Input Content

લંડનમાં આરોગ્યક્ષેત્રે ઘણું નબળું. સગવડો પણ ઓછી… દરેક ક્ષેત્રે આગળ વધેલું ગણાતું બ્રીટેન આરોગ્યક્ષેત્રમાં વિશેષ પાછળ છે.. કેટલીયે હોસ્પીટલો, કેટલાયે દાકતરો અને નર્સો છતાંય દર્દીઓને લાંબાગાળાનું એપોઇન્મેન્ટ મલે. તાત્કાલીક સુવિધામાં લંડનનું આરોગ્ય ખાતું સાવજ પાછલી પાટલી એ…

સરકારની નેશનલ હેલ્થ સર્વીસ જે  N.H.S ના નામે ઓળખાય એમાં કામ કરતાં કે બેકાર, વતનીઓ કે નિરાશ્રીતોને મફત સારવાર આપવામાં આવે. દરેક વિસ્તારમાં સરકારી દવાખાનાં હોય.. એમાં જી.પી નામે ઓળખાતા ઊચ્ચા પગારના સરકારી દાકતર હોય જેને મલવા માટે વિસ્તારના સભ્યોને ચારથી પાંચ દિવસ પહેલાં એપોઇન્મેન્ટ લેવું પડે. એમરજન્સી સર્વીસ પણ માંડ મલે અને મોટા ભાગે ટેલીફોન પર જ પુછ્પરછ બાદ ડોકટર જે દવા લખાવે તે કેમીસ્ટમાંથી લઇને ખાવી.. પછી સમય આવે ત્યારે દવાખાને જવાય…

લંડનમાં પ્રાઇવેટ હોસ્પીટલો અને દાકતરો પણ ઘણાં. પણ આ પ્રાઇવેટ સર્વીસ માટે નાનાં કે મધ્યમ વર્ગનો ગજું નહિ. એમને મલવાની ફ્રી બહુ આકરી અને દવા પણ એટલી મોંઘી.. નાછુટકે જવું પડે તો જ પ્રાઇવેટ ડોકટર કે હોસ્પીટલની મુલાકાત લે…

સર્જરી નામે ઓળખાતા દવાખાનામાં જી.પી નામે ઓળખાતા દાકતરો અઠવાડિયામાં પાંચ દિવસ જ હાજર રહે. શનિવારે હાજર થાય તો એમને બમણું નહિ પણ ચાર ઘણું મહેનતાણું મલે.. મધ્યમવર્ગના લોકો જ્યારે કામેથી ઘરે આવે ત્યારે આ જી.પી દાકતરો સર્જરી બંધ કરીને ઘરે જાય..શનિ/રવિ કામ કરતાં માણસોને રજા હોય તો જી.પી હાજર ન હોય માટે કામ કરતાં માણસોને દાકતરે જવું હોય તો કામેથી એક દિવસની ફરજીયાત રજા લેવી પડે…

લંડનમાં સારો પગાર ધરાવતા જી.પી સાંજે એકાદ બે કલાક વધારે ખેંચી નાખે તો ઘણાય માણસોનું કામ થઇ જાય. શનિવારે જો અડધો દિવસ હાજરી આપે તો પણ નોકરી કરતાં માણસોને ઘણી રાહત મલે. સરકાર જો એમને આટલો ઊચ્ચો પગાર આપતી હોય તો પછી સેવા વધારવામાં આ દાકતરો પાછી પાની કેમ કરે? છાશવારે પગાર વધારવાની માંગ કરે છે… માનવ આરોગ્યતા રક્ષકો જરૂર પડે કોઇ પણ જાતનો લાંબો વિચાર કર્યા વગર હડતાલ પર પણ ઊતરે છે. સરકાર એમની જરૂરિયાત પુરી કરે છે. પગાર પણ વધારી દે છે પણ એ દાકતરો પોતાની સેવાના સમયમાં વધારો કરતાં નથી.

સામાન્ય જી.પી મહિને છ થી દશ હજાર પાઉન્ડ લેતો હોય તો એની વળતરરૂપે એને સરકારને કામ પણ બતાવવાનું હોય ને? એ એનાથી નથી થતું.. પ્રામાણિકતા જરા એનાથી છેટી રહે છે માનવતા એનામાં કંઇક પંગુ હોય છે અને દયાભાવ પણ સહેજ ઓછી માત્રામાં એટલે ટેક્ષ ભરતા નોકરિયાતોને દાકતરોના સમય પ્રમાણે વર્તયા વગર આરો નહિ.

હોસ્પીટાલમાં પણ ત્રણ થી છ મહિના પછીનું એપોઇન્મેન્ટ મલે. ઘણી વખત વર્ષે પણ માંડ વારો આવે ત્યાં સુધી દર્દીને પીડાવવું પડે. પ્રાઇવેટ પાસે જાય તો ઓપરેશનનો ખર્ચ બહુ ભારે. એના કરતાં પોતપોતાના દેશમાં જઇને સાવ જ ઓછા ખર્ચે ઓપરેશન કરાવીને ફરી પણ આવે. ઘણાય ભારતીયો આવું કરતા હોય છે.

ઓપરેશનમાં સરકારની ત્રણ મહિના સુધીની મર્યાદા હોય છે પણ આજે તો અમુક ઓપરેશનનો માટે વરસથી પણ વધારે સમયે વારો આવે છે. ત્યાં સુધી તો દર્દી કાં ભગવાને પ્યારો થઇ જાય અને કાંતો વિદેશમાં જઇને ઓછા ખર્ચે સારવાર કરાવી આવે. કયારેક પ્રાઇવેટ હોસ્પીટાલમાં પણ જવું પડે. મોટા ખર્ચાનો સામનો કરવો પડે.

એકદંરે લંડનમાં સરકારી જી.પીઓ પોતાના ભાગે આવતું કામ સમય પર કાઢતા નથી. હોસ્પીટાલમાં પણ એવું જ હોય છે. હકીકત છે કે વધતા જતા દર્દોઓને પહોંચી વળવા માટે આજે બ્રીટીશ સરકારને ઘણા વધારે દકતરોની જરૂર છે. પણ અત્યારના ભારે પગાર ધરાવતા દાકતરો જો ધારે તો અને એમનામાં સૂઇ ગયેલી માનવતા માનવતા જો જાગૃત થાય તો અત્યારે જે અઢળક તકલીફો છે એમાં અડધાથી વધારેનો નિકાલ આવી જાય. હેરાન થતા અનેક નોકરીયાતોને રાહત મલી શકે. અને લાંબા સમયનું આપવું પડતું એપોઇન્ટમાં પણ ઉતર આવે.

No Comment

Comments are closed.