેકશનનો કોર્સ કર્યો પણ હાથનો કરવા નમતું આપવાનું નામ જ ન લે.
દવા કરી કરીને કંટાળ્યા. છેવટે આર્યુવેદનું શરણું લેવાનું ડહાપણ સૂઝયું અને એક દિવસ એમનો મોટા દિકરાને લઈને મારા ક્ષીજી કલીનીકમાં પ્રવેશ કર્યો. વર્ષોના રીપોર્ટને સંગ્રતી ફાઈલ પણ સાથે લઈ આવ્યા.
મેં એમનો કેશ તપાસ્યો. એમનો ફેમીલી ડોકટરની બેદરકારી અને રામણભાઈના પરિવારમાં ડાયાબીટીશ અને પ્રેસરની અજ્ઞાનતા જણાઈ આવી. ડાયાબીટીશ ઘટે તો મીષ્ટાન ખાવાનું પ્રેસર ઘટે તો મીષ્ટાન ખાવાનું પ્રેસર ઘટે તો નીમક – સાકરવાળું શરબત પીવાનું – આ કાર્યકમો નિયમિત રાખેલા. પણ ન દાકતરે કે પછી કોઈ ઘરના સભ્યે ઈજેકશ્ન કે દવાદારૂમાં વધઘટ કરવાનું શાણપણ દાખવેલું.
શરૂઆતમાં ઈન્સ્યુલીનનો ડોઝ ઘટાડયો, રોજ વીસ મી. ચાલુ પ્રેસરની ગોળીઓ સવાર- સાંજ એક એક…. ડાયાબીટીશ નિયમિત માપવાનું, પ્રેસર રોજ માપવાનું , ખાવાપીવામાં ખોરાકનો ગ્લુકોઝ અને નિમક વગરનો આહાર, ઈન્સ્યુલીનનો ત્યાગ કરીને સવાર- બપોરે- રાત્રે જમ્યા પહેલા અડધો કલાક બબ્બે પ્રેમાહારી વટી લેવની. અને જમ્યા પછી ૨-૨ મામેજવા ઘનવટી ગળવાની.
બટેટ, કોબી, ગોવારનું શાક બંધ, કારેલાં, ભાજી, મેથી, દુધી અને ગલકાંનું શાક લેવાનું, ભાતની જગાએ મગની ખીચડી, ઘઉંની જગાએ બાજરી- જવના રોટલા સવાર- સાંજ, નિયમિત બબ્બે કિલોમીટર ચાલવાનું, કબજિયાત ન રહે તેની ખાસ તકેદારી રાખવાની.
મહિનાની પુરતી પરેજી અને યોગ્ય ઉપચારથી ડાયાબીટીશ કાબૂમાં આવ્યું. પ્રેસર પણ નહિવત દેખાં દેતું, બે મહિનાના અંતે ડાયાબીટીશ માટે ફક્ત પ્રમેહારી વટી ૨-૨-૨ જમ્યા પહેલા અડધા કલાકે અંને પ્રેસરની દવા સાવ જ બંધ.
કંપવાની કોઈ જ દવા ન કરવા છતાંય હાથમાં ઘણો સુધારો જણાયો. ત્રીજા મહિનાથી કંપવા માટે કંપવારી રસ સવાંર- સાંજ- બપોરે ૨-૨, એકાંગવીર રસ પણ એટલી જ માત્રામાં ત્રણ વખત, હાથે મહાનારાય તેલની માલીસ અને નગોડના પાનનો વરાળિયો શેક.
છઠા મહિનાના અંતે રામજીભાઈ બરાબર વજન ઉપાડતા થયા, લખવામાં પણ કોઈ તકલીફ નહિ. ત્યારબાદ એમના હાથમાં કંપવાની લગીરે પણ અસર નહિ, ડાયાબીટીશ પણ કાબૂમાં, પ્રેસરનું તો નામ – નિશાન નહિ.
વધારે પડતાં ડાયાબીટીશ અંને પ્રેસરના વધઘટ થવાથી રામજીભાઈને હાથમાં કંપવાની અસર જણાઈ હતી. જે યોગ્ય ઉપચાર કરતાં સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ હતી.
No Comment