આપણે જ્યારે પહેલી વખત લંડન ગયા હોઇએ અને આપણા સંબંધીજન સાથે ખરીદી કરવા ગયા હોઇએ ત્યારે પ્રથમ તો અફલાતુન સુપર માર્કેટમાં પ્રવેશતાની સાથે એની ભવ્યતા અને વ્ય્વસ્થા જોઇને જ આપણે ડઘાઇ જઇએ અને પછી જ્યારે જે વિભાગમાં ખરીદી કરવાની હોય ત્યાં જઇએ ત્યારે દરેક આઇટમ પર લખેલા ભાવ જોઇને ગભરાઇ જઇએ. ટૂથ-બ્રસ સાદુ એક પાઉન્ડ..લેમન જ્યુશ પ્લાસ્ટીક બોટલમાં ૨૦૦ મી.૧ પાઉન્ડ ૨૦ પેની… એ-૪ સાદાં એનવેલોપ નંગ૬-અઢી પાઉન્ડ..ઘાણાની પૂંણી-૬૦ પેની.. લાલ મૂળાનો ઝૂમખો ૮૦ પેની.. સફરજન એક કીલો-૪ પાઉન્ડ, ચેવડો એક કીલો ૩ પાઉન્ડ ૬૦. પે… સીંગદાણા શેકેલા ૫૦૦ ગ્રામ ૨ પાઉન્ડ, સારૂ ગરમ સ્વેટર ૧૦ પાઉન્ડ. એક પાઉન્ડના નેવું રૂપીઆ ગણીને આપણે જ્યારે એનો ભાવ કાઢીએ ત્યારે લેવાનું પણ મન ન થાય.. આવડી મોઘીં વસ્તુ કેમ લેવાય?
ત્યારે આપણા સબંધી આપણેને સલાહ આપે છે કે લંડનમાં આવીને જ્યારે ખરીદી કરવા જાઓ ત્યારે કદી પણ પાઉન્ડને રૂપીઆમાં ફેરવીને ના જુઓ… લંડનની આવક પ્રમાણે જો પાઉન્ડનો તોલ થાય તો ભારતમાં દર કલાકે ૨૫રૂ.-કમાતો મજુર કે ઓફીસમાં કે દુકાનમાં કામ કરતો માસીક રૂ-પાંચ થી છ હજારનો ગુમાસ્તો લંડનમાં એટલુ કામ કરીને મજુર દર કલાકના સાત પાઉન્ડ એટલે ૬૩૦ રૂ.. અને ગુમાસ્તો કે કારકુન કલાકના ૬ પાઉન્ડ એટલે કે ૬૩૦રૂ- અને માસીક પાઉન્ડ એક હજાર થી બારસો એક લાખ જે રૂ. નેવું હજાર પહોચે….
ત્યાંનું પગાર ધોરણ પ્રમાણે બજારમાં મલતી મોટા ભાગની ચીજવસ્તુઓ ભારતની પગારની બરાબરીમાં ભારતની એજ કીંમત ની ચીજ ઘણી મોંઘી કહેવાય… લંડનમાં મોંઘવારી નથી… ત્યાં સરકારી કર્મચારીઓને મોંઘવારીભથ્થુ આપવું પડતું નથી. મોંઘવારીએ ભારતના લોકો માટે માથાનો દુ:ખાવો છે. લંડનમાં એવું કંઇ જ નથી.
બાકી લંડનમાં મકાન જરૂર મોઘાં ગણાય. અઢી રૂમનાં માંડ ૬૫૦.ચો ફીટનાં લાકડાંનાં પાર્ટીશન અને ફ્લોર અને સ્લેબ ઘરાવતો મોટી સોસાયટીમાં મધ્ય એરીયામાં મકાનની કિંમત લગભગ ત્રણ લાખ થી ચાર લાખ પાઉન્ડ એટલે અઢી થી સાડા ત્રણ કરોડ રૂપીયા થાય જે અમદાવાદમાં એવાજ વિસ્તારમાં એના કરતાં સારી અને પાકી બાંધણી ઘરાવતા મેશોનેટ-ફલેટ આપણને રૂ ત્રીસ થી ચાલીસ લાખમાં મલી રહે.
લંડનમાં માણસ મકાનના હપ્તા ભરવામાં થાકે. મોટા ભાગનાં મકાનો મોરગેજ પર જ લેવાય. એની મોટા ભાગની કમાણી તો હપ્તા ભરવામાં જ જાય. મહિને પંદરસો પાઉન્ડ કમાતો માનવી મહિને સાતસો થી આઠસો પાઉન્ડ તો માસીક હપ્તામાં જ કાઢી નાખે. બાકી તો જો એ લોભ નહિ પણ કરકસર કરીને રહે તો બે જણ અને એક છોકરાનો મહિને ૬૦૦ પાઉન્ડની અંદર પુરૂં કરી લે. પછી જો ઘરમાં બે જણાં કામ કરે તો થોડા હાથ વધારે છુટ રાખે તો પણ આરામથી મહિને સાતસો થી હજાર પાઉન્ડ બચાવી શકે.
આમ એંકદરે લંડનમાં ખાધા-ખોરાકી કે કપડાં ગણતરીએ લગીરે પણ મોઘાં નથી. બલ્કે ત્યાંની આવક પ્રમાણે સસ્તાં ગણાય…..
No Comment