શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ઉપરાંત જૈન અને વૈષ્ણવ ધર્મમાં પણ લસણ ખાવાનો નિષેધ છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના સ્વહસ્તે લખાયેલી શિક્ષાપત્રીમાં સત્સંગીઓ માટે લસણ ખાવાની મનાઇ કરી છે. શ્રી શતાનંદ મુનિએ કરેલા શિક્ષાપત્રી ભાષ્યમાં એની વિગત આપવામાં આવી છે. લસણનો પ્રથમ ગુણ દુર્ગન્ધ છે. લસણ ખાનારનું મોં લાંબો સમય સુધી ગંધાય છે. એનો ઓડકાર પણ ગંધમય હોય છે અને એ વ્યક્તિનો પસીનો પણ એટલો જ ગંધાય છે. જેનાથી મોં ગંધાય, વાસર ગંધાય, પસીનાની બદબૂ આવે, એવી વસ્તુના અન્ય લાભાલાભ હોવા છતાંય ખવાય ખરી? અને તેમાંય સત્સંગીને શોભે ખરી..?
નિત્ય લસણનું સેવન કરનાર વ્યક્તિ વાત વાતમાં ગુસ્સે થઇ જાય છે. નજીવી બાબતમાં ઉશ્કેરાઇ જાય છે, સ્ખલીત થઇ જાય છે, લસણના સેવનથી કામ અને ક્રોધ ઉત્પન્ન થાય છે જે સત્સંગી માટે હાનીકારક છે.
લસણમાં રજોગુણ પેદા કરવાની શક્તિ છે. જે શુદ્વ જીવન-ધાર્મિક જીવન અને નીતીવાળું જીવન જીવવામાં અવરોધ કરે છે.
લસણથી પિત્ત વધે છે અને પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિમાં ઉશ્કેરાટ, ક્રોધ, ચીડીયાપણું વધે છે. માનવી કામાતુર બનીને ઘણી વખત ભાન ભૂલી જાય છે અને વ્યભિચાર જેવા દુષણમાં ધકેલાય છે. લસણની ચટણી રોજ ખાનાર વ્યક્તિમાં કામનો વેગ વધતાં સ્વપ્ન દોષ, શીઘ્ર પતન, શુક્ર્મેહ અને શુક્રસ્ત્રાવ જેવાં દુષણો ઘર કરે છે અને વ્યક્તિ હેરાન-પરેશાન થઇ જાય છે.
લસણથી કામવૃતિ વધતી હોવાથી અતિ મૈથુન, હસ્ત્દોષ કે શિલ-ભ્રષ્ટાચારની વૃતિ પેદા થાય છે. અપરિણીત યુવાન વર્ગને લસાન ન ખાવું અતિ હીતમાં છે.
વધારે પડતું લસણનું સેવન યુવાવર્ગનાં ગુપ્ત અંગો પર માઠી અસર કરે છે અને ઘણી વખત દુષીત વીર્ય પેદા કરે છે. શુક્ર-કીટ નબળાં કે મરેલાં પેદા થાય છે… સ્ત્રીઓને વંધટાત્વ આવવાની શક્યતા રહેલી છે. લસણની વધારે પડ્તી ગરમી સ્ત્રીના યોનિ-પ્રદેશને પુરૂષ-વીર્ય માટે સબ્રસ્તાન બનાવી નાખે છે. પુરૂષના વુષણ પર પણ લસણની માઠી અસર થતી જોવામાં આવે છે.
લસણ પિત્તકારક અને ગરમ હોવાથી, ગરમ ઋતુમાં, ગરમ પ્રકૃતિના લોકો માટે હાનીકારક છે. શરીરમાં દાહ, તૃષા અને અનિંદ્વા જેવા રોગો થવાની શક્યતા વધે છે.
વધારે પડતા લસણના સેવનથી પેટમાં સોજા ઉપરાંત ચાંદા પણ પડે છે. હોજરીમાં સળો પેદા થાય છે. અને માનવી હેરાન-પરેશાન થઇ જાય છે.
લસણ વિરુધ્ધ આહારમાં અગત્યનો ભાગ ભજવે છે. દુધ કે દુધની વાનગી સાથે લસણ ન લેવાય. ચા-કોફી, આઇસ્ક્રીમ સાથે દહીં-છાસ પણ દુધની પેદાશ હોવાથી દહીં કે છાસ સાથે લસણ વિરુધ્ધ આહારમાં ખપી જાય. ગોળ કે ગોળની કોઇપણ વાનગીમાં લસણ ન ખાઇ શકાય. દાળ-શાક, ચટણી, અથાણાંમાં જેમાં ગોળ નાખવામાં આવે છે એની સાથે લસણ ન લેવાય કારણ કે એ વિરુધ્ધ આહારમાં આવે છે. આવા વિરુધ્ધ આહારથી ચામડીના અનેક રોગો ઉત્પન્ન થાય છે. કોઢ, સોયરાશીષ, ખસ, રક્તપિત્ત જેવા ભયંકર રોગોની ઉત્પતીમાં લસણ વિરુધ્ધ આહાર તરીકે અગત્યનો ભાગ ભજવે છે.
લસણના અમુક અસરકારક ગુણો પણ છે. વાયુના તમામ રોગોમાં લસણ ગુણકારક જણાયું છે. મુખ્યત્વે સાંધાના રોગોમાં લસણ અગત્યનો ભાગ ભજવે છે. બ્લડ કોલેસ્ટ્રોલમાં પણ લસણ સારૂં પરિણામ આપે છે. લસણના ગુણોના સરવાળા કરતાં દુર્ગુણો વધારે પડતા હોવાથી શ્રી સ્વામિનારાયણ ભગવાને સત્સંગીઓ માટે લસણ ન ખાવાની આજ્ઞા આપી છે જે યથા-સ્થાને અને આર્શીવાદરૂપ છે. લસણ ન ખાવાથી થતા ફાયદાની નોંધપોથીમાં એના બે-ત્રણ ફાયદા ક્યાંય વિલીન થઇ જશે એમાં કોઇ જ સંસય નથી. આથી સ્વામિનારાયણ સત્સંગીઓએ કોઇ પણ સંજોગોમાં લસણ ખાવું હીતદાયક નથી….
No Comment