બ્રીટીશ બાળકો ભણવામાં પાછળ તોફાનમાં આગળ અને ગુન્હાખોરીમાં પણ આગળ.. શાળામાં છોકરાંઓ શિક્ષકોનું ન માને. અંદરો અંદર જગડા કરે અને મારામારી પણ કરે. શેરીઓમાં ટોળે થઇને મસ્તી તોફાન કરે. મારામારી કરે.. હથિયાર પણ વાપરે અને ક્યારેક ખુનખરાબી પણ કરે. નાની વયે સીગારેટ ફૂંકે, દારૂ પીએ, કેનેબીઝ, ભાંગ જેવા કેફી પદાર્થો વાપરીને બાળકોમાં મગજ ભષ્ટ થઇ જાય. નાની વયે પુખ્તવયના માણસો માટેની ફીલ્મો જુએ. નગ્ન તસ્વીરો છાપતાં મેગેઝીનો વાંચે. નઠારી જાહેરાતો જુએ. એમના માટે અયોગ્ય ટી.વી પ્રોગ્રામ જુએ. સગીરવયે છોકરા-છોકરીઓ પ્રેમના નામે સેક્ષનો ઊપયોગ કરે. વાતવાતમાં ચુંબનો અને આલિંગનોનો ઊપયોગ કરે. નાની વયે કામસુખમાં જોડાય. તરેહ તરેહની યુવતીઓ જોડે છોકરાઓ સેક્ષના રંગ રમે. તરેહ તરેહના છોકરાઓ જોડે છોકરીઓ શારિરીક સુખ માણે. છોકરીઓ છુટથી ‘મોરનીંગ આફટર પીલ્સ’ વાપરે. ક્યાંક પ્રેગનન્ટ થઇ જાય તો સરકારી હોસ્પીટાલમાં મફત ગર્ભપાત કરાવી આવે.
બાળકોનાં મગજ આવાં કેમ હોય છે? યુવાન છોકરા-છોકરીઓ આવાં ભષ્ટ વાતાવરણમાં કેમ ફસાઇ જાય છે? વાતવાતમાં ઊશ્કેરાઇ જવું, વડીલોની આમાન્યા તોડવી. ગમે ત્યાં ભાંગતોડ કરવી. બાળકોનાં એ ગુન્હાખોરી માનસ માટે જવાબદાર કોણ? એમને શિક્ષણ આપનાર શિક્ષકો કે એમને પાળી પોષીને મોટાં કરનાર મા બાપો? કે પછી આટલો બધો છુટો દોર આપનાર સરકાર?
છોકરાંઓનાં મગજ ઠંડાં અને શાંત કરવા માટે સરકાર તરફથી શાળામાં મફતમાં દવા આપવામાં આવે. તોફાન કરતા કે મારામારી કરતાં બાળકોને પોલીસ એમને ખાસ જુવે નાઇલ સેલમાં ભરતી કરીને સાચો બોધપાઠ શીખવાડે.
પણ બ્રીટેનમાં આજનાં બાળકોને વાત્સ્વીકતામાં કોઇ દવા કે સારવારની જરૂર ખરી? હકીકતમાં ઊંડે ઊતરતા ખ્યાલ આવે કે આ બાળકોનાં માનસ આવાં બનવાનું મુખ્ય કારણ માબાપની લાગણીનો અભાવ છે.
બ્રીટીશ માબાપો સવારથી સાંજ સુધી પોત પોતાનાં કાર્યમાં એટલાં રચ્યાંપચ્યાં હોય છે કે એમનાં છોકરાં સાથે રોજીદું થોડું પ્રેમાળ વાતાવરણ સર્જવાનો એમની પાસે સમય નથી… છોકરાંને ક્યાંક બગીચામાં કે અન્ય મનોરંજન સ્થળે લઇ જવાની એમને ફુરસદ નથી. છોકરાંની ભણતરમાં ઊંડે ઊતરવાની કે રોજ સાંજે સાથે બેસીને છોકરાંને રોજીંદા ભણતર પર ધ્યાન આપવાની શિખામણનો સમય નથી? છોકરાંને બે શબ્દ પ્રેમના કહેવા કે થોડો સમય નાનાં બાળક જેવાં થઇને એમની સાથે રમવાની એમને હોંશે કે તાલાવેલી નથી? સમય હોય તો પણ છોકરાં માટે કાઢવો નથી.
