સમ્રગ ભારતમાં અને વિદેશોમાં પણ જ્યાં જ્યાં ભારતીયો વસ્યા છે ત્યાં ત્યાં ઘેર ઘેર સૂંઠનો વપરાશ થાય છે. ભારતમાં વર્ષાઋતુમાં એનો વપરાશ ઘણો થાય છે. આદુ સ્વરૂપે એ લીલી વપરાય છે. સૂંઠ સામાન્ય રીતે સ્વાદમાં તીખી હોવા છતાંય મરી કે મરચાં જેવાં તીખાં વસાણાં જેટલી ગરમ નથી.
સૂંઠ પચવામાં હલકી અને ખોરાકને પાચન કરાવવામાં પાવરધી જેથી એનું સેવન પેટની ગરબડને રોકે છે… વાયુને અંકુશમાં રાખે છે અને શરીરને જોમ અને પુષ્ટિ આપે છે.
એકંદરે ગરમ હોવાથી શરદી અને ક્ફના રોગોમાં એ અકસીર પુરવાર થઇ છે. નિત્ય સવારે નરણા પેટે ગોળ ઘીમાં સૂંઠના પાવડરને કાલવીને ચાટવાથી કે એની ગોળી બનાવીને ખાવાથી વાયુ-કફ નજીક આવતાં નથી અને હોય તો દુર ભાગે છે.
શિયાળામાં એનો સૂંઠપાક હોંશે હોંશે ખવાય છે. પ્રસૂતીમાં ગૂંદ, ઘી, ગોળ સાથે સૂંઠ મેળવીને એનું કાંટલું ખવડાવવામાં આવે છે. જે બહેનો માટે આર્શીવાદરૂપ બને છે.
આમવાતમાં સૂંઠચૂર્ણનો પ્રયોગ સફળદાયક રહ્યો છે. સૂંઠ મોમાં રાખીને ચૂંસવાથી સ્વર ખુલ્લે છે અને ગળાની ખરાબી દુર થાય છે. કોઇપણ જાતના કફ-ઊધરસ કે શ્વાસમાં સુંઠના ચૂર્ણને હળદર અને મધ સાથે કાલવીને ચાટવાથી ઘણો લાભ થાય છે.
ઘણા વાંચકોને નવાઇ લાગશે પણ સૂંઠ એ ઝાડા માટે અકસીર દવા છે. લોહીના ઝાડામાં પણ બકરીના ઠંડા દુધમાં અથવા તો દાડમના રસમાં સૂંઠની એક ચમચી પાવડર આપવાથી રાહત થાય છે. સાદા ઝાડામાં સુંઠ ઠંડી છાશ સાથે દિવસમાં ત્રણથી ચાર વખત આપવી. આમવાતમાં સૂંઠનો પ્રયોગ બહુજ લાભદાયક જણાયો છે. આમવાત સિવાયના વાયુના એંશી પ્રકારમાંથી કોઇપણ જાતના રોગોમાં સૂંઠના ઊપયોગ થાય તો રોગ જળમૂળથી મટવાની શકયતા રહેલી છે.
આમવાતના કોઇપણ જાતના અને શરીરના કોઇપણ ભાગમાં આવેલા સોજામાં ગૂંદના ગરમ ઊકાળેલ પાણીમાં સૂંઠ કાલવીને એનો પંદર દિવસ માટે રોજ રોજ લેપ કરવો.
સુંઠ એક સારી પેઇન કીલર છે. શરીરમાં કોઇ પણ જાતના દુ:ખાવા પર સૂંઠનો લેપ કરવો, અથવા સુંઠનું ચૂર્ણ ઘસવું અને સૂંઠનું ચૂર્ણ મધમાં લેવું. માથું દુ:ખતું હોય તો સૂંઠના ટુકડાને લીસા પથ્થર પર દુધમાં ઘસીને એનો ગરમ ગરમ લેપ કપાળે કરવો અને બન્ને નાકમાં એનાં ત્રણ ત્રણ ટીપાં નાખીને થોડો આરામ કરવો.
વીંછીના ઝેરમાં સૂંઠા બહુજ લાભદાયક જણાઇ છે. સૂંઠનો ટુકડો પાણીમાં ઘસી એનાં બે નાકમાં છ છ ટીપાં નાખવાં. ઝેર ઊતરી જશે. વીઝીંએ જ્યાં ડંખ માર્યો હોય એ ઊપરના ભાગને ટાઇટ કપડાંથી બાંધી, ડંશને નજીવો ખોતરીને એના પર સૂંઠનો લેપ કરવો અને પાટો બાંધી દેવો…
કફ-ઊધરસ કે શ્વાસથી છાતીમાં દુ:ખાવો થાય ત્યારે મધ સાથે એક મોટી ચમચી સૂંઠનું ચૂર્ણ કાલવીને પીવું દિવસમાં ચાર વખત….
અને ગરમ પાણીમાં સૂંઠને ખદખદાવીને તૈયાર કરેલો લેપ નવશેકો થાય ત્યારે છાતીએ લગાડવો.
તાવ પછી શરીર ઠંડુ પડી જાય, ઠંડી કે કમજોરીથી શરીર ઠરી જાય ત્યારે સૂંઠનું બારીક ચૂર્ણ અને દાળિયાનું બારીક ચૂર્ણ ભેગું કરીને શરીરે ધસવું. મધ અને સૂંઠનો પાવડર ચટાડવો.
હેડકી કેમેય કરી બંધ ન થતી હોય તો સૂંઠનો પાવડર ગોળના પાણીમાં કાલવીને બન્ને નાકમાં છ છ ટીપાં નાખવાથી હેડકી બંધ થઇ જશે.
No Comment