આહાર પાચન અને આહાર રૂચિ માટે શિયાળાના ચાર મહિના ઊતમ છે. કુદરતી કૃપાથી ઠંડી ઋતુમાં શરીરમાં જઠરાગ્નિ તેજ બને છે. કકડીને ભૂખ લાગે છે અને યથાયોગ્ય પાચન થાય છે.
ઊનાળા અને ચોમાસામાં જે ભારે ખોરાક પચાવવા માટે અન્ય મથામણ કરવી પડે છે એવો ભારે ખોરાક શિયાળામાં આસાનીથી પચી જાય છે… કુદરતની માનવ સમાજ પરની આ કૃપા દષ્ટી રહેલી છે. શિયાળાની ગુલાબી ઠંડીમાં પાચન તંત્ર સચેત હોવાથી પાચનક્રિયાના રોગો નડતરરૂપ બનતા નથી અને જેથી અન્ય ઋતુમાં ગેસ, અપચાની ગોળી ખાતો માનવી શિયાળામાં નિરાત અનુભવે છે.
વિશેષમાં શિયાળામાં કુદરત માનવ સમુદાય પર એટલી રીઝે છે કે એના વાતાવરણમાં જેમ બની શકશે તેટલી વધારે ખાધ-ખોરાકી વાનગીઓ માનવીને ભેટ-અર્પણ કરે છે. પેટાળમાંથી નવી શાકભાજી, નવું અનાજ, અનેક ફળો, પ્રદાન કરે છે. ખાસ ગરમ પ્રકૃતિના મેવા અને મસાલાની પેદાશ આપે છે. જેનો સંગ્રહ કરીને બાર મહિનામાં છુટા હાથે ઊપયોગ થઇ શકે છે.
પુરાણા સમયથી શિયાળામાં તરેહ તરેહનાં શક્તિશાળી પકવાન અને ઠંડી સામે પ્રતિકાર કરતાં ટોનીક ઔષધોનું સેવન થતું આવ્યું છે… ત્યારના રાજવૈધો, ગ્રામીણ વૈધ અને આશ્રમ ચલાવતા ઋષીમુનિઓ પાસે આર્યુવેદનું પુરતું જ્ઞાન હતું જેથી તેઓ ઋતુ પ્રમાણે આહાર ક્યો લેવો અને ક્યો ના લેવો એની જરૂરી સલાહ આપતા.. કુદરતી કૃપાનો તેઓ અમુલ્ય લ્હાવો લેતા.. ધાર્મીક શાસ્ત્રો પણ પોતાના અનુયાયીઓને ઋતુ પ્રમાણે આહારની આજ્ઞા આપે છે. ધાર્મીક તહેવારોમાં આપવામાં આવતો પ્રાસાદ મનુષ્યને આરોગ્યહીત હોય છે.
ધીરે ધીરે વૈધોનો પ્રભાવ ઓછો થયો અને આર્યુવેદ માઠું પડવા લાગ્યું. અને કુદરતી કૃપાનો જરૂરી સદપયોગ ન થતાં માનવ સમાજ આરોગ્યના સધ્ધર પાટા પરથી ગબડી પડી અને માનવ સમુદાય ઋતુની પ્રકૃતિ વિરુધ્ધ આહાર કરવા મંડ્યો. શિયાળાના ચાર મહિનાઓ જે કુદરતે એને અદભૂત પાચન શક્તિ આપીને બાર માહિનાથી શારીરીક શક્તિ નો સંગ્રહ આપવા બક્ષ્યા હતા એ તંદુરસ્તી વાતાવરણમાં પણ માનવી માંદો રહેવા માંડ્યો.
એની રોગ-પ્રતિકાર શક્તિ નબળી પડી ગઇ જેથી નજીવી બિમારી સમયે પણ એને કુદરતી કૃપા-દ્ષ્ટિના લાભાલાભથી દુર રાખ્યો. ત્યારબાદ જલદી સાજા થવાના લોભે એણે શુધ્ધ આરોગ્ય બક્ષતાં આર્યુવેદે પ્રતિ આડી આંખ કરી અને આધુનિક વિલાયતી દવાના સંકજામાં ફસાયો. આર્યુવેદે સમજી વિચારીને માનવ સમાજનાં કલ્યાણ અર્થે આહાર શાસ્ત્ર બહાર પાડ્યું છે. તેમાંય શિયાળાની ઠંડી ઋતુમાં શું ખાવું અને શું ન ખાવું એની વીગતવાર છણાવટ કરી છે. જે સૌ કોઇ આરોગ્યલક્ષી માનવે જાણવું જરૂરી છે.