છોકરાંઓ નાનપણથી બહારનું જ વાતાવરણ લઇને મોટાં થાય. ઘરમાં એ પોતાનાં માબાપને જગડતાં જુએ. કે પછી એકબીજાને બાથમાં લઇને ચુંબન કરતાં જુએ. અમુક બાળકો પિતાને પીધેલી હાલતમાં પોતાની મા સાથે જગડતો જુએ. ઘરમાં બાપની સ્ત્રી-મિત્રો આવે. બાપ એની સાથે ગમ્મત કરે અને એનું ધ્યાન રાખે. માના પુરૂષ મિત્રો આવે તોમા એમની સાથે વાતચીતમાં ગુંથાઇ જાય. એમના પુરૂષ મિત્રોને પ્રેમથી જમાડે-પીવડાવે અને ઘણી વખત એકલવયી મા એવા પુરૂષ મિત્રો સાથે બંધ બારણે મોજમજા પણ માણે… બાળકો આ સઘળી લીલા શાંતચિતે નિહાળે.
આવાં માબાપો વાતવાતમાં છુટાછેડાં લે. છોકરાની વ્યાધી ન કરે.મોટે ભાગે છોકરાંઓ માની સાથે રહે. વીકેન્ડમાં પિતા એને લઇ જાય પછી મૂકી જાય. કે એની મા લઇ આવે. એવી સમજુતી નવી મા સાથે રહેવું પડે. સાવકા ભાઇ-બહેન જોડે પરાણે સબંધ જાળવવો પડે. તેમાંય પાછી મા પરણે તો વળી નવા બાપ સાથે રહેવું પડે…
આવી ઝંઝાવટમાં એવાં માબાપો છોકરાંને ક્યારે વ્હાલ આપે? ફકત પોતાની મર્યાદીત જવાબદારી પુરી પાડે બાકી તો એવા માબાપોનાં બાળકો હંમેશા પ્રેમનાં ભુખ્યાં રહે. માબાપ તરફથી એમને કોઇ જ વ્હાલ કે સ્નેહ ન મલે. જેથી સ્વભાવ ચીડીયો થઇ જાય. એવાં બાળકો અદેખાં અને ઇર્ષાળુ થઇ જાય. વાતવાતમાં ગુસ્સે થઇને એ પોતાના મનનો ઊકળાટ શાંત કરે.
આવાં બાળકોને દવા આપવા કરતાં કે પોલીસથાણે લઇને ધમકી ભરી શિખામણ આપ્યા કરતાં એમને માબાપનો સાચો પ્રેમ આપવાની જરૂર છે. જો આવાં બાળકોને માબાપ તરફથી સારૂં પ્રેમભર્યું વલણ દાખવામાં આવશે અને ઘરમાં જો શાંતિ અને પ્રેમાળભર્યું વાતાવરણ હશે તો એવાં બાળકો ભણવામાં હોશિયાર અને શાળામાં શિષ્ય પાળતાં થઇ જશે. ગુન્હાખોરી આપોઆપ ઓછી થઇ જશે… જે માબાપો ધર્મમાં માને છે. ચર્ચમાં નિયમિત જાય છે. સામાજીક દોરીથી બંધાયેલાં છે અને પોતે અન્ને શાંતિ ભર્યું જીવન જીવે છે એમનાં સંતાનો સભ્યતાપૂર્વક વર્તે છે.
આવાં તોફાની અને અસભ્ય બાળકો બ્રીટીશ સમાજ માટે કલંકરૂપ છે. સુધરેલા કલ્ચર પર કાળી ટીકડી સમાન છે. સભ્યતાનો દાવો કરતી ગોરી પ્રજા માટે એક જબરી પીછેહઠ છે.
No Comment