ડો. એચ.વી. કેરાઇ (પી.એચ.ડી.)
(”હોલ ઓફ ફેમ” નવાજીત)
એક સફળદાયક ક્લમવીર અને લોકપ્રિય સમાજ સેવક
ડો. હરજીભાઇ વાલજીભાઇ કેરાઇ લેખકોની દુનિયામાં આજે ભારત, કેન્યા અને ઇંગ્લેન્ડમાં પોતાની સફળ કલમ કાર્યવાહીથી એક યા અન્ય નામે તમામ વર્ગના લોકોને પ્રભાવીત કર્યા છે. કેન્યા અને ભારતમાં એમની સામાજીક કાર્યવાહી અગ્રણીય સ્થાને છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એમનો આગવો ધાર્મિક પ્રભાવ છે.
ડો. કેરાઇ સાહેબનો જન્મ ભારતદેશમાં કચ્છ ગુજરાત મધ્યે છઠી જાન્યુઆરી ૧૯૪૦માં થયો હતો. પ્રથમવાર સ્ટીમર મારફત સંવત ૧૯૫૩માં એમણે પૂર્વ આફ્રીકાના કેન્યા દેશમાં પ્રવેશ કર્યો. એમના સ્વર્ગીય પિતાશ્રી વાલજીભાઇ કેરાઇ સંવત ૧૯૪૨માં પ્રથમ કેન્યા ગયેલા.
કેન્યામાં ગુજરાતી પ્રજામાં લોકપ્રીય બનેલાં અખબારો નૂતન આફ્રીકા અને ડેઇલી ક્રોનીકલમાં સૌ પ્રથમ ચૌદ વર્ષની વયે એમણે કેન્યામાં વસ્તા ભારતીયોને સંબોધીને પોતામાં સળવળતી કલમને છુટો દોર આપ્યો. અને સંવત ૧૯૫૫ની સાલમાં એમણે નુતન આફ્રિકામાં કેન્યામાં રજુ થતી ફીલ્મોના પ્રીમીયર શો માં જઇને “ફીલ્મી અવલોકન” નામની પોતાની આગવી કોલમ ચાલુ કરી જે થોડા સમયમાં સમ્રગ કેન્યામાં લોકપ્રિય અની ગઇ. ખાસ પ્રીમિયર શો માટે ભારતથી પધારતા એ જ ફીલ્મોના મુખ્ય કલાકારો સાથેની એમની આગવી મુલાકાતનો અહેવાલ પણ ચાલુ કર્યો. જે અતિ લોકપ્રિય બન્યો.
એજ સમયમાં કેન્યાની આઝાદીની ચડવડમાં સક્રીય ભાગ લેતા ભારતીય સમુહ ધરાવતી કેન્યા ફીડમ પાર્ટીના નેતા શ્રી કે.પી.શાહના સંપર્કમાં આવતાં શ્રી કેરાઇ સાહેબે પોતાની કલમ અને વાણીને કેન્યા દેશની આઝાદીની ચડવડમાં સુપ્રત કરી.
કલમને આગવી ગતી આપવા માટે શ્રી કેરાઇ સાહેબે પોતાની આકર્ષક અને છટાદાર ગુજરાતી, હીન્દી અંગ્રેજી અને સ્વાહીલી ભાષાનો યથાયોગ્ય સદ્પયોગ કરીને તમામ જાતના લોકોના દિલ જીતી લિધા. સ્વાહીલી વીકલીમાં પણ એમણે કલમ દોડવી.
શાળામાં અભ્યાસ કરતાં સાથે એમણે પોતાની કલમ અને વાણીનો પ્રવાહ પણ ચાલુ રાખ્યો અને બીજા વરસે એમણે કેન્યાની ગોરી અને ભણેલી પ્રજામાં ઘર ઘર વંચાતા અખબાર “ઇસ્ટ આફ્રીકન સ્ટાર્ન્ડ” ના રવિવારનાં અંકમાં એમણે કેન્યાની આઝાદીમાં ભાગ લેનાર એશીયાઇ અને આફ્રીકી આઝાદી લડવૈયાના જીવનચરિત્ર અને વાર્તાલાપની એક ખાસ કોલમ ચાલુ કરી અને એજ અરસામાં એમના શિક્ષક શ્રી છોટુ કરાડીઆનો જગાએ કેન્યા બ્રોડકાસ્ટીગમાં ગુજરાતી સમાચાર આપવાનું ચાલુ કર્યું. સમાચાર પ્રસારણમાં એમની છટાદાર વાણી પ્રતાપે તેઓ છવાઇ ગયા.
કેન્યામાં નાઇરોબી શહેરમાંથી પ્રસિધ્ધ થતાં ગુજરાતી માસીકમાં એમણે એમના તંત્રી મિત્રની માગણીને અનુસાર “કેન્યામાં હિંદુત્વ” પરની ખાસ કોલમ ચાલુ કરી જે બે વરસ ચાલુ રાખી. ૧૯૫૮ની સાલમાં એમણે કેન્યામાં કેમબ્રીઝ યુનીવરસીર્ટી દ્રારા લેવાયેલી પરીક્ષા પાસ કરી અને ૧૯૬૦ના એમણે લંડ્ન યુનીવરસીર્ટી દ્રારા લેવાયેલી જી.સી.ઇ માં “એ” લેવલ (ફોર્મ સીક્ષ) ની પરીક્ષા પહેલા ગ્રેડમાં પાસ કરી અને સને ૧૯૬૧માં એક વખતની એમની જ શાળા શારદા હાઇસ્કુલમાં એમણે શિક્ષક તરીકે કાર્યવાહી સંભાળી અને ઇવનીંગ કલાસીસ ભરીને એમણે ૧૯૬૩માં કેન્યા પોલીટેકનીકમાંથી સીવીલ ઇજીનીયરનો ડીપલોમાં પાસ કર્યો.
