આરોગ્યની દષ્ટિએ “વોક” એ સૌથી ઉતમ ઉપચાર છે.વોક એ શરીર માટે અદભૂત ટોનિક છે. ચાલવાથી ઘણાય રોગો નાબૂદ થઇ જશે. અને ઘણાય રોગો શરીરમાં ઘૂસતા બંધ થઇ જશે. વોક એ કોઇ અંગ્રેજનો વરસો નથી પણ હજારો વરસ પૂરાણી એ તંદુરસ્તીની ભારતીય લગામ છે. આપણ ઋષીમૂનીઓ, સતં-મહાત્માઓ ચાલી ને પૃથ્વીના પટને ખુંદી નાખતા અને તેથી હંમેશાં તંદુરસ્ત રહેતા.આપણા વડીલો પણ કેટલું ચાલતા અને શરીર કેટલું ખડતલ હતું? એ જમાનામાં મુસાફરી માટે ભલે મોટર, બસ કે રેલ્વે જેવા સાધના ન હોતાં પણ હાથી, ઊંટ, ધોડા, ગધેડાં કે બળદ જેવાં જનાવરોનો ઊપયોગ પણ ભાગ્યે જ કરતાં.
ચાલવાથી સરસ મજાની મીઠી નીંદર પણ આવે છે. શરીરના તમામ સ્નાયુ મજબુત બને છે. ચાલવાથી કસરતથી ફેફસાં, હદય અને પાંચનતંત્ર વધારે સારી રીતના કાર્યો કરે છે. શરીરમાંથી આળસ અને તંદ્રા દુર થાય છે. ચાલવાથી ચરબીમાં ઘટાડો થાય છે. કોલેસ્ટ્રોલ ઓછા થવાથી હદયરોગના હુમલા થવાની શક્યતા ઓછી થઇ જાય છે. મીઠી પેશાબવાળા દર્દીઓ માટે “વોક” એ અનિવાર્ય ઉપરાંત આર્શીવાદરૂપ કસરત છે. નિત્ય સવારા સાંજ વોક કરવાથી રોગ કાબુમાં આવે છે.
વોક કરવાથી મગજને પુરતા પ્રમાણમાં ઓક્સિજન મલવાથી માનસિક શકિતમાં વધારો થાય છે. વોકની કાયમી ટેવથી યૌવન ટકી રહે છે. ચાલવાની કસરત રોજિંદી કરવાથી કબજીયાત, અપચો, મંદગ્નિ, ગેસ, વાયુ જેવા રોગો દુર ભાગે છે.
સગર્ભા સ્ત્રી માટે વોક એ આર્શીવાદરૂપ છે. નિયમિત ચાલવાથી વ્યાયામ કરનાર સ્ત્રીને પ્રસૂતિની પીડા ઘણી ઓછી થાય છે. પગનું સુજન થતું નથી અને એક તંદુરસ્ત બાળકને જન્મ આપે છે.
કાયમી “વોક” કરવાથી જાતિય જીવન ઘણું જ આગવું બને છે. ચાલવાથી જીવન શક્તિમાં વધારો થાય છે ચાલવાથી મગજને ખુબ જ શાંતિ મળે છે. હાઇ બ્લડપ્રેશર અને ટેંશનવાળા દર્દીને ચાલવાથી ઘણો જ લાભ થાય છે. નિયમિત વોક લેવાથી પગના સ્નાયુઓ મજબુત બને છે. અને ત્વચા પણ સુંદર બને છે. ચાલવાથી શરીર સુંદર બને છે. લીલા ઘાસ પર વહેલી સવારે ખુલ્લા પગે ચાલવાથી આંખોનું તેજ વધે છે. આંખે ચશ્મા આવતાં રોકી શકાય છે. વહેલી સવારે વોક કરવાથી વિચાર તંત્ર ફળદ્રુપ બને છે. શુભ વિચારો મગજને સ્ફુર્ત આપે છે.
રોજ થોડું પણ વોક એટલે કે ચાલવાનો નિયમ રાખનાર માનવી અનેક દુ:ખમાંથી ઉગરી જાય છે. નસીબદાર છે માનવી જે સવાર સાંજ સમય ફાળવી વોકમાં ધ્યાન આપે છે. “વોક” એ કુદરતી ઉપચારનું અક્સીર સાધન છે. એલોપેથીમાં “વોક” ની ભલામણ કરવામાં આવે છે. નિયમિત “વોક” લેવાથી ઘણાય દર્દોથી બચી જવાય છે. હોસ્પિટલની ખોટી દોડ્ધામ, દક્તરોના મોટા બીલ અને જીવનનો મોટો કિંમતી સમય બચી જાય છે. તમામ અબાલ વૃધ્ધ માટે “વોક” એ આર્શીવાદરૂપ ક્રિયા છે.
તીર્થયાત્રા પગપાળા કરવાથી શરીર મગજમાં સ્ફુર્તી આવતા મન પ્રભુમય બને છે. હંમેશા મંદિરે “વોક” કરીને જવાથી આનંદિત મન પ્રભુ ભજનમાં વધારે ધ્યાન કેન્દ્રીત કરી શકે છે. વોક એ વગર પૈસાનો અમુલ્ય ઉપચાર છે.
અનેક રોગોના સકંજામાં સપડાઇને ખાટલામાં પડેલા માનવી સારી હાલતમાં વોક ન કર્યા બદલ તંદુરસ્તી ઘરાવતો યુવાનીને ઉંબરે પગ મૂકતો યુવાન આધેડ વયના વડીલોને ‘વોકો’ કરતા જોઇને ઘણીવાર અટહાસ્ય કરતો હોય છે.
No Comment