Input Content

જાસુદના ફૂલ વચ્ચે ઘેરાયેલા જશુબેનને પ્રદર રોગ. ઘણી દવા કરી મટ્યો નહિ. કયારેક સફેદ સ્ત્રાવ ઓછો દેખાય ખરો પણ માસીક આવ્યા પછી પાછી એજ રામાયણ

જાસુદના ઝાડને નિત્ય પાણી પાતી ઝવેરને લોહીવાનો રોગ. અનેક ઉપચાર કર્યા પણ કોઇ ધારી અસર થઇ નહી. અશક્તિ બહુ આવી ગઇ. આંખે અંધારા આવે, પગ તૂટે, કમરમાં તીવ્ર દૂખાવો થાય. ક્યારેક રક્તસ્ત્રાવ ઓછો થાય પણ માસીક પૂરા દશ દિવસ ચાલે. ક્યારેક રક્તસ્ત્રાવ ઓછો થાય પણ માસીક પૂરા દશ દિવસ ચાલે. ક્યારેક તો ધોધની માફક ખૂન પડે.

બન્ને બહેનો જાસુદના ઝાડ વચ્ચે રહીને દર્દ ભોગવે, મીઠા પાણીના સરોવરમાં રહીને મનુષ્ય તરસ્યો રહે એવી વાત હતી.

જશુબેન પોતાના પ્રદર રોગની જ્યારે મારી પાસે સલાહ લેવા આવી ત્યારે દેશી ઉપચારથી અજ્ઞાનતાની કરૂણાનો મને આછો ખ્યાલ આવ્યો. દવા એની સામે જ હતી પણ એ દવાની એને પરખ નહોતી. વાત વાતમાં દાક્તરની મુલાકાત લઇને ટીકડીઓ ખાવા ટેવાયેલી જશુને એના જ પટરાંગણમાં પાંગરતા જાસુદ વૃક્ષના આશીષ પ્રાપ્ત કરવાની જાણ નહોતી. મેં જ્યારે એને આવી અજ્ઞાનતા માટે ઠપકો આપ્યો ત્યારે એ ભોંઠી પડી.

એના બગીચામાં રોજ સવારે ખીલતા જાસુદના બે ફૂલ તોડીને દુધ અને સાકરમાં વાટીને રોજ સવાર-સાંજ લેવાની મેં એને ભલામણ કરી. એકવીસ દિવસમાં પ્રદર બંધ થઇ ગયો, પગ તૂટ્તા બંધ થયા અને કમરનો દુ:ખાવો પણ ગાયબ. ત્રણ મહિના સુધી મેં તે પ્રયોગ ચાલુ રાખાવ્યો, ખાવા-પીવામાં પણ પરેજી પળાવી.

જશુબેનને રાહત થતાં ઝવેર પોતાની તકલીફ લઇને આવી. રોજ જાસુદના ઝાડને પાણી પાનાર જશુબેનને જાસુદના અદભૂત ગુણનો ખ્યાલ જ નહોતો એવી જ રીતના ઝવેર પણ જાસુદની જાદુઇ અસરની અજ્ઞાત હતી. બે ફૂલને ઘીમાં તળી સહેજ સાકર નાખીને, દૂધ સાકરવાળુ વધારે લેવાનું.

સવાર, સાંજ ચાટવાનું, ખાટું, તીખુ, તળેલું બંધ, મસાલેદાર ખોરાક અને ગરમ પદાર્થો બંધ બે જાસુદના ફૂલને ઘીમાં તળી સહેજ સાકર નાખીને સવાર, સાંજ ચાટવાનું, ખાટું, તીખુ, તળેલું બંધ, મસાલેદાર ખોરાક અને ગરમ પદાર્થો બંધ, દૂધ સાકરવાળુ વધારે લેવાનું.

બગીચાની શોભા વધારતા જાસૂદના ફૂલે ઝવેરની તબિયતમાં ચમત્કાર સર્જયો. પહેલા જ મહિને રક્તસ્ત્રાવ ઓછો થયો. બીજા મહિને થોડો વધારે ઓછો જણાયો અને ત્રીજો મહિને બિલકુલ કાબુમાં. શરીરની તોડ બંધ થઇ, ઘી, સાકર અને દૂધના વપરાશથી શરીરમાં સ્ફૂર્તિ આવી. નર્યું જોમ આવ્યું. કામનો ઉત્સાહ વધ્યો. અને શરીરમાં લોહી વધ્યું. હેમોગ્લોબીન ૧૦ માંથી ૧૨.૫ થયું અને માસીક નિયમિત અને પીડારહિત જણાયું.

જશુ અને ઝવેરને માટે જાસુદના ફૂલો આર્શીવાદરૂપ નીવડ્યા. ઘર આંગણે ઊગતા જાસૂદના ફૂલ પથારીમાં પેશાબ કરતા બાળકો માટે પણ એટલા જ આર્શીવાદરૂપ છે. રોજ સવાર-સાંજ એક-એક જાસુદના ફૂલ બાળકોને ખવડાવવું. બાળકને સાંજે પેશાબ કરીને સુવડાવવાનું. વહેલું જમાડી લેવાનું અને છેલ્લે એક જાસુદનું ફૂલ ખવડાવી દેવાનું અથવા એનો રસ કાઢીને પીવડાવી દેવાનો. થોડા દિવસમાં બાળક પથારી ભીની કરતું બંધ થઇ જશે.

જાસુદીના છોડવા ઠેર ઠેર જોવા મલે છે. ધર આંગણે ખુલ્લી જગામાં એનો ઊચ્છેર કરી શકાય છે. આંગણાંની શોભા અને ધરગથ્થુ અક્સીર દવા તરીકે એનો ઊપયોગ કરી શકાય…

No Comment

Comments are closed.