૧૯૬૩માં કેન્યાની આઝાદીમાં સક્રિય ભાગ લઇને અને દેશના પ્રથમ રાષ્ટ્રપિતા શ્રી જોમો કેનયાટા ને હસ્તે આગવું સન્માન પામીને વધુ અભ્યાસ અર્થે અને એમનાં સાસરે ગયેલા ધર્મપત્ની અને પરિવારને મલવા એમણે ભારત પ્રતિ લક્ષ સાધ્યું. મેટ્રીક પાસ કર્યા પછી એમનાં માબાપ એમને એમના પગભેર મુકીને ભારત ગયેલા અને કેરાઇ સાહેબ ભારતથી નવેનવી આવેલી બહેનો અને છોકરાઓને ટ્યુશન આપવાની સાથે સાથે કલમ દ્રારા પોતાનું ગુજરાન ચલાવ્યુ અને શિક્ષણ ચાલુ રાખ્યું.એ દરમિયાન એમણે ભારત્ના પ્રખ્યાત મેગેઝીનો ફેમીના,ઇસ્ટ્રીટ વીકલી ઓફ ઇન્ડીયા, દૈનીક ટાઇમ્સ ઓફ ઇન્ડીયા, મુંબઇ સમાચાર, સંદેશ, અને નવચેતનામાં પોતાની કલમ સેવા આપી.
સને ૧૯૬૩માં એમની દશ વરસ બાદની યાત્રા બાદની ભારત મુલાકાત દરમિયાન મુંબઇમાં ફેમીનાના તંત્રી શ્રીમતી મેનન આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં ડો. કેરાઇ છવાઇ ગયા.અને ભારતનાં અગ્રણીય અખબારોમાં એમનાં કેન્યાનાં કાર્યને બીરદાવવામાં આવ્યું અને ભારતમાં આગમનને વધાવવામાં આવ્યું. અનેક સંસ્થાઓ તરફથી એમને મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું.
કચ્છ ભુજમાંથી પ્રસિધ્ધ થતા કચ્છમિત્રમાં એમને આવકારતાં એમના જીવનની આછી ઝરમર પણ આપવામાં આવી. અને તે સમયે તેઓશ્રી સમગ્ર કચ્છમાં છવાઇ ગયા.
સને ૧૯૬૪માં કચ્છમાં રામપર વેકરા પુનિત ગંગાજી મધ્યે રામપુર ગામનાં પ્રભાવિત સાંખ્યિઓગી બાઇ કાનબાઇ ફઇ આયોજીત અને ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલીત ભવ્ય યજ્ઞની સંપૂર્ણ સંચાલન કાર્યવાહી કામયાબીપૂર્વક સંભાળીને ડો. કેરાઇએ યજમાનશ્રી પૂજ્ય કાનબાઇ ફઇ અને ભુજ મંદીરના વડીલ સંતોના શુભ આર્શીવાદ સાથે કચ્છ સ્વામિનારાયણ સત્સંગમાં જોરદાર પ્રવેશ કર્યો. ગુજરાતી મીડીયાએ કેરાઇ સાહેબની આ જબરી કામયાબીને વધાવી લીધી. કચ્છમાં સ્વામિનારાયણ યજ્ઞ-પ્રસંગનું અનોખું સંચાલન કરનાર તેઓ પ્રથમ સત્સંગી હતા.
એક વરસ કચ્છમાં એમનાં પરિવાર સાથે વીતાવ્યા બાદ જરૂરી ભંડોળ સાથે મેડીકલ ક્ષેત્રે અભ્યાસ માટે મુંબઇ ગયા. વિદેશી મેડીકલ સીટ માટે ડોનેશનની જરૂરી રકમ ન હોવાની એમની ડોકટર બનવાની ઇચ્છા અધુરી રહી ગઇ અને એમણે નાગપુરમાં આયુર્વેદ કોલેજમાં ત્રણ વર્ષ આયુર્વેદનો વૈદ વિશારદ A.V.V નામની પદવી પ્રાપ્ત કરી. એ સમયમાં આયુર્વેદનો બહુ મહિમા ન હોવાથી એમણે તાત્કાલીક પ્રેકટીશ ચાલુ ન કરી.
આટલા વરસો દરમિયાન એમની કલમ ચાલતી રહી અને વધારામાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આફ્રીકાના ખબરપત્રી તરીકે સેવા આપી.
અમદાવાદ રીલીફ સીનેમાની બાજુમાં એમના પત્રકાર મિત્ર સ્વશ્રી ભોગીલાલ દવેના સહકારથી એમણે પોતાની કેરાઇ પ્રીન્ટીંગ પ્રેસ ચાલુ કરી અને અન્ય પ્રીન્ટીંગ કામકાજની સાથે એમણે યુવા મનોજ દવે સંપાદનથી “વિધાર્થી ચેતના” નામનું યુવા વર્ગ માટેનું ખાસ માસીક ચાલુ કર્યું. સાથે સાથે દરિયાપુર વિસ્તારમાં એમણે પોતાની કેરાઇ ડ્રેસીસ નામે રેડીમેન્ટ કપડાની ફેકટરી પણ ચાલુ કરી.
