Input Content

ધનજીભાઇને રાત્રે સખત કમરનો દુ:ખાવો રહે. ઊઠવામાં બહુ જ તાણ પડે. દિવસના દુ:ખાવો  કંઇક હળવો થાય. ઘણી દવા કરી, પાટા બંધાવ્યા, શેક કર્યા, માલીસ કરી પણ દુ:ખાવો જવાનું નામ ન લે. શેક-માલીસ થાય ત્યાં સુધી થોડો આરામ જણાય. લેપ લગાવે ત્યારે થોડી ઊંઘ આવે. દુ:ખાવાની ગોળીઓની કોઇ અસર ન થાય. વાંકા વળવામાં તકલીફ થાય. વજન ઊપાડવા જાય તો કેડે બેસી જાય. ભારે કામ તો થાય જ નહિ.

ધનજીભાઇની ઉંમર માંડ પાંત્રીસેક વરસની. આટલી ઉંમરે કેડના દુ:ખાવાના હિસાબે બેઠા રહે તો કેવું લાગે. જોકે ભગવાને એમને ઘણું આપ્યું હતું. ખાધુ ખૂટે નહિં પણ આટલી નાની ઉંમરે કેડ પકડીને બેસી રહેવામાં સારૂં ન લાગે અને રોજની આ ઉપાધી.

આખી જીંદગી માલીસ અને શેક કરવા અને રોજ ગોળી લેવી એ પણ એક જાતની બલા જ ગણાયને? એક સામટી દવા કરાવીને ખર્ચો કરીને જો આ કમરનું દર્દ હટિ જતું હોય તો ધનજીભાઇ બધું કરવા તૈયાર  હતા.

બધુ કરવા તૈયાર હોય એમનું દર્દ મોડું-વહેલું જરૂર હટી જવાનું એ શ્રધ્ધાએ મેં એમને તમામ ઉપચાર બંધ કરાવીને કુદરતી ઉપચારનો કોર્સ અપ્યો. એમના ધર્મપત્ની કન્તાબેનને આ કોર્સની પૂરી સમજણ આપી.

ખાવાપીવામાં તમામ અન્ય પદાર્થો બંધ કરાવીને ફફ્ત બાફેલા મગ પર એક અઠવાડીયું રહેવાનું, સવાર-સાંજ પ્રમાણસર ચાલવાનું, ઠંડા-પીણાં બંધ, ધનજીભાઇ એકંદરે ઠંડા પીણાંના શોખીન છાશ પણ એકદમ ઠંડી પિએ.

બાફેલા મગમાં જીરૂ, મરી અને આદુ નાખીને ખાવાના, બીજા અઠવાડીયે રોજ નરણા પેટે સૂંઠ-દીવેલનો ઊકાળો નિયમિત લેવાનો… જેનાથી બેથી ત્રણ પાતળા ઝાડા થાય; પેટ સાવ ખાલી થઇ જાય અને શરીર હળવા ફુલ જેવું લાગે.

ત્રીજા અઠવાડિયાના અંતે કમરનો દુ:ખાવો હલવો પડવા મંડ્યો, ઊંઘ આવવા માંડી અને સવારમાં વહેલું ઊઠતી વખતે જે પીડા થતી એમાં ઓટ આવી.

પછીના બીજા અને ત્રીજા અઠવાડીયે એજ ક્ર્મ ચાલું. કમરના દુ:ખાવામાં ઘણો ફરક પડી ગયો, મન પ્રફુલ્લિત રહેવા માંડ્યું. પેટ સાફ અને હળવું રહેવા માંડ્યું.

છઠા અઠવાડીયે બાફેલા મગ સાથે બાફેલું દુધીનું શાક અને કોરી રોટલીની છુટ, સાતમા અઠવાડિયે ધનજીભાઇ જ્યારે પોતાનો રીપોર્ટ આપવા આવ્યા ત્યારે કમરમાં કોઇ જ દુ:ખાવો નહિં, ઊંઘ ઘસઘસાટ આવી જાય અને સવારે સ્ફૂર્તીમાં જાગે. કોઇ તંદ્રા નહિં, કોઇ આળસ નહિં.

ત્યાર પછી ખાટાં, તીખા અને તરેલા પદાર્થો બંધ કરાવ્યા, બટેટા, કોબી, ગોવાર ઊપરાંત મગ સિવાયના તમામ કઠોળ બંધ કરાવ્યા, દહિં બંધ, તાજી-મોળી છાશ લેવાની છુટ, ચીકણા અને ચાસણીવાળા પદાર્થો ઊપરાંત ત્યાર પછી ખાટા, મિઠા અને તરેલા પદાર્થો બંધ કરાવ્યા.

દર ત્રણ મહિને એક અઠવાડિયું બાફેલા મગ પર રહેવાનું, સૂંઠ દિવેલનો ઉકાળો અઠવાડીએ એક વખત, નિયમિત રાત્રે હરિત્યાકી ટીકડીનું સેવન કરવાનું. નિયમિત સવાર-સાંજ બે વખત અડધો કલાક માટે વ્રજાસનમાં બેસવું જરૂરી.

અને ધનજીભાઇના જીવનમાં ત્યારપછી કમરનું દર્દ કદી દેખાયું નથી. વાંકા વળીને કામ કરવામાં અને વજન ઊપાડવામાં પણ કોઇ તકલીફ જેવું જણાયું નથી. તેમ છતાંય એમાં તકેદારી રાખવાની ભરામણ કરી. કમર માટેની ખાસ કસરત રોજ વહેલી સવારે નરડા પેટે કરવાની ભરામણ કરી છે. જરૂર પડ્યે કમર માટે ખાસ મેગનેટીક બેલ્ટ પહેરવાની પણ ભરામણ કરી.

No Comment

Comments are closed.