શિયાળો ઠંડી ઋતુનો ભરથાર હોવાથી એ શીત વાતાવરણ પ્રગટ કરવાનો. એ સમયે મનુષ્ય માત્ર જેને માફક હોય તેવાં ગરમ વસ્ત્રો અને ગરમ આહારની સહાયતા લેવી જરૂરી છે. શિયાળામાં ગરમ આહારનો ઊપયોગ શરીરમાં સૂર્ય તત્વનું પ્રમાણ વધારે છે જેથી જઠરાગ્નિ સચેત થાય છે. અને શરીરમાં અગ્નિ રસ વધતાં રોગ પ્રતિકાર શક્તિ વધારે પ્રમાણમાં પ્રગટ થાય છે અને પરિણામે શિયાળામાં આક્રમણ કરવા તૈયાર બેઠેલાં શરદી-સળેખમ, કફ-વાયુ, ઊધરસ-શ્વાસ, ફલુ કે નીમોનીઆ જેવાં શરદી-પ્રદાન રોગો માનવ-શરીરમાં ધૂસણખોરી કરીને એને પરેશાન કરી નાખવાની એમની માનવ-શરીરમાં ધૂસણખોરી કરીને એને પરેશાન કરી નાખવાની એમની કાર્યવાહી સંપૂર્ણ નિષ્ફળ જાય છે.
જેથી શિયાળામાં આ સઘળાં દુષણોને છેટાં રાખવા માટે ગરમ પ્રકૃતિવારા આહારો લેવા જરૂરી છે. જેમાં બાજરો,આદુ, લસણ, સૂઠ, મૂળો, મોગરી, મરચાં હળદર, મરી, કાજુ, તલ, ડુંગળી અને સૂરણ જેવા દ્રવ્યોનો વપરાશ વધારે કરવો હીતદાયક છે. શિયાળાની ઠંડી ઋતુમાં પવનદેવની તાસીર કંઇક ઠંડી અને સૂકી હોવાથી વાતાવરણમાં રૂક્ષતાને વેગ મલે છે. જેથી કરીને એ રૂક્ષતાની લપેટથી દુર રહેવા માટે સ્નિગ્ધ આહાર દ્રવ્યો વાપરવાં માનવ-હીતાર્થે છે. જેવાં કે તલ કે સરસવ તેલ, ઘી, માખણ, ગોળ, કાળી લીલી દ્રાક્ષ, અંજીર, ખજુર, દુધ, તલ, અડદ કે લસણના પાપડ, ભીંડા, ઘી-સૂઠની મીઠાઇ વિગેરે દ્રવ્યો તે છુટથી વાપરી શકાય.
શરીરમાં અગ્નિદેવતાની કૃપાદષ્ટી વધારે હોતાં જઠરાગ્નિ સતેજ બને છે અને એ સમયે ભારે ખોરાક પણ પચી જાય છે. જે અન્ય ઋતુમાં પચવો મુશ્કેલ હોય છે. આમળાં એ શિયાળાનું આરોગ્યલક્ષી અને શક્તિપ્રધાન ફળ છે. એનો યથા-યોગ્ય ઊપયોગ થઇ શકે. ચ્યવનપ્રાસ એ આ ઋતુમાં અદભૂત ટોનીક છે.