અમદાવાદમાં થયેલાં કોમી હુલ્લડમાં કેરાઇ સાહેબની ફેકટરી અને પ્રેસ સળગાવવામાં આવ્યાં અને એમને જબરો નાણાકીય ફટકો લાગ્યો. સંજોગોનુસાર કચ્છમાં પરત આવ્યા.
કચ્છમાં એમણે પોતાના પિતાશ્રીની ખેતીવાડીમાં જરૂરી સુધારા વધારા કરી આધુનિક ખેતી અપનાવી. ખેડુત મંડળના પ્રાંતીય પ્રમુખ બન્યા અને ગામની સહકારી મંડળીના પ્રમુખ પણ બન્યા. ગામડાની શાળામાં થોડા સમય માટે હેડમાસ્ટરની જવાબદારી પણ સંભાળી. પોતે ભણેલ ગણેલ અને વૈધવિશારદ હોવા છતાંય ખેતી અપનાવવાથી એ ગામડાંમાં ટીકા પાત્ર બન્યાં. સાથ સહકારને બદલે વિરોધ્ધ અને ટીકાનો સામનો કરવો પડ્યો.
ઇન્ડીયા પાકીસ્તાન યુધ્ધ દરમિયાન એમરજન્સી મેડીકલ ટીમમાં સરહદ પર આગવી સેવા આપ્યા બદલ રાજસ્થાન મેડીકલ કાઉન્સીલ તરફથી ઓનરરી ડોકટર ઓફ મેડીસીન (એમ.ડી.એચ) અને ગુજરાત આરોગ્ય ખાતાં તરફથી (આર.એમ.પી) તરીકે એમની સેવાઓને નવાજવામાં આવી. ત્યારબાદ ભુજ મેડીકલ હોસ્પીટાલમાં એમરજન્સી વિભાગમાં પણ સેવા આપી.
૧૯૭૨માં એમના વડીલ બંધુ ડો.કે.વી.કેરાઇના સાથ સહકારથી પરત કેન્યા ગયા. એક વરસ માટે મોમ્બાસા શહેરમાં સેનીટની ઇન્જીનીઅર તરીકે સર્વીસ કર્યા બાદ એમના મોટા ભાઇ સાથે મોમ્બાસાની કવારી કંપનીની નકુરૂ શાખામાં જોડાયા.
કેન્યાનાં અગ્રણીય અખબાર નેશનના રવિવારના પ્રકાશનમાં એમણે ભારતીય પોલીટીક્સ પર ખાસ કોલમ ચાલુ કરી. સરકારી સહકારથી પ્રસિધ્ધ થતાં અખબાર “કેન્યા ટાઇમ્સ”માં એમણે સરકાર અને ત્યારના પ્રેસીડેન્ટ મોઇ વિરૂધ્ધના તત્વોને જબરો પડકાર ફેંકયો. નકુરૂમાંથી મોટી સંખ્યામાં પ્રસિધ્ધ થતાં ધંધાકીય વીકલી નામે “રીફટ વેલી વીકલી” માં એમણે પોતાની ખાસ કોલમ “વીકેન્ડ સ્પેશીઅલ” ચાલુ કરી. આ સમય દરમિયાન અમદાવાદથી પ્રસિધ્ધ થતું એમની માસીક એમના પત્રકાર મિત્ર શ્રી મનોજ દવેના સહકારથી ચાલુ હતું. વિદેશમાં ગુજરાતી યુવા વાંચકોમાં વિધાર્થી ચેતનાનો પ્રભાવ સારો હતો.
કલમ અને વાણીના પ્રભાવથી ડો. કેરાઇ કોઇ પણ જાતના જાતિ, નાત કે ધર્મના બંધન વગર ભાઇચારો ફેલાવતી આંતરરષ્ટ્રીય સંસ્થા થી ઓસોફીકલ સોસાયટીની પૂર્વ આફ્રીકાની શાખામાં વક્તા અને લેખક તરીકે છવાઇ ગયા. થોડો સમય એમણે સંસ્થાનું નકુરૂ શાખાનું પ્રમુખપદ પણ સંભાળ્યું અને સ્થાયી પ્રજાને મહત્વ આપીને તેઓ સમગ્ર પ્રોવીઝનમાં છવાઇ ગયા.
કેન્યામાં તમામ હિંદુ જ્ઞાતિઓનાં સંગઠન બળ હિંદુ કાઉન્સીલ ઓફ કેન્યામાં નકુરૂ શાખાના પ્રભાવીત તંત્રી અને પ્રમુખ તરીકે અદભૂત કાર્યવાહી કરી. રાષ્ટ્રીય સંસ્થાના ઊપ-પ્રમુખ તરીકે એમણે હીન્દુ કાઉન્સીલ ઓફ કેન્યાને રાષ્ટ્રમાં સક્રીય બનાવ્યું. કેન્યાના તહેવારો દીવાળીને મહત્વ આપવામાં અને કેન્યામાં શાળામાં ભણતા ભારતીય બાળકો માટે હિંદુધર્મ સીલેબસ મંજુર કરાવવામાં અગ્રણીય યોગદાન આપ્યું.કેન્યામાં ભારતીય વતનીઓને એમણે દેશમાં સુરક્ષીત કર્યા. કેન્યામાં રહેતા એશીયનો અને સ્થાયી પ્રજા વચ્ચેના તેઓ મધ્યમ બન્યા.
