પંદર વર્ષની ડિમ્પલને દોઢ નંબરના ચશ્મા પહેરતા શરમ આવે પણ વાંચવામાં તકલીફ પડે. એટલે નાછુટકે પહેરવાં પડે. શાળામાં અમુક છોકરા-છોકરીઓ મશ્કરી પણ કરે. એટલી હદે કે ક્યારેક ડિમ્પલ રડી પડતી. અને બે ત્રણ દિવસ ચશ્મા પહેરવાનું પણ ટાળે.
એક વખત મારા ક્લાયંટ સુધાબેન સાથે ડિમ્પલ મારી કલીનીકમાં આવેલી.પોતાની સલાહ-સૂચન લઇ લીધા બાદ સુધાબેને આ ડિમ્પલના ચશ્માની વાત કરી. જો ઉતરી શકતા હોય તો એના માટે છોકરી બધું કરવા તૈયાર છે.
ડિમ્પલ સુધાબેનની ભાણેજ થતી હતી.મારી પદ્વતિથી ઘણાને ચશ્મા ઊતરી ગયેલા સાંભળીને ડીમ્પલ આજે એની મામી જોડે મારી સલાહ લેવા આવી હતી. ત્યારે ડિમ્પલની મેં જરૂરી પૂછપરછ કરી.
ડિમ્પલને નાનપણથી કબજીયાત રહે. શરીરમાં ગરમી પણ રહે. આટલી ઊંમરે વાળ પણ ઘણા ખરે. વાતવાતમાં ગરમ પણ થઇ જાય. ગરમ કોઠો, કબજીયાત અને પ્રકૃતિ, મુખ્ય કારણ જણાતા મેં ડિમ્પલને ખાવા-પીવાની પરેજી સમજાવી.
તિખા, ખાટા અને તળેલા પદાર્થો બંધ અથવા બહુ જ ઓછા પ્રમાણમાં લેવાના…. રેકડીનું ખાવાનું ઓછું કે બીલકુલ બંધ. કોફીના શોખીન ડિમ્પલને દૂધ વધારે પીવાની ભલામણ કરી.
કબજીયાત કરે એવા ખાધ-પદાર્થો અને વાયડો ખોરાક બંધ કરાવ્યો. કચુંબરનું વધુ પડતું સેવન કરવાનું. ખાટાં-મીઠાં ફળો પણ વધારે લેવાના, ગાજરનો રસ નિયમીત લેવાનો, આમળાનો રસ પણ રોજ લેવાનો, પગના તળિયે તાજુ માખણ સવાર-સાંજ ઘસવાનું.
વહેલી સવારે જાગતાવેંત જ નરણાં બન્ને આંખામાં થૂંક ચોપડવાનું ત્યાર બાદ દાતણ-બ્રસ કર્યા બાદ મોંમા ભરેલો કોગળો ભરેલા રાખીને બન્ને આંખોમાં ઠંડા પાણીની છાલક મારવી. આ દિવસમાં ત્રણ વખત કરવી. ટી.વી.ઓછું જોવાનું અને તે પણ પ્રમાણસર અંતર રાખીને. ઝીણા અક્ષરોવાળા કોમીક્સ ઓછાં વાંચવાનાં.
વાંચવામાં પણ યોગ્ય અંતર રાખીને વાંચવાનું સુઇને ઓશીકા પર માંથુ રાખીને વાંચવા ટેવાયેલી ડિમ્પલને આંખ બગડે એવી દરેક ખરાબ ટેવો દૂર કરાવી… આંખો પર સવાર-સાંજ મેગ્નેટીક ચશ્માં પહેંરવા… હથેળીનો શેક આપવો (પામીંગ). આંખમાં ચોખ્ખુ મધ સવાર-સાંજ આંજવું, નાકમાં ગાયના ચોખ્ખા ઘીનાં ટીપાં નાખવાં, માથમાં આમળાનું તેલ વાપરવું અને આ રીતે ત્રણ મહિના બાદ ડિમ્પલની આંખનો નંબર ઘટીને એક થયો. સાત મહિને અડધો…. ત્યારે રોજ રાત્રે પલાળેલા ત્રિફલાના પાણીની સવારે છાલક લગાવવાની અને વધેલું મિશ્રણ પી જવાની ભલામણ કરી અને વરસના અંતે ડિમ્પલનો નંબર સાવ જ ઊતરી ગયો. જે ફરી પાછો દેખાયો નથી.
આવા દેશી ઊપચારમાં પુરતી પરેજી રાખી હોય તો એક થી દોઢ નંબરનાં ચશ્માં દુર થઇ શકે છે.
No Comment