શિયાળામાં ભુલેચૂકે પણ ઠંડો આહાર લેવો નહિ. નહિતર વાટ જોઇને બેઠેલી શરદી-સળેખમ, શ્વાસ-કફ, ઉધરસ, ગળાની બિમારી, શ્વર ભેદ, છાતીમાં અને ફેફસામાં દુ:ખાવો, માથાનો દુ:ખાવો કે નાક-બંધ કે વહેવાં-એ સઘળાં ભૂતળાંઓ શરીરમાં પ્રવેશ કરી જશે તો શિયાળાના કુદરતના બક્ષીસ રૂપે આપેલા ચાર મહિનાનો કુદરતે ખાસ ભેટ આપેલા આહારથી પણ વંચીત રહી જવાશે.પરિણામે આખુ વરસ માંદલું જવાની શક્યતા રહે છે…
તેમ છતાંય શરીરની તાસીર પ્રમાણે શિયાળામાં આહાર-દ્રવ્યો લેવાં.. ઠંડી પ્રકૃતિવારાને જો દુધ કે ખાંડનાં પકવાનો નડતાં હોય તો ન લેવાં. બહુ લુખો ખોરાક પણ ન લેવો. જેનાથી શરીરમાં વાયુનો વેગ વધે અને ગેસ-કબજિયાત જોર કરે, શરીરે શૂળ આવે, અનિંદ્રા ઘર કરી જાય.. તેમાંય વાયડા પદાર્થોના જુલ્મી કાફલથી ખાસ ચેતતા રહેવું. જેવાં કે ઘાણી, પાપડી, વાલોર, ચણા, ગુવાર, મકાઇ, ચોખા, બટેટાં, શકરીયાં, ફલાવર કોબી, કોદરી કે વાલ વધુ પ્રમાણમાં મરચું પણ આરોગ્ય માટે હિતદાયક નથી..
શિયાળામાં ચાર મહિના જઠરાગ્નિ સતેજના દિવાસો હોવાથી પેટ લાંબા સમય સુધી ખાલી રાખવું એ અગ્નિરસને કોપાયમાન થવાથી વાત છે. માટે એ સમયે ઊપવાસ, એકટાણાં કે ડાયટ-કન્ટ્રોલની પ્રથા લાગુ ન પાડવી એ. માનવ-આરોગ્ય માટે હિતવહ છે. વ્રતો, ઊપવાસો, એકટાંણા કે ઓછું ખાવાની પ્રથા ઊનાળો અને વર્ષાઋતુમાં યથા-યોગ્ય છે કારણકે એ સમયે જઠરમાં અગ્નિરસ ઓછો હોવાથી જઠરાગ્નિ મંદ હોય છે જેથી પાચન થોડું કઠીન બને છે. એવા વાતાવરણમાં સાદો ખોરાક પચવો પણ ભારે પડે છે.. જેથી એવા સમયે એકટાણાં, ધરણાંપરણાં કે ઊપવાસ આરોગ્ય માટે હીતદાયક ગણાયા છે. બહેનોને આ બારામાં ખાસ સમજવાનું છે.
શિયાળામાં મીઠાઇ કે પકવાન ખાનારા માનવીઓને ભેળસેળવારા પદાર્થોથી દુર રહેવું જરૂરી છે. નહિતર ઊલટાંની વ્યાધી વધી જશે નહિતર ખજૂર, ખારેક, ટોપરૂં, અંજીર, કાજુ-બદામ જેવા કુદરતી મેવા ઘેર કે મંદીરમાં બનાવેલા અડદીયા, સારી ફર્મસીનો ખાત્રીવારો ચ્યવનપ્રાસ ખાવાં વધારે સારાં..આમળાં, આદુ, ગુંદ, મેથી, અડદ જેવાં દ્રવ્યો વધારે વાપરવાં…શુધ્ધ ગાયનું ઘી અને દુધ વાપરવાં..
ગૃહીણીઓ શિયાળામાં મેથીપાક, ગુંદરપાક, તલસાકરી, કે અડદીયાનો પાક બનાવીને સૌને ખવડાવે તો સમગ્ર પરિવાર માટે શિયાળો આર્શીવાદરૂપ બની રહે..બહેનોને સુવાવડમાં ખવડાવવામાં આવતું કાંટલું શિયાળામાં સૌ કોઇ હોંશે હોશેં ખાઇ શકે. જેનાથી શરીરમાં અજબ શક્તિ અને ગજબ સ્ફૂર્તી પ્રગટ થાય છે.
શિયાળામાં સગડી, તાપણી, હીટરનો જરૂર પ્રમાણે ઊપયોગ કરવો હીતાવહ છે. ગરમ પાણીમાં સ્નાન કરવું… બની શકે તો માથા પર પાણી ન રેડવું ગરમ પાણી પીવું અને બની શકે તો સૂંઠ નાખેલું… સૂર્યનો તડકો વધારે લેવો. વોક ઊતાવળથી કરવા. યોગમાં પ્રાણાયામ કરવો.. કપાલભાતી અને અનુલોમન વિલોમ માટે શિયાળો ઊતમ અવસર છે.
No Comment