થોડા જ સમયમાં ડો. કેરાઇ સમગ્ર રાષ્ટ્રીય ક્ષેત્રે છવાઇ ગયા. એમના કેન્યાના પ્રથમ રાષ્ટ્રપિતા જોમો કેન્યાટા અને ત્યારના પ્રેસીડેન્ટ મોઇ જોડેના નિકટના સબંધો સમગ્ર દેશના ભારતીયો માટે લાભદાયક નીવડ્યા. ધંધાકીય,સામાજીક અને ધાર્મીક ક્ષેત્રે ભારતીયોનો વટચસ્વ વધ્યો. કેન્યામાં ધંધાકીય ક્ષેત્રે સ્થાયી થયેલા તમામ વર્ગના ભારતીયો માટે તેઓ સાચા માર્ગદર્શન બન્યા.
કેન્યાની મોટાભાગની રાષ્ટ્રીય સંસ્થામાં એમણે જબરૂં યોગદાન આપ્યું. અને સમગ્ર કેન્યાની પ્રજામાં તેઓ લોકોના લાડીલા સમાજ સુધારક બની ગયા. અનેક જરૂરતમંદો માટે તેઓશ્રી સાચા અર્થમાં દેવદૂત બન્યાં.
કેન્યામાં હજારો અનાથ અને બેસહારા લોકોને પગભેર ઊભા કરવામાં નોંધદાયક કાર્યવાહી કરતી દેશની રાષ્ટ્રીય સંસ્થા ચાઇલ્ડ વેલફેર સોસાયટીના તેઓ ધણાં વરસો સુધી રાષ્ટ્રીય ખજાનચી તરીકે અગત્યની સેવા આપી. જીનીવા એન.જી.ઓ.માં તેઓ કેન્યાના પ્રતિનીધી તરીકે દર વરસે મીંટીંગમાં પોતાનો પ્રભાવ જમાવતા.
જીનીવાના ઇન્ટરનેશનલ ચાઇલ્ડ લેબર ઓરગેનાઇસીંગ (ILLO)ફંડીત કેન્યાના સ્ટ્રીટ ચીલ્ડન પ્રોજેક્ટના તેઓ સફળદાયક પ્રોજેકટ ઇન્ચાર્જ રહયા. હજારો રઝળતાને રસ્તે ચડાવ્યાં. એ સંસ્થાના તેઓ સક્રીય સભ્ય બન્યાં.
સ્વીડન એન.જી ઓ ફંડીત અને ટુરીસમ મીનીસ્ટર માનનિયશ્રી મુડી અવોરીના પ્રમુખપદે ચાલતી અપંગોની રાષ્ટ્રીય સહાય સંસ્થા એ.પી.ડી.કેના રીફટવેલી પ્રોવીન્સના ચોવીસ સેન્ટરના તેઓ પ્રોજેક્ટ કોઓરડીનેટર રહયા. કેન્યામાં અનાથો અને વિકલાંગો માટે તેઓ ખારા રણમાં મીઠી વીરડી સમાન બન્યાં.
કેન્યાના ખેતીવાડી મંત્રાલયના દર વરસે ભરાતા જબરજસ્ત મેળા એ.એસ.કે ખેતીવાડીના તેઓ પ્રચાર અને મનોંરજન વિભાગના આયોજક ઊપરાંત કેન્યા આર્મી પ્રદશીત ટાટુ વિભાગના તેઓ સંયોજક હતા. એક માત્ર ભારતીય હોવાથી સમગ્ર સંસ્થામાં છવાઇ ગયા હતા. એમના આકર્ષક પ્રોગ્રામોનું કેન્યા ટી.વી પર જીવંત પ્રસારણ કરવામાં આવતું.
માનસીક વિકલાંકો માટેની નવે નવી ચાલુ થયેલી સ્પેશીઅલ ઓલપીંક્સના રીફટવેલી પ્રાંતના તેઓ પ્રથમ પ્રમુખ હતા. માનસિક વિક્લાંકો માટે સમગ્ર આફ્રીકા ખંડમાં વિદેશીના એન.જી.ઓ. ના સહકારથી ચાલુ થયેલ વુડન વર્કશોપ અને મેટલ વર્કશોપની પ્રથમ શરૂઆત એમના પ્રમુખપદે ચાલતી નકુરૂ હીલ સ્પેશીઅલ સ્કુલમાં થઇ હતી. ડો. કેરાઇની આ કામયાબી વર્લ્ડ વીસન એન જી ઓ મારફત અન્ય દેશમાં છવાઇ ગઇ હતી. સમગ્ર દેશ માટે એ જબરી કામાયાબી હતી. ડો. હરજીભાઇ કેરાઇનાં આ અવનવા સાહસને નિહાળવા અનેક વિદેશીઓ ઊમટી પડ્યા હતા.
કેન્યાના બીજા લોકપ્રિય પ્રેસેડેન્ટ મોઇ સાહેબના દશમા વરસે અને કેન્યાની આઝાદીના પચીસ વરસના ભવ્ય સમારંભના રીફટવેલી પ્રોવીસન્સના તેઓ સફળદાયક પ્રયોજક હતા. એમના શાખા પ્રમુખપદે હીન્દી કાઉન્સીલ ઓફ કેન્યાને એમણે આ સમયે જબરી કાર્યકીર્તી અપાવી અને ભારતીયોના નામને પ્રભાવીત કર્યું.
પચાસ હજારની માનવ મેદનીની હાજરીમાં દેશનાં પચીસ વરસની આઝાદીની કામયાબી પ્રસંગે ત્યાંની સ્થાયી ભાષામાં કીસ્વ્હાલીમાં એક હિન્દુ તરીકે દિલચશ્પ પ્રાર્થના કરનાર તેઓ પ્રથમ અને એક્માત્ર ભારતીય હતા. સમગ્ર કેબીનેટની હાજરીમાં પ્રેસીડેન્ટ મોઇએ ડો. કેરાઇને એના માટે બાથમાં ભેરીને અભિનંદન પાઠવ્યાં હતા. સમગ્ર ભારતીયો માટે એ ગર્વની વાત બની રહી.
જરૂરમંદો અને વિકલાંગો માટે જરૂરી ભંડોળ એકત્ર કરવામાં તેઓ પારંગત હતા. કેન્યામાં અનેક શાળાઓ અને ચર્ચો માટે એમણે જરૂરી ફંડ ઊભુ કરવા માટે કરેલા પ્રોગ્રામોનું ટી.વી પ્રસારણ થતું. અમુક ખાસ પ્રોગ્રામોનું લાઇવ પ્રસારણ પણ થતું. કેન્યા ટી.વી પ્રસારણમાં તેઓના વિકલાંગો અને અનાથો પરના ખાસ પ્રોગ્રામોનું લાઇવ પ્રસારણ પણ થતું. કેન્યા ટી.વી પ્રસારણમાં તેઓના વિક્લાંગો અને અનાથો પરના ખાસ પ્રોગ્રામ રજુ થતા. સ્થાયી આફ્રીકન પ્રજા ડો. કેરાઇના ટી.વી પ્રોગ્રામ જોવા માટે તલપાપડ થતી.
કેન્યામાં નયેરી કીઆન્ડુમાં આવેલા સી.સી.એમ ચર્ચમાં ડો. કેરાઇ મેમોરીઅલ હોલ, નજોરોમાં સેવન ડે ચર્ચ સંચાલીત હોસ્ટેલમાં ડો. કેરાઇ ડોરમેન્ટરી,બરીંગોમાં નાનક્ડું એવું “કેરાઇ વીલેજ” કેરીઓ વેલીમાં નાનકડું કેથોલીક ચર્ચ અને એજ એરીયામાં સાધારણ કક્ષાની શાળા એમનાં નોધદાયક યોગદાનો હતા. પોતે ચુસ્ત હિંદુ હોવા છતાંય એમણે દેવળોમાં રસ લીધો હતો. ખ્રીસ્ટીઆનીટી પર લેકચરો પણ આપ્યાં હતાં. ખિસ્તી ધર્મનો અમુક વર્ગ એમનાંથી પ્રભાવીત હતો. એક હિંદુ અને સ્વામિનારાયણ… ખ્રિસ્તી પ્રજા એમને ગર્વભેર “જયશ્રી સ્વામિનારાયણ” કહીને આવકારતી.
કેન્યામાં અખબારો ઊપરાંત મેગેઝીનોમાં પણ એમના વિવિધ પ્રકારના લેખો પ્રસિધ્ધ થતા. સમગ્ર આફ્રીકખંડમાં લોકપ્રિય બનેલા માસિક ‘ડ્રમ’, ‘ટ્રસ્ટ’ અને ‘ટુ લવ’માં એમના ખાસ પરિણીત યુગલો માટેના નિયામીત લેખો આવતા. ‘મધર એન્ડ ચાઇલ્ડ’માં એમની આરોગ્ય પર ખાસ કોલમ હતી. ખ્રીસ્તી મેગેઝીન ‘સ્ટેપ મેગેઝીન’ના તેઓ જાણીતા લેખક હતા. આ સઘળા લેખોની વળતર કેરાઇ સાહેબ બેસહારા છોકરાંને ભણાવવામાં વાપરતા એમણે અનેક એવાં જરૂરમંદોને ઉચ્ચ શિક્ષણ અપાવીને કામે પણ લગાડ્યા છે.
રીડર્સ ડાઇજેસ્ટ ફસ્ટ પર્સન સ્ટોરી કંપીટીસનમાં એમને ત્રીજુ ઇનામ પ્રાપ્ત થયું હતું. તો ‘સ્ટેપ મેગેઝીન’માં બીન ખ્રીસ્તી લેખક તરીકે એમને નવાજવામાં આવ્યા હતા.
ધંધાકીય ક્ષેત્રે ડો. કેરાઇ એ ગ્રેડમાં બીલ્ડીંગ કોન્ટ્રાક્ટર અને બી ગ્રેડમાં સીવીલ ઇન્જીનીઅર હતા. કેન્યામાં સરકારી તેમજ પ્રાઇવેટ કોન્ટ્રાકટરમાં તેઓની બન્ને કંપની સર્વત્ર છવાયેલી હતી. તેમાંય પ્રેસીડેન્ટ મોઇના બેરીંગો વિસ્તારમાં બાંધકામ ક્ષેત્રે એમનું નોંધદાયક યોગદાન હતું.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં એમનું કલમ, વાણી અને નાણાકીય યોગદાન જાણીતું છે. કેન્યામાં દરેક જાતીના ધર્મોના કાર્યમાં સંકળાયેલા હોવા છતાંય એમને સ્વામિનારાયણ સંપ્રદાયને અગ્રણીય મહત્વ આપ્યું છે. ગુજરાતમાંથી ધર્મપ્રચાર અર્થે કેન્યા પધારતા પુજનીય સંતો પ્રત્યેની એમની સેવા નોંધદાયક હતી.
સને ૧૯૯૫માં એમની નાતંદુરસ્ત તબીયતના કારણે તેઓ ભારતમાં ગયા. સંજોગોનુસાર કચ્છમાં અંજાર શહેરમાં સ્થાયી થયા. કુદરતી ઊપચાર અને શુધ્ધ આયુર્વેના નિષ્ણાંત તરીકે એમણે કચ્છમાં છ વરસ સુધી સેવા આપી. આયુર્વેદ અને કુદરતી ઊપચારમાં અનેક સેમીનારોમાં એમને પોતાનું ઊમદા યોગદાન આપ્યુ.
કચ્છના સ્વામિનારાયણ સંપ્રદાયનાં એક માત્ર મુખપત્ર શ્રી સ્વામિનારયણ સંદેશમાં એમણે ત્રણ વરસ માટે તંત્રીમંડળમાં આગવી સેવા આપી. સંપ્રદાયના મોટા ભાગના માસીકોમાં એમની કલમ ચમકતી રહી. પુસ્તક પ્રકાશનમાં પણ ડો.કેરાઇનો ફળો અમુલ્ય છે. એમની કેન્યા વસવાટ દરમ્યાન એમણે અંગ્રેજી અને ગુજરાતીમાં છ પુસ્તકો પ્રસિધ્ધ કર્યા છે. કચ્છમાં આવ્યા બાદ એમનાં ચાર પુસ્તકો જાણીતા છે. જેમાં અંગ્રેજીમાં મોટા મહારાજશ્રીને અર્પણ કરેલી “લોર્ડ સ્વામિનારાયણ” આજે વિશ્વનાં અંગ્રેજી ભણેલા સત્સંગીઓમાં પ્રચલીત છે. ડો.કેરાઇની ખાસ આકર્ષક શૈલીમાં લખાયેલી અને કંઇક નવું રજુ કરતી અત્યારની “કચ્છલીલા” સંપ્રદાયમાં લોકપ્રિય છે.
અનેક ગુજરાતી અને અંગ્રેજીમાં એમનાં પુસ્તકો પ્રસિધ્ધ થવાની તૈયારીમાં છે. અત્યારનાં સમયમાં એમની કલમ વધારે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનાં યુવા સત્સંગીઓ માટેના પુસ્તકો પ્રતિ વળી છે. ઇંગલેન્ડમાં કલમ ક્ષેત્રે કામયાબી હાંસલ કરવાની એમની સંપૂર્ણ તૈયારી છે. અમુક મેગેઝીનોમાં એમના અન્ય નામે લેખો પ્રસિધ્ધ થતા પણ રહે છે.
નાની વયેથી જ ડો. હરજીભાઇ પ્રવચન આપવામાં પાવરધા રહયા છે. કેન્યામાં એમણે અનેક વિષયો પર અનેક જાહેર લેકચરો આપેલાં છે. થીઓસોફીકલ સોસાયટીના ચક્ષુહીન રાષ્ટ્રીય લેકચરર શ્રી રૂબેન થુકુ સાથે એમણે કેન્યાની અનેક શાળાઓમાં લેકચરો આપેલાં છે. કેન્યાની મશહુર એગરટન કોલેજમાં આપેલાં એમનાં માઇન્ડ ફુલ ઓફ થીન્કીંગ પરનાં લેકચરો કોલેજીઅનમાં આવકારદાયક બનયાં હતાં.
ભારતમાં દીલ્હી, કલકતા, મુંબઇ અને પુનામાં એમણે અનેક જાતનાં વ્યાખનો આપેલા છે. એમાં “પ્રીસ્ક્રીપશન ફોર હેપી મેરીજસ” અને માઇન્ડ ફુલ ઓફ થીંકીગ” વધારે લોકપ્રિય રહયા હતાં. મુંબઇમાં દોઢસો જેવા પ્રૌઢવયના ફીલ્મી કલાકારો માટેનાં ખાસ સેમીનારમાં એમની “લાઇફ એન્ડ લીંવીંગ” અને “લાઇફ આફટર ડેથ” પરનાં વ્યાખનો સફળ રહયાં હતા. મુંબઇ સમાચારમાં આ બારામાં એમનો ખાસ ઊલ્લેખ હતો. સેમીનરનું ટી.વી પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.
ડો કેરાઇ સાહેબે લાઇફ આફટર ડેથ પર ડોકટરેટ અને સ્પીરીચ્યુલ સાયન્સમાં પી.એચ.ડી પણ કરેલી છે. આયુર્વેદ પરનાં એમનાં સેમીનારોમાં વ્યાખનોના આધારે એમને “ધનવંતરી એવોર્ડ” પણ આપવામાં આવ્યો છે. એમનાં સામાજીક કર્યોને બીરદાવવા માટે એમને કોલકતામાં સોસીયલ વેલફેર મંત્રાલયના પ્રધાનના હાથે “હોલ ઓફ ફેમ”થી નવાજવામાં આવ્યા હતા.
કચ્છની નેતાગીરી અને સરકારી અમલદારોને એમણે પોતાની આગવી કલમવાણી દ્રારા સચેત રાખ્યા છે. કચ્છમાં વંચાતાં અખબારોમાં એમના મંતવ્યો, ફરિયાદો અને આરોગ્ય સૂચનો લેખો ખુબજ લોકપ્રિય બન્યા હતા.
અમદાવાદથી પ્રસિધ્ધ થતા સંદેશમાં એમની આરોગ્ય પરની ખાસ કોલમ લોકપ્રિય બનતા અખબાર આજકાલમાં “લંડન વિશે જાણો” પરના એમના સતત બે વરસ ચાલેલી કોલમ અને પોતાની સારવાર હેઠળ સફળ થયેલા રોગો વિષેના લેખો “એક કેશ” લોકપ્રિય બન્યાં છે. કચ્છમિત્રમાં અવરનવર લોકહિતાર્થે માટેના એમના લખાણો નોંધદાયક હતા.
ડો. કેરાઇના મલેશીઆ, સીંગાપોર, જર્મની, સાઉથ આફ્રીકામાં “હેલ્થ ઇઝ વેલ્ધ” અને લીવ લોન્ગ પરના એમનાં વ્યાખનો આગવી કક્ષામાં હતા. કેરાઇ સાહેબે અંગ્રેજી, ગુજરાતી, હિંદી ઊપરાંત કીસ્વાહીલી ભાષાઓમાં વ્યાખનો આપેલાં છે.
મુંબઇ, દીલ્હી અને કલકતામાં એમણે રસ્તે રઝળતાં છોકરાં અને વિકલાંગોની તન, મન, અને ધનથી સેવા કરેલી છે. આજે પણ એમનું કલકતાના સ્ટ્રીટ ચીલ્ડન પ્રોજેક્ટ અને મુંબઇમાં ફેન્ડસ ઓફ હેન્ડીકેપમાં એમનું યથાયોગ્ય યોગદાન ચાલુ છે. ઇંગલેન્ડના ઉદાર દાતા પ્રીન્સ ફેડરીક જોડેના એમના નિકટના સબંધો જાણીતા છે. ૨૦૧૦ની સાલમાં એમના ફંડીત વિકલાંગોના જબરજસ્ત વર્લ્ડ સેમીનરના તેઓ સંચાલક હતા. તાજેતરમાં જ યોજાયેલી વિશ્વ વિકલાંગોની કલકતામાં પુર્વ બંગાલના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની મુખ્ય મહેમાન તરીકેની હાજરીના ભવ્ય કાર્યક્રમના તેઓ સંચાલક હતા.
લંડનમાં લોકપ્રિય અખબાર ડેઇલી મેઇલમાં એમનાં આરોગ્ય પરનાં અન્ય નામે અનેક લેખો પ્રસિધ્ધ થયેલા છે, અને થતાં રહે છે. એમના પરિવારમાં બન્ને દિકરા અને મોટી દીકરી લંડનમાં સ્થાયી છે. ડો. કેરાઇ દર વરસે એમને મલવા લંડન જતાં હોય છે. એ પોતે બ્રીટીશ નાગરિક હોવાથી બ્રીટેનમાં રહીને ત્યાંના અખબારો અને મેગેઝીનસમાં પોતાની કલમ સેવા આપવા માંગે છે. દેશના વૃધ્ધાવસ્થાએ પહોંચેલા નાગરિકોને જરૂરી સેવા આપવાનો પણ એમનો વિચાર છે. બાકીનું જીવન તેઓ ઇંગલેન્ડના જરૂરમંદોની સેવામાં આપવા માંગે છે.
તાજેતરમાં જ ઇંગલેન્ડમાં એક બ્રીટીશ નાગરિક તરીકે કેન્યા અને ભારત ઉપરાંત યુરોપીયન દેશોમાં કરેલા માનવહીતનાં સેવાભાવી કાર્યો બદલ અગ્રણી નાગરિકોને વધાવતી રાષ્ટ્રીય સંસ્થા બ્રીટીશ સીટીઝન એવાર્ડસ (B.C.A) તરફથી ડો. શ્રી હરજીભાઇ કેરાઇને “સર્ટીફીકેટ ઓફ મેરિટ”થી નવાજીત કરવામાં આવ્યાં છે. જે ઇંગલેન્ડમાં રહેતા બ્રીટીશ ગુજરાતી વર્ગ માટે ગૌરવભરી વાત છે.
કચ્છ અંજારમાં રહીને એમણે સામાજીક, ધાર્મીક અને રજકીય ક્ષેત્રે સારી નામનાં મેળવી છે. જનહીત કાર્યોમાં તેઓશ્રી સક્રીય રસ લેતા દેખાય છે. ગરીબ ગુરબાં અને બેસહારાને મદદરૂપ થવાનો એમનો જુનો શોખ છે.
કેન્યામાં રાષ્ટ્રીય સેવા સંધના તેઓ સક્રીય કાર્યકર હતા. કચ્છમાં પણ એમને સંધને નોંધદાયક સેવાઓ આપેલી છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેઓ ચુસ્ત સભ્ય છે. સત્સંગ એમના સાતમી પેઢીએ વારસામાં મલ્યો છે. એકંદરે સંપ્રદાયના અગ્રણીય સંતો અને ધ.ધુ આચાર્યો સાથે એમના સબંધો નિકટના રહયા છે. મુંબઇની ફેન્ડશીપ એસોસીઅન નામની વિકલાંગોની સંસ્થામાં તેઓ આ જીવન સભ્ય છે. અને એમને મુંબઇમાં અનેક વિકલાંગોને જરૂરી ટ્રેઇનીંગ અપાવીને ધંધે અને કામે ચડાવ્યા છે.
ડો. કેરાઇનું વેબસાઇડ www.havake.co.in લોકપ્રિય બન્યું છે. છેલ્લા ચાર વરસમાં આશરે એક લાખ માણસોએ એનો લાભ લીધો છે.
ઇ-મેઇલ દ્રારા કેરાઇ સાહેબ છેલ્લાં ચાર વરસથી નિયમીત ૧૧૮૦ જેવા સભ્યોને તરેહ તરેહના લેખો મોકલાવે છે.
આરોગ્ય પર અને સુખી સંસાર પર યથાયોગ્ય માર્ગદર્શન પણ આપે છે.
અંજાર સ્વામિનારાયણ મંદીરમાં એમનું યોગદાન અનેરૂ છે. સત્સંગ વર્ગમાં તેઓ તમામ ક્ષેત્રે છવાઇ ગયા છે. “સ્વામિનારાયણ ભગવાન રાજી, સંતો રાજી, સત્સંગીઓ રાજી તો હું પણ રાજી” આ એમનું ખાસ લક્ષ છે. અને એ એમણે અત્યારની એમની સત્સંગની કાર્યવાહીમાં કરી બતાવ્યું છે.
ઇષ્ટદેવશ્રી સ્વામિનારાયણ ભગવાનના એમના પર ચાર હાથ હોય એવું એમની આ પંચોતેર વરસની ઊંમરે સક્રીય પ્રવૃતિ અને સામાજીક, ધાર્મીક અને શિક્ષણ ક્ષેત્રે ઉદાર દિલે તન, મન, અને ધનની સેવા પરથી જણાઇ આવે છે.
એ એક સમયે કેન્યામાં ખુબ ઊચ્ચે ચડયા હતા. એક સમયે પડી ભાંગ્યા હતા. પાછા ઊંચે ચડયા છે પણ એમનો સ્વભાવ, એમનું વર્તન હંમેશાં એક જાતનું ઉદાર અને મળતાવળું રહયું છે.
કેરાઇ સાહેબનો સફળતામાં અને લોકપ્રિયતામાં એમનાં મૃદ્રુલ અને મળતાવળી આ સ્વભાવ ધરાવતા જીવન સાથી શ્રીમતી પુષ્પાબેન કેરાઇનો અમુલ્ય ફાળો છે. દરેક ક્ષેત્રેમાં તેઓ ડો. કેરાઇ સાથે ખભેખભા મીલાવીને રહયાં છે. એમનાં સુખી દાંપત્ય જીવન માટે એમને ખાસ પ્રોગ્રામમાં નવાજવામાં આવ્યાં હતા.
એમની જયેષ્ટ પુત્રી લક્ષ્મીબેનનો પણ લગ્ન પહેલાં અને પછી પણ એમના પર એમના પર સારો પ્રભાવ રહયો છે. લક્ષ્મીબેન અત્યારે એમના પતિ ભીમજીભાઇ જોડે પોસ્ટ- ઓફીસમાં એક સફળ પોસ્ટ માસ્તર તરીકે સેવા આપતાં તાજેતરમાં સમગ્ર ૧૧૧૦ પોસ્ટ ઓફીસની કાર્યવાહી હરિફાઇમાં ફાઇનલમાં પહોચ્યાં હતાં જે સમગ્ર ગુજરાતી સમાજ માટે ગૌરવની વાત છે.
બન્ને દીકરા નરેશ અને રાજેશનો એક ગર્વભેર પિતા પ્રત્યેનો સહકાર ઊમદા રહયો છે. કેરાઇ સાહેબને એમના ત્રણેય સંતાનોને તમામ ક્ષેત્રે એની પડખે ઊભવા માટેનો ગર્વ છે.
ઇંગલેન્ડ જેવા આધુનિક વાતાવરણમાં આજે વરસો સુધી આગવી કક્ષામાં રહેતા હોવા છતાંય એમનો સુપુત્રો કોઇ પણ જાતના વ્યસ્નોની તદન મુકત છે. ડો.કેરાઇ માટે એ ગૌરવની વાત છે. મોટા દીકરા નરેશની નિત્ય સવારે કામે જતા પહેલાં મંદીરે દર્શન જવાની નિયમિયતા અને સત્સંગમાં નિત્ય યથાયોગ્ય સેવા આપવાનો એમની પ્રણાલિકા એમને જાણે કે વારસામાં ઊતરી છે. નાના સુપુત્ર રજેશનાં સામાજીક સેવાભાવી કાર્યો પણ આગવી કક્ષામાં છે.
પ્રભુ પરમાત્મા ડો. કેરાઇને દીર્ધ નિરોગી આયુ અર્થે અને એમની કલમ સેવા અને જનસેવાને બઢતી રાખે એવી અભિલાષા સાથે.
લિ.
શ્રી જગદીશભાઇ સોરઠીયા
સોરઠીયા કોમ્પયુટર (અંજાર-કચ્છ)
કુમારી શૈફાલી રતાણી
મોટી નાગલપર (અંજાર-કચ